
IPL2021 નો હવે અંત આવી ચૂક્યો છે. આ સીઝનના વિજેતા એક દિવસ પછી મળશે. ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) ક્વોલિફાયર-1 માં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે પણ ક્વોલિફાયર-2 માં દિલ્હીને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે દિલ્હીનું પોતાનું પ્રથમ ટાઇટલ જીતવાનું સપનું વિખેરાઈ ગયું. દિલ્હી 2019 થી સતત IPL પ્લેઓફ રમી રહ્યું છે. તે ગયા વર્ષે પણ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ટાઇટલ જીતી શકી નહોતી.

મેચ બાદ દિલ્હીના ખેલાડીઓના ચહેરા ઉદાસ દેખાતા હતા. ટાઇટલ ન જીતવાનું દુઃખ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઇ રહ્યુ હતુ. હાર બાદ ટીમના તમામ ખેલાડીઓ દુઃખી હતા અને તેમના ચહેરા આ વિશે જણાવી રહ્યા હતા. આ તસવીરમાં શ્રેયસ અય્યર, જે ગત સિઝનમાં ટીમનો કેપ્ટન હતો, તે ટીમના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ સાથે છે અને તેને ભેટીને તેનું દુઃખ શેર કરી રહ્યો છે.

આવેષ ખાને આ સિઝનમાં જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું. સૌથી વધુ વિકેટ લેનારાઓની યાદીમાં તે બીજા ક્રમે છે. આ સિઝનમાં રમાયેલી 16 મેચમાં આવેશે 21 વિકેટ પોતાના નામે કરી હતી. ક્વોલિફાયર-2 માં તેણે ચાર ઓવરમાં 22 રન આપીને એક વિકેટ લીધી હતી.

હાર બાદ કેટલાક ખેલાડીઓ દુ:ખી થઇને મેદાન પર સૂઈ ગયા હતા. જે ફોટોમાં જોઈ શકાય છે. દેખીતી રીતે, તેના પ્રથમ ખિતાબની શોધમાં, આટલા નજીક આવવું અને દૂર રહેવું દરેક ખેલાડીને દુખ પહોંચાડે છે.

આ સિઝનની શરૂઆતમાં ઐય્યર ઘાયલ થયો હતો અને તેથી જ પંતને કેપ્ટનશિપની તક મળી હતી. ઐય્યરના પાછા ફર્યા બાદ પણ કેપ્ટનશીપ પાછી મળી નહોતી. આ ફોટોમાં પોન્ટિંગ પોતાના કેપ્ટનને સાંત્વના આપતો જોવા મળી રહ્યો છે.

પંતે તેની કેપ્ટનશીપમાં ટીમ અહીં પહોંચી હતી. બધાએ તેની કેપ્ટન્સીની પ્રશંસા કરી. આનું પરિણામ એ આવ્યું કે જ્યારે વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપ બાદ રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટનપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી ત્યારે ઘણા દિગ્ગજોએ પંતનું નામ ટીમ ઈન્ડીયાના આગામી કેપ્ટનોની યાદીમાં મૂક્યું. આઈપીએલનો ખિતાબ ન જીતવા બદલ પંતને કેટલો અફસોસ છે તે આ ફોટો પરથી સમજી શકાય છે.