IPL 2021: ટીમને ટાઇટલ જીતાડ્યુ અને ટીમ માટે સૌથી વધુ રન નોંધાવ્યા છતાં SRH નો આ દિગ્ગજ અંતિમ ઇલેવનમાં સ્થાન મેળવવા તરસે છે

|

Sep 22, 2021 | 5:35 PM

આ બેટ્સમેને પોતાની ટીમ માટે IPL માં સૌથી વધુ રન બનાવ્યા છે. પરંતુ આજે આ ખેલાડી પોતાની જ ટીમમાં અંતિમ-11 માં પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.

1 / 6
IPL નું ટાઇટલ જીતવું કોઇ પણ ટીમ માટે મોટી વાત છે. વિરાટ કોહલી તેની કેપ્ટનશીપમાં RCB ને એક પણ ખિતાબ જીતાડી શક્યો નથી. સચિન તેંડુલકર પણ તેની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઇન્ડીયન્સ માટે ટાઇટલ મેળવી શક્યો નથી. એક એવો ખેલાડી છે જે, હંમેશા તેની કેપ્ટનશીપ હેઠળ IPL માં શ્રેષ્ઠ ટીમોમાં તેની ટીમની ગણતરી કરાવતો હતો. ટાઇટલ પણ મેળવ્યુ હતુ. પરંતુ આજે તે ખેલાડીની હાલત એવી છે કે, તેના માટે પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા બનાવવી મુશ્કેલ બની રહી છે. આ ખેલાડી છે ડેવિડ વોર્નર (David Warner).

2 / 6
વોર્નરને 2015 માં IPL ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) નો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેની કેપ્ટનશિપ હેઠળ ટીમ પ્રથમ સિઝનમાં ખાસ કંઇ કરી શકી નહોતી અને પ્લેઓફમાં સ્થાન મેળવવાનું ચૂકી ગઈ હતી. પરંતુ વોર્નરની કેપ્ટન્સીની બીજી સીઝનમાં સનરાઈઝર્સે કમાલ કર્યો હતો અને વિરાટ કોહલીની આગેવાનીવાળી RCB ને હરાવીને IPL 2016 નો ખિતાબ જીત્યો. અહીંથી ટીમે તેની કેપ્ટનશીપમાં સતત સારું પ્રદર્શન કર્યું હતું.

3 / 6
પરંતુ IPL 2021માં વોર્નરની કેપ્ટનશિપ હેઠળ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે સારી શરૂઆત કરી ન હતી. ટીમને જીત માટે તરસવુ પડ્યુ હતું. છ મેચમાં ટીમને માત્ર એક જ જીત મળી હતી. ત્યારે જ ટીમ મેનેજમેન્ટે નક્કી કર્યું કે તે, વોર્નરને કેપ્ટનશિપમાંથી ઉતારી દેશે. ટીમે કેન વિલિયમસનને કેપ્ટન બનાવ્યો.

4 / 6
કેપ્ટનશિપ છોડ્યા બાદ વોર્નરને ટીમમાં સ્થાન પણ મળ્યું નથી. રાજસ્થાન રોયલ્સ સામે વિલિયમસને ટીમની કેપ્ટનશીપ કરી ત્યારે વોર્નર પણ ટીમમાં નહોતો. કેપ્ટનશિપ છોડ્યા બાદ તેના માટે ટીમમાં રમવું પણ મુશ્કેલ બની રહ્યું છે. દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં પણ વોર્નરને ટીમમાં સ્થાન મળવાની શક્યતા ઓછી છે.

5 / 6
2018 માં વોર્નર IPL રમ્યો ન હતો કારણ કે તેનું નામ બોલ ટેમ્પરિંગ વિવાદમાં આવ્યું હતું. જેના કારણે તે સનરાઇઝર્સ ટીમનો ભાગ બન્યો ન હતો. તે સિઝનમાં ટીમ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગઈ હ

6 / 6
વોર્નરે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે બેટથી કમાલ કર્યા છે. તે ટીમ માટે IPL માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે સનરાઇઝર્સ તરફથી રમાયેલી 93 મેચમાં 4012 રન બનાવ્યા છે. વોર્નરની IPL કારકિર્દીની વાત કરીએ તો, તેણે અત્યાર સુધીમાં 148 મેચ રમી છે અને 42.22 ની સરેરાશથી 5447 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ચાર સદી અને 50 અડધી સદી ફટકારી છે.

Next Photo Gallery