
ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ત્રીજા નંબરે છે. આઈપીએલમાં ચેન્નાઈ તરફથી રમતી વખતે મુંબઈ સામે ધોનીના બેટમાંથી 586 રન બહાર આવ્યા છે. IPL માં સૌથી વધુ રન બનાવવાના મામલે ધોની આઠમા સ્થાને છે. તેણે 211 મેચમાં 4669 રન બનાવ્યા છે. ધોનીએ આઈપીએલમાં હજુ સુધી સદી ફટકારી નથી. પરંતુ તેના નામે 23 અડધી સદી છે.

ચોથા નંબર પર આ નામ છે, જે હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો મહત્વનો હિસ્સો ગણાતો બેટ્સમેન અંબાતી રાયડુ છે. 576 રન રાયડુના બેટ પરથી આવ્યા હતા. IPL માં સૌથી વધુ રન બનાવવાના મામલે રાયડુ 14 મા સ્થાને છે. તેણે 166 મેચમાં 3795 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 20 અડધી સદી સામેલ છે.

મુંબઈ ઈન્ડીયન્સના કિયરોન પોલાર્ડ પાંચમા નંબરે છે. પોલાર્ડે ચેન્નાઈ સામે રમતી વખતે તેના બેટમાંથી 554 રન લીધા છે. આઈપીએલમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પોલાર્ડ 17 માં નંબરે છે. અત્યાર સુધી તેણે IPL માં કુલ 171 મેચ રમી છે અને 3191 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 16 અડધી સદી ફટકારી છે.