IPL 2021: ચેમ્પિયન ચેન્નાઇનો ‘હિરો’ ઓરેન્જ કેપ જીતીને ઘરે પહોંચતા જ શાનદાર સ્વાગત કરાયુ

|

Oct 17, 2021 | 6:15 PM

ઋતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) તરફથી રમતી વખતે IPL 2021 ની ઓરેન્જ કેપ જીતી છે.

IPL 2021: ચેમ્પિયન ચેન્નાઇનો હિરો ઓરેન્જ કેપ જીતીને ઘરે પહોંચતા જ શાનદાર સ્વાગત કરાયુ
Ruturaj Gaikwad

Follow us on

IPL 2021 નું ટાઇટલ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના નામે રહ્યુ હતું. મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ના નેતૃત્વમાં ચેન્નાઇએ ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ પહેલાની છેલ્લી સીઝનમાં લીગ રાઉન્ડમાં જ બહાર થઈ ગયેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે આ વખતે શાનદાર વાપસી કરી હતી. ટીમની આ સફળતામાં તેના યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) મહત્વની ભૂમિકા ભજવી હતી, જે ઓરેન્જ કેપ પણ મેળવવામાં સફળ રહ્યા હતા.

24 વર્ષના ઋતુરાજે IPL ની 14 મી આવૃત્તિમાં કુલ 635 રન બનાવ્યા હતા. આઈપીએલ 2021 (IPL 2021) તેણે 16 મેચમાં 45.35 ની સરેરાશ અને 136.26 ની સ્ટ્રાઈક રેટથી 635 રન બનાવ્યા અને ઓરેન્જ કેપ (Orange Cap)ને મેળવી હતી. આ દરમિયાન તેણે પોતાની કારકિર્દીની પ્રથમ IPL સદી પણ ફટકારી હતી. આ સાથે જ તેના બેટમાંથી ચાર અડધી સદી પણ નીકળી હતી. ઋતુરાજને ફાઇનલ પહેલા સીઝનમાં ઓરેન્જ કેપ મેળવવા માટે કેએલ રાહુલને પાછળ છોડી દેવા, માત્ર 24 રનની જરૂર હતી. તેણે 32 રન બનાવીને કેપ જીતી હતી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ઋતુરાજ નુ શાનદાર સ્વાગત

લીગ સમાપ્ત થયા બાદ જ્યારે ઋતુરાજ તેના ઘરે પહોંચ્યો ત્યારે પરિવારના સભ્યોએ રાજકુમારની જેમ તેનું સ્વાગત કર્યું હતુ. ગાયકવાડ મહારાષ્ટ્રના પુણેનો છે. ગાયકવાડ ફૂલોથી સજ્જ કારમાં ઘરે પહોંચ્યો હતો. તે કારમાંથી ઉતરે તે પહેલા ખૂબ ફટાકડા ફોડ્યા હતા. પરિવારના સભ્યોએ રસ્તાથી ઘર સુધી ફૂલો સજાવેલો માર્ગ બનાવ્યો હતો. લાલ સ્વેટશર્ટ અને પીળી ટોપી પહેરીને ગાયકવાડ કારમાંથી નીચે ઉતર્યો, ત્યારે તેમના પરિવારની એક મહિલાએ તેની નજર ઉતારી હતી. ઓરેન્જ કેપ હોલ્ડરને આવકારવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ગાયકવાડે એક રેકોર્ડ બનાવ્યો

ઋતુરાજ ગાયકવાડ ઓરેન્જ કેપ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો. તેના પહેલા ઓસ્ટ્રેલિયાના શોન માર્શે (Shaun Marsh) સૌથી નાની વયે 2008 માં ઓરેન્જ કેપ જીતી હતી. માર્શે 24 વર્ષ 328 દિવસની ઉંમરે ઓરેન્જ કેપ જીતી હતી, જ્યારે ઋતુરાજે 24 વર્ષ 257 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી.

ઋતુરાજ ઓરેન્જ કેપ મેળવનાર 5 મો ભારતીય બેટ્સમેન છે. તેના પહેલા, દિગ્ગજ સચિન તેંડુલકર, રોબિન ઉથપ્પા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ ઓરેન્જ કેપ પર કબજો કરી ચૂક્યા છે.

 

 

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: બાબર આઝમના 11 મેચ વાળા અભિમાનને વિરાટ કોહલી તોડશે, પાકિસ્તાનને મજબૂર કરી દેશે ટીમ ઇન્ડિયા

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: પ્રથમવાર 7 ભારતીય ખેલાડીઓ વિશ્વકપમાં રમશે, આ 4 ખેલાડીઓની સફર પાકિસ્તાન સામેની મેચ થી શરુ થશે!

Next Article