IPL 2021: એવા પાંચ ખેલાડીઓ કે જે શૂન્ય પર આઉટ થવામાં સૌથી વધુ વાર પોતાનુ નામ નોંધાવી ચુક્યા છે, સૌથી વધુ મુંબઇ અને ચેન્નાઇની ટીમના
IPL 2021: જ્યારે ઈન્ડીયન પ્રીમિયર લીગ (Indian Premier League) માં મોટા સ્કોર કરવામાં આવે છે, તો ઘણા ખેલાડીઓ ખાતું ખોલવા તરસી જતા હોય છે. આજે એવા ખેલાડીઓની વાત કરવામાં આવી છે જેઓ સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થયા છે.
IPL-Batsman Bowld
IPL 2021 શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) વચ્ચેની મેચનો બીજો ભાગ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ બંને ટીમો IPL ના ઇતિહાસમાં સૌથી સફળ ટીમોમાં સામેલ છે. પરંતુ તે પહેલા, ચાલો એવા ખેલાડીઓ વિશે જાણીએ જેઓ ખાતું ખોલાવ્યા વગર IPL માં સૌથી વધુ વખત આઉટ થયા છે. રસપ્રદ બાબત એ છે કે આ યાદીના ટોચના પાંચ નામોમાં માત્ર ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડીયન્સ સાથે જોડાયેલા ખેલાડીઓના નામ છે.
હરભજન સિંહનું નામ આ યાદીમાં ટોચ પર આવે છે. ભજ્જી આઈપીએલમાં મુંબઈ ઈન્ડીયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમ્યા છે. હાલમાં તે કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ છે. જોકે હરભજન બોલર છે પણ સારી બેટિંગ પણ કરી શકે છે. પરંતુ આઈપીએલમાં તે સૌથી વધુ બાદ શૂન્ય પર આઉટ થનાર બેટ્સમેન છે. તેણે અત્યાર સુધીમાં 163 મેચ રમી છે અને 90 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે. આ દરમિયાન તે કોઈ રન બનાવ્યા વગર 13 વખત આઉટ થયો હતો.
વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ બીજા નંબરે આવે છે. તે હમણાં જ નિવૃત્ત થયો છે અને હવે તે મુંબઈ ઇન્ડીયન્સના સપોર્ટ સ્ટાફનો ભાગ છે. પાર્થિવ પટેલ IPL માં ઘણી ટીમો માટે રમ્યો છે. જેમાં મુંબઈ, ચેન્નઈ અને બેંગલુરુના નામનો સમાવેશ થાય છે. તેના નામે 139 મેચ છે અને તેમાંથી તેણે 137 માં બેટિંગ કરી હતી. પાર્થિવ પટેલ પણ આઈપીએલમાં 13 વખત ખાતું ખોલાવી શક્યો નથી.
અજિંક્ય રહાણે ત્રીજા નંબરે આવે છે. તે હાલમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ છે અને તેને પહેલાની જેમ સતત IPL માં મેચ મળતી નથી. રહાણે IPL માં ઘણી ટીમો માટે પણ રમી ચૂક્યો છે. તે રાજસ્થાન રોયલ્સ, પુણે સુપરજાયન્ટ જેવી ટીમો માટે પણ રમી ચૂક્યો છે. IPL માં રહાણેના નામે 151 મેચ છે. તેમાંથી તેણે 141 માં બેટિંગ કરી અને તે પણ 13 વખત ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહ્યો.
અંબાતી રાયડુનું નામ આ યાદીમાં ચોથા નંબરે આવે છે. મુંબઈ ઈન્ડીયન્સ બાદ હવે આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા આ ક્રિકેટરના આંકડા આશ્ચર્યજનક છે. પરંતુ રાયડુનું નામ એવા ખેલાડીઓમાં પણ આવે છે જે મોટાભાગે શૂન્ય પર આઉટ થઈ જાય છે. તેના નામે 166 મેચ છે અને આ દરમિયાન 156 ઇનિંગ્સમાં તે 13 વખત ખાતું ખોલાવ્યા વિના પણ આઉટ થઈ ગયો છે.
આઈપીએલની સૌથી સફળ ટીમના કેપ્ટન રોહિત શર્માના નામે એક અનિચ્છનીય રેકોર્ડ પણ છે. તે આઈપીએલમાં સૌથી વધુ ખાતું ખોલ્યા વગર આઉટ થનારા ખેલાડીઓમાં સામેલ છે. હિટમેન તરીકે જાણીતા રોહિત શર્માએ અત્યાર સુધી 207 IPL મેચ રમી છે અને 202 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે. આમાં, તે 13 વખત શૂન્ય પર આઉટ થયો છે.
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો