IPL 2021: તારીખોની અનિશ્વિતતા વચ્ચે BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ કહ્યુ, કયારે શરુ થશે ટૂર્નામેન્ટ

|

Jun 10, 2021 | 8:29 AM

કોરોના સંક્રમણને લઇને 29 મેચ રમાયા બાદ IPL ને સ્થગીત કરી દેવામાં આવી હતી. સાથે જ હવે બાકી રહેલી 31 મેચોને ભારતમાં રમાડવાને બદલે UAEમાં રમાડવા માટે નિર્ણય કરાયો હતો.

IPL 2021: તારીખોની અનિશ્વિતતા વચ્ચે BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ કહ્યુ, કયારે શરુ થશે ટૂર્નામેન્ટ
IPL Trophy

Follow us on

IPL 2021 સ્થગીત થયા બાદ બાકીને મેચોને રમાડવાની તારીખોને લઇને હજુ પણ અનિશ્વિતતા વર્તાઇ રહી છે. આ દરમ્યાન હવે BCCI ના ઉપાધ્યક્ષ રાજીવ શુકલા (Rajeev Shukla) એ તારીખોને લઇને અણસાર આપ્યા છે. કોરોના સંક્રમણને લઇને 29 મેચ રમાયા બાદ IPL ને સ્થગીત કરી દેવામાં આવી હતી. સાથે જ હવે બાકી રહેલી 31 મેચોને ભારતમાં રમાડવાને બદલે UAEમાં રમાડવા માટે નિર્ણય કરાયો હતો.

IPLની બાકી રહેલી 31 મેચોને જોરશોર થી પુર્ણ કરવા માટે BCCI કમર કસી રહ્યુ છે. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) સહિત ના ઉચ્ચ અધિકારીઓ ગત સપ્તાહે UAE પહોંચ્યા હતા. IPL ને લઇને તૈયારીઓ માટે ની જરુરી કાર્યવાહી કરી હતી. સાથે જ આઇસીસી અને અમિરાત ક્રિકેટ બોર્ડની સાથે પણ વાટાઘાટો કરી હતી. જ્યાં ઉપાધ્યક્ષ રાજીવ શુકલા પણ સાથે જ હતા.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, શુકલા એ કહ્યુ હતુ કે, IPLનુ આયોજન 15 સપ્ટેમ્બર થી 15 ઓક્ટોબર ની વચ્ચે થશે. જે ટુર્નામેન્ટ T20 વિશ્વકપ (Worl Cup) પહેલા પહેલા રમાશે. જોકે હજુ ICC એ અધિકારીક રીતે તારીખોનુ એલાન કર્યુ નથી. T20 વિશ્વકપના આયોજક હક BCCI પાસે છે. જે ટુર્નામેન્ટ ને પણ UAEમાં શિફ્ટ કરી શકાય છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

જુલાઇમાં કાર્યક્રમ થઇ શકે છે જાહેર

જોકે T20 વિશ્વ કપ ભારતમાં આયોજીત કરવો કે, UAEમાં આયોજીત કરવો તે 28 જૂને નિર્ણય લેવાઇ શકે છે. ભારતમાં હાલમાં કોરોના મહામારીનુ પ્રમાણ વધુ હતુ. જે હાલમાં કેટલાક અંશે પ્રમાણ વર્તાઇ રહ્યુ છે. 18 ઓક્ટોબર થી T20 વિશ્વકપ શરુ થવાની સંભાવના છે. આમ IPL સમાપનના ત્રણ દિવસ બાદ જ શરુ થવાની સંભાવના વર્તાઇ રહી છે. જોકે બુધવારે સ્પષ્ટતા કરી હતી કે, ઘરેલુ અને આઇસીસી ટુર્નામેન્ટ વચ્ચે અંતર અંગે કોઇ નિયમ નથી. અમે જુલાઇમાં જ T20 વિશ્વકપની તારીખ અને સ્થાનનુ એલાન કરીશુ

સમયની સમસ્યા નહી

T20 વિશ્વકપ અને IPL વચ્ચે ઓછો સમયગાળો રહેવાને લઇને પણ ઉપાધ્યક્ષ શુકલાએ જવાબ આપ્યો હતો. શુકલા એ એક સવાલ ના જવાબમાં કહ્યુ હતુ કે, તેનાથી કોઇ સમસ્યા નહી સર્જાય. કારણ કે T20 વિશ્વકપની શરુઆતના તબક્કામાં ટેસ્ટ નહી રમનારા દેશો જ સામેલ હોવાની સંભાવના છે. T20 વિશ્વકપ 2021 માં 16 ટીમો ભાગ લેનારી છે. જેમં 5 ટીમો ટેસ્ટ નહી રમનારા દેશ છે.

Next Article