IPL 2021: BCCI સેક્રેટરી જય શાહે કહ્યુ, ટૂર્નામેન્ટની બાકીની મેચોને UAE માં રમાડવી ‘વરદાન’ રુપ, કેમ આમ કહ્યુ, જાણો

|

Sep 30, 2021 | 12:43 PM

IPL 2021 ની 29 મેચ ભારતમાં રમાઇ હતી આ દરમ્યાન બાયોબબલમાં કોરોના સંક્રમણ ફેલાતા ટૂર્નામેન્ટને સ્થગીત કરી દેવામાં આવી હતી. બાદમાં BCCI એ બાકીની મેચોને ભારત બહાર રમાડવાનો નિર્ણય કર્યો હતો.

IPL 2021: BCCI સેક્રેટરી જય શાહે કહ્યુ, ટૂર્નામેન્ટની બાકીની મેચોને UAE માં રમાડવી વરદાન રુપ, કેમ આમ કહ્યુ, જાણો
IPL 2021

Follow us on

IPL 2021 નો બીજો તબક્કો હાલમાં UAE માં રોમાંચક તબક્કામાં છે. હાલમાં ટીમો વચ્ચે પ્લેઓફમાં ટીકીટ કાપવાની ફાઇટ ચાલી રહી છે. આ પહેલા IPL 2021 ની સિઝન ભારતમાં રમાઇ રહી હતી. પરંતુ કોરોના વાયરસ ને લઇને તેને અટકાવી દેવી પડી હતી. બાદમાં BCCI એ ટૂર્નામેન્ટની બાકીની મેચ યુએઇમાં રમાડવા માટેનો નિર્ણય લેવો પડ્યો હતો. જે નિર્ણય હવે વરદાનરુપ નિવડી રહ્યો છે. BCCI સેક્રેટરી જય શાહે (Jay Shah) આ વાતનો સ્વિકાર કર્યો છે.

BCCI સેક્રેટરી જય શાહે પ્રાદેશિક સંઘોને એક પત્ર લખ્યો છે. જેમાં તેઓએ આઇપીએલ ને યુએઇમાં ખસેડવાની વાતને પણ ટાંકી છે. તેઓએ પત્ર મારફતે કહ્યુ છે કે, ભારતીય ક્રિકેટરો માટે આઇપીએલ ની બાકીની મેચો યુએઇમાં રમાડવા થી ટી20 વિશ્વકપ (T20 World Cup) ની તૈયારીઓનો મોકો મળ્યો છે. તેઓએ કહ્યુ કે, જોવામાં આવે તો આ પગલુ વરદાન સાબિત થયુ છે. કારણ કે ટૂર્નામેન્ટ બાદ તુરત જ ટી20 વિશ્વકપ શરુ થનારો છે. જે માટે આઇપીએલ સ્તરની ટૂર્નામેન્ટથી વધારે સારુ પ્લેટફોર્મ બીજુ કયુ હોઇ શકે.

આગળ લખ્યુ છે કે, મને વિશ્વાસ છે કે, આઇપીએલનો બીજો તબક્કો વિશ્વકપની પહેલા તૈયારી માટે આદર્શ મંચ હશે. ભારતીય ટીમને સર્વશ્રેષ્ઠ પ્રકારની તૈયારીઓ કરવામાં મદદ મળશે. આઇપીએલ 2021 ની ફાઇનલ મેચ 15 ઓક્ટોબરે રમાનારી છે. જેના બે દિવસ બાદ એટલે કે 17 ઓક્ટોબરે ટી20 વિશ્વપ શરુ થનાર છે. જે ઓમાન અને યુએઇમાં રમાનાર છે. જેના આયોજક હક્ક બીસીસીઆઇ પાસે છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

IPL 2021 તેના અંતિમ તબક્કામાં

હાલમાં આઇપીએલની 43 મેચ રમાઇ ચુકી છે. જેમાં મોટા ભાગની ટીમો તેમની 11-11 મેચ રમી લીધી છે. હવે આઠેય ટીમો માટે 3-3 મેચોની ટક્કર બાકી રહી છે. જેમાં અંતિમ બે મેચોને બીસીસીઆઇએ એક જ સમયે બે જુદા જુદા સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય લીધો છે. આઇપીએલમાં ઇતિહાસમાં પ્રથમ વાર થઇ રહ્યુ છે. ચેન્નાઇ સુપર કિંગ્સ હાલની સ્થિતી સૌથી આગળ ચાલી રહી છે.

 

આ પણ વાંચોઃ IPL 2021: યુઝવેન્દ્ર ચહલે ટીમ ઇન્ડીયાના પસંદગીકારોને આપ્યો સણસણતો જવાબ, આઇપીએલ દરમ્યાન કર્યુ જબરદસ્ત પ્રદર્શન

આ પણ વાંચોઃ IPL 2021: આજે સિઝનમાં ટોપર ચેન્નાઇ અને તળીયે રહેલી હૈદરાબાદની ટીમની ટક્કર, ધોનીની ટીમ આજે પ્લેઓફ માટે રમશે

Next Article