IPL 2021: આજે સિઝનમાં ટોપર ચેન્નાઇ અને તળીયે રહેલી હૈદરાબાદની ટીમની ટક્કર, ધોનીની ટીમ આજે પ્લેઓફ માટે રમશે

|

Sep 30, 2021 | 10:14 AM

IPL 2021 માં, સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ની રમત એકબીજાથી સંપૂર્ણપણે વિરુદ્ધ રહી છે. હૈદરાબાદ 10 માંથી આઠ હારી ગયું છે, જ્યારે ચેન્નાઇએ 10 માંથી આઠ મેચ જીતી છે.

IPL 2021: આજે સિઝનમાં ટોપર ચેન્નાઇ અને તળીયે રહેલી હૈદરાબાદની ટીમની ટક્કર, ધોનીની ટીમ આજે પ્લેઓફ માટે રમશે
Chennai Super Kings

Follow us on

IPL 2021 માં આજે 30 સપ્ટેમ્બરે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ચુકેલ, સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) નો સામનો ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સામે થશે. બંને ટીમોની આ મેચ સહેજ પણ મેળ ખાતી નથી. હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે, જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીના આગેવાનીવાળી CSK ટોચ પર છે. જો કે હૈદરાબાદ તેમની છેલ્લી મેચ જીત્યું છે, પરંતુ તેઓ જીતનો સિલસિલો જાળવી રાખવાના ઇરાદા સાથે આજે મેદાને આવશે.

અંતિમ મેચમાં કેન વિલિયમ્સન અણનમ અડધી સદી ફટકારીને હૈદરાબાદને સતત પાંચ હાર બાદ વિજય તરફ દોરી ગયો. સનરાઇઝર્સ 10 માંથી આઠ મેચ હારી છે. આ સાથે જ ચેન્નાઇએ 10 માંથી આઠ મેચ જીતી ચૂક્યુ છે.

અંતિમ મેચમાં સનરાઇઝર્સ ટીમ મેનેજમેન્ટનો સૌથી મોટો નિર્ણય, આક્રમક ઓપનર ડેવિડ વોર્નરને હટાવવાનો હતો. તેણે 24.37 ની સરેરાશથી માત્ર 181 રન બનાવ્યા છે. આ વખતે વોર્નરને બે વખત બહાર રાખવામાં આવ્યો હતો, જેની કેપ્ટન્સીમાં ટીમે 2016 માં ટાઇટલ જીત્યું હતું. હવે સનરાઇઝર્સ સાથે વોર્નરના ભવિષ્યને લઇને અટકળો તેજ થઇ ગઇ છે અને આવી સ્થિતિમાં ટીમનું પ્રદર્શન સુધારવાની મોટી જવાબદારી વિલિયમસન પર રહેશે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયે તકનો ભરપૂર લાભ ઉઠાવતા 60 રન બનાવ્યા અને નવ બોલ બાકી રહેતા ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતુ. સિદ્ધાર્થ કૌલ, ભુવનેશ્વર કુમાર અને જેસન હોલ્ડરે પણ ડેથ ઓવર્સમાં સારી બોલિંગ કરી અને છેલ્લા 17 બોલમાં એક પણ બાઉન્ડ્રી નહોતી થવા દીધી. છેલ્લી ઓવરમાં સંજુ સેમસનની વિકેટ લીધી હતી.

 

હૈદરાબાદનો રસ્તો મુશ્કેલ

હવે સનરાઇઝર્સ ચારેય મેચ જીતવાની આશા રાખશે અને અન્ય મેચોના પરિણામો અનુકૂળ રહેશે પરંતુ તેના માટે તેમને કોઇ ચમત્કારની રાહ જોવી પડશે. છેલ્લી મેચમાં જીત બાદ વિલિયમ્સને કહ્યું, અમારું પ્રદર્શન સુધર્યું છે. દરેકને તેમની ભૂમિકા ખબર હતી. હું યુવાન ખેલાડીઓ તકનો લાભ લેતા અને રમતનો આનંદ માણતો જોવા માંગુ છું.

કરનની જગ્યાએ બ્રાવો પરત ફરશે

બીજી તરફ, મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઈએ સતત ત્રણ જીત નોંધાવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. આઠ બોલમાં 22 રન બનાવનાર રવિન્દ્ર જાડેજા એ રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે બે વિકેટે જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા જવી હતી. ફાફ ડુ પ્લેસિસ અને ઋતુરાજ ગાયકવાડે ટીમને સારી શરૂઆત આપી હતી.

જ્યારે મોઇન અલી, સુરેશ રૈના અને અંબાતી રાયડુ પણ બેટિંગમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગાયકવાડે 40, 38 અને અણનમ 88 રન બનાવ્યા છે. બોલિંગ તેમની નબળી કડી હોવાનું લાગી રહ્યુ છે અને સનરાઈઝર્સ તેનો લાભ લઈ શકે છે. વેસ્ટ ઈન્ડીઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોને કોલકાતા સામે આરામ આપવામાં આવ્યો હતો. જે સેમ કુરનની જગ્યાએ પરત આવી શકે છે.

 

ચેન્નાઇ અને હૈદરાબાદની ટીમો

ચેન્નાઈ સુપર કિંગ્સ: મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, મોઈન અલી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, લુંગી એનગિડી, દીપક ચાહર, ઈમરાન તાહિર, ફાફ ડુ પ્લેસિસ, રોબિન ઉથપ્પા, કર્ણ શર્મા , જોશ હેઝલવુડ, જેસન બેહરેન્ડોર્ફ, કૃષ્ણપ્પા ગૌતમ, મિશેલ સેંટનર, રવિ શ્રીનિવાસન, સાંઈ કિશોર, હરિ નિશાંત, એન જગદીસન, ચેતેશ્વર પૂજારા, કેએમ આસિફ, હરિશંકર રેડ્ડી અને ભગત વર્મા

સનરાઇઝર્સ હૈદરાબાદ: કેન વિલિયમસન (કેપ્ટન), ડેવિડ વોર્નર, મનીષ પાંડે, શેરફેન રધરફોર્ડ, રિદ્ધિમાન સાહા, શ્રીવત્સ ગોસ્વામી, રશીદ ખાન, વિજય શંકર, મોહમ્મદ નબી, અભિષેક શર્મા, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, ખલીલ અહમદ, ટી નટરાજન, બેસિલ થમ્પી , સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, અબ્દુલ સમદ, જે સુચિત, જેસન હોલ્ડર, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, કેદાર જાધવ, મુજીબ-ઉર-રહેમાન, જેસન રોય

 

આ પણ વાંચોઃ IPL 2021: વિરાટ કોહલી ચિત્તાની જેમ દોડતો રહ્યો અને ગીલ્લીઓ ઉડી ગઇ ! પાંચ વર્ષે ફિલ્ડરની ચપળતા તેને હરાવી ગઇ

આ પણ વાંચોઃ Reservoir Status: અરવલ્લી અને સાબરકાંઠાના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક, જાણો, વાત્રક, હાથમતી, મેશ્વો અને માઝૂમની સ્થિતી

 

Published On - 10:00 am, Thu, 30 September 21

Next Article