IPL 2021: ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ ટ્રેનિંગ કેમ્પ શરુ કરશે, સૌથી પહેલી ટીમ ધોની UAE પહોંચશે

|

Aug 05, 2021 | 11:01 PM

IPL 2021 ના ટેબલ પોઇન્ટમાં બીજા સ્થાને રહેનારી ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ટીમ ટાઇટલ માટે દાવેદાર ટીમ છે. જોકે UAE માં ગત સિઝનમાં ચેન્નાઇની ટીમ પ્લે ઓફમાં પણ પહોંચી શકી નહોતી.

IPL 2021: ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ ટ્રેનિંગ કેમ્પ શરુ કરશે, સૌથી પહેલી ટીમ ધોની UAE પહોંચશે
Chennai Super Kings team

Follow us on

IPL 2021 ના બાયોબબલમાં કોરોના સંક્રમણ ફેલાવવાને લઇને સ્થગીત કરી દેવામાં આવી હતી. હવે તેનો આગળનો તબક્કો UAE માં રમાનાર છે. ટૂર્નામેન્ટની બાકી રહેલી 31 મેચોનુ આયોજન UAE માં કરવામાં આવ્યુ છે. આ માટે હવે IPL ટીમો પણ યુએઇ પહોંચવા માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. BCCI એ 10 ઓગષ્ટ બાદ UAE ટીમોને પહોંચવા માટે પરવાનગી આપી છે. જેને લઇને સૌથી પહેલા ચેન્નાઇ સુપર કીંગ્સ (Chennai Super Kings) ની ટીમ યુએઇ પહોંચનારી છે.

બીસીસીઆઇ એ પરવાનગી મળતા જ હવે ચેન્નાઇ સુપર કિંગ્સ યુએઇ પહોંચીને, આઇપીએલની તૈયારીઓ કરવાની શરુઆત કરશે. ટીમ મેનેજમેન્ટે વહેલા યુએઇ પહોંચવાનો નિર્ણય કરવા પાછળનુ કારણ એ પણ છે કે, તેમના મોટાભાગના ખેલાડીઓ આંતરાષ્ટ્રીય રમત નથી રમતા. આમ તે આવી સ્થિતીનો લાભ લઇને તે સારી રીતે વોર્મ કરવાની યોજના ધરાવે છે. જોકે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) પણ પોતાના ટ્રેનિંગ કેમ્પ ઝડપ થી શરુ કરી શકે છે. આ માટે તે પણ દુબઇની ફ્લાઇટ પકડી શકે છે.

એમએસ ધોની (MS Dhoni) ની કેપ્ટનશીપ ધરાવતી ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમે સિઝન 2021 ની શરુઆતમાં પણ સૌથી પહેલા કેમ્પ લગાવ્યો હતો. ધોની ખુદ પણ સમયસર કેમ્પમાં હાજર જોવા મળ્યો હતો. આ વખતે આગામી 14-15 ઓગષ્ટે ચેન્નાઇ સુપર કિંગ્સ દુબઇ માટે રવાના થઇ શકે છે. આ માટેના આયોજન પણ હાથ ધરી દેવામાં આવ્યા છે. ચેન્નાઇ ટીમના સીઇઓ કાશી વિશ્વનાથના મુજબ 14-15 ઓગષ્ટે તેઓ દુબઇ હોઇ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આમ તો CSK નો પ્લાન ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમમાં આઇપીએલ માટે ટ્રેનિંગ કેમ્પના આયોજનનો હતો. પરંતુ હાલમાં વર્તાઇ રહેલા કોરોના સંકટને લઇને તે પ્લાન પડતો રાખ્યો હતો. ત્યાર બાદ હવે ટીમે યુએઇમાં જ ટ્રેનિંગ કેમ્પ શરુ કરવાની શરુઆત કરી હતી.

IPL 2021 માં છે મજબૂત સ્થિતી

આઇપીએલ 2020 ની સિઝનમાં યુએઇમાં ચેન્નાઇ સુપર કિંગ્સનુ પ્રદર્શન કંગાળ રહ્યુ હતુ. ટીમ પ્રથમ વાર પ્લેઓફ થી પણ દુર રહી હતી. જોકે આ વખતે શરુઆત થી જ ચેન્નાઇ સુપર કિંગ્સ પ્રદર્શન તેના દમ મુજબ કરી રહ્યુ છે. સીએસકે એ ટૂર્નામેન્ટ સ્થગીત થવા સુધીમાં રમેલી 7 મેચમાં થી 5 મેચમાં જીત હાંસલ કરી હતી. જ્યારે પોઇન્ટ ટેબલમાં પણ સીએસકે બીજા સ્થાન પર રહ્યુ છે.

ત્રણ વખત આઇપીએલ ટાઇટલ જીતી ચુકેલી ટીમ ચેન્નાઇને તેની શરુઆતથી, રહેલા જુસ્સા અને પ્રદર્શનને લઇને સિઝનની દાવેદાર માનવામાં આવે છે. ચેન્નાઇ સુપર કિંગ્સ થી આગળ દિલ્હી કેપિટલ્સની ટીમ નંબર એક પર પોઇન્ટ ટેબલ પર ઉપસ્થિત છે. 19 સપ્ટેમ્બર થી શરુ થનારા આઇપીએલ ના બીજા તબક્કા માટે હવે દિવસોની ગણવાની શરુઆત થવા લાગી છે. કારણ કે ખેલાડીઓથી લઇ ફેન્સ આઇપીએલને માણવા ઉત્સુક છે.

 

આ પણ વાંચોઃ Tokyo Olympics: પંજાબ સરકાર ફિદા, મેડલ જીતનારી ઐતિહાસીક ટીમમાં સામેલ ખેલાડીઓને આપશે 1-1 કરોડ

આ પણ વાંચોઃ Tokyo olympics : રવિ દહિયા ના દમથી ભારતને મળ્યો સિલ્વર મેડલ, ભારતના ખાતમાં 2 સિલ્વર મેડલ થયા

Next Article