IPL 2021 નો બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. પ્રથમ મેચ ધોની (MS Dhoni) ની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સની છે. તેણે 19 સપ્ટેમ્બરે મુંબઈ ઇન્ડીયન્સ (Chennai Super Kings) નો સામનો કરવાનો છે. પરંતુ આ મેચ પહેલા ધોની માટે મોટી સમસ્યા ઉભી થાય તેમ લાગે છે. ધોનીની મુશ્કેલીનો દોર વેસ્ટ ઈન્ડીઝમાં ચાલી રહેલી CPL 2021 સાથે સંબંધિત છે. જ્યાં ફાફ ડુ પ્લેસિસ (Faf Du Plessis) તેની ટીમ સેન્ટ લુસિયા માટે સેમિફાઇનલ જેવી મહત્વની મેચમાં રમતો જોવા મળ્યો ન હતો. ટૂર્નામેન્ટ દરમ્યાન ગ્રોઇન ઇંજરીને કારણે તે મેચમાંથી બહાર થઈ ગયો હતો. હવે તે IPL 2021 ના બીજા તબક્કાની પ્રથમ મેચમાં પણ તેના રમવા પર સસ્પેન્સ ઉભું થયું છે.
ફાફ ડુ પ્લેસિસને CPL 2021 ની ક્વાર્ટર ફાઇનલ મેચ પહેલા આ ઈજા થઈ હતી. તેની જાંઘના સ્નાયુઓમાં ખેંચાઇ ગયા હતા, જેના કારણે તેને તે મેચમાંથી પણ બહાર થવું પડ્યું હતું. હવે તેની ઈજાની ગંભીરતા નો અંદાજ સતત બીજી મેચમાંથી બહાર થવાને લઇને જાણી શકાય છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ફાફ ડુ પ્લેસિસની ઈજા કેટલી ખરાબ સમાચાર છે, તેનો અંદાજ આ આંકડા પરથી લગાવી શકાય છે. IPL 2021 ના પહેલા તબક્કા બાદ ડુ પ્લેસિસ CSK માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા. તે પ્રથમ તબક્કા પછી IPL 2021 ના 3 મોટા રનવીરોમાંનો એક હતો. તે શિખર ધવન અને રાહુલ શર્મા પછી સૌથી વધુ રન બનાવનાર ત્રીજા સ્થાને હતો. તેણે પહેલા તબક્કામાં 7 મેચ રમી હતી, જેમાં 320 રન બનાવ્યા હતા. તેણે 95 રનની અણનમ ઇનિંગ પણ રમી હતી. વેસ્ટ ઈન્ડીઝમાં ચાલી રહેલી સીપીએલમાં ડુ પ્લેસી ઈજાગ્રસ્ત થતા પહેલા શાનદાર ફોર્મમાં દેખાયો હતો. તેણે ત્યાં સદી પણ ફટકારી છે. આ સિવાય 2 શાનદાર અડધી સદી પણ રમી છે.
આવી સ્થિતિમાં જો ફાફ ડુ પ્લેસી મુંબઈ ઈન્ડીયન્સ સામેની પ્રથમ મેચમાં CSK નો ભાગ ન હોય તો ધોનીની મૂંઝવણ વધી શકે છે. ઓપનિંગમાં પોતાનો વિકલ્પ શોધવો ધોની માટે મોટો પ્રશ્ન હશે. જો ફાફ ડુ પ્લેસી ના રમે તો CSK માં ઋતુરાજ ગાયકવાડનો ઓપનિંગ પાર્ટનર કોણ હશે? આ મોટા પ્રશ્નનો જવાબ તેના બે ખેલાડીઓમાં છે. એક રોબિન ઉથપ્પા અને બીજો અંબાતી રાયડુ. હવે જોવાનું એ રહે છે કે જ્યારે પરિસ્થિતિ ઉભી થાય ત્યારે ધોની ઋતુરાજને સાથ આપવા માટે કોને અજમાવે છે.