IPL 2021: ટૂર્નામેન્ટની 31 મેચ દરમ્યાન 30 હજાર કોરોના ટેસ્ટ કરાશે, આ રીતે બીજા તબક્કામાં કોરાના સામે કરાશે રક્ષણ

|

Sep 08, 2021 | 9:42 PM

કોરાના (Corona Virus) સામે સુરક્ષા માટે મેડિકલની ટીમોને પણ બાયોબબલમાં રાખવામાં આવશે. તેમજ દરેક ત્રીજા દિવસે ખેલાડીઓ અને સ્ટાફનું પરીક્ષણ કરવામાં આવશે.

IPL 2021: ટૂર્નામેન્ટની 31 મેચ દરમ્યાન 30 હજાર કોરોના ટેસ્ટ કરાશે, આ રીતે બીજા તબક્કામાં કોરાના સામે કરાશે રક્ષણ
Hardik Pandya-Krunal Pandya

Follow us on

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) UAEમાં આયોજિત IPL 2021ના ​​બીજા તબક્કાની 31 મેચ દરમિયાન ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને અન્યના 30,000થી વધુ RT-PCR પરીક્ષણો કરશે. આ માટે દુબઈ સ્થિત કંપની VPS હેલ્થકેરને જવાબદારી સોંપવામાં આવી છે. આ કંપનીને ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને ઈમરજન્સી મેડિકલ, સ્પોર્ટ્સ મેડિસિન નિષ્ણાત અને એર એમ્બ્યુલન્સ સેવાઓ પૂરી પાડવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.

 

ખેલાડીઓ કોઈપણ પ્રકારની ઈમરજન્સી સારવાર માટે આઈપીએલના બાયો-બબલમાંથી બહાર નહીં આવે. આ માટે ખેલાડીઓની સાથે તબીબી કર્મચારીઓને પણ બાયો-બબલમાં રાખવામાં આવશે. IPLના બીજા તબક્કા દરમિયાન દર ત્રીજા દિવસે RT-PCR ટેસ્ટ લેવામાં આવશે. ગયા વખતે ટુર્નામેન્ટ UAEમાં રમાઈ હતી, દર પાંચમા દિવસે RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યો હતો.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

 

IPL 2021નો બીજો ભાગ 19 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે. કોરોનાના કેસોને કારણે તેને મે મહિનામાં મુલતવી રાખવામાં આવી હતી. તે સમજી શકાય છે કે IPLમાં ખેલાડીઓ અને અન્ય લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે 100 સભ્યો ધરાવતી ઘણી ટીમોની રચના કરવામાં આવી છે.

 

જેનું કામ કોવિડ -19 મેનેજમેન્ટ અને સ્પોર્ટ્સ મેડિસિનનું હશે. તમામ મેચો માટે દરેક સ્ટેડિયમમાં બે મેડિકલ ટીમો રહેશે. આમાં ડોકટરો, નર્સો, પેરામેડિક્સ અને લેબ ટેકનિશિયન હશે. ખેલાડીઓના આગમન પહેલા VPS હેલ્થકેરે દુબઈ અને અબુ ધાબીની 14 હોટલમાંથી 750 લોકોના સ્ટાફનું પરીક્ષણ કર્યું છે.

 

પ્રતિદીન 2 હજાર ટેસ્ટ કરવાની ક્ષમતા

13 ઓગસ્ટના રોજ કંપનીએ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમોના ખેલાડીઓના ટેસ્ટ શરૂ કર્યા હતા. કંપનીને અપેક્ષા છે કે દર ત્રણ દિવસે ટેસ્ટના નિયમના કારણે આ વર્ષે IPL 2021 દરમિયાન 30 હજાર ટેસ્ટ કરાશે. આઈપીએલમાં દરરોજ 2000 ટેસ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. બાયો બબલને સુરક્ષિત રાખવા માટે ટુર્નામેન્ટના અંત સુધી ખેલાડીઓ સાથે નર્સ અને મેડિકલ સ્ટાફને તે જ 14 હોટલોમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

વીપીએસ હેલ્થકેરના સીઈઓ ડો.શઝીર ગફ્ફરે મીડિયા રીપોર્ટસને જણાવ્યું હતું કે અમારી ટીમ આઈપીએલમાં ભાગ લેવા જઈ રહેલા લોકોની તબીબી જરૂરિયાતોને પૂરી કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. યુએઈએ રોગચાળા દરમિયાન નોન સ્ટોપ રમતોનું આયોજન કરવામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ મુશ્કેલ સમયમાં પણ આ દેશ આંતરરાષ્ટ્રીય રમતો ટુર્નામેન્ટના આયોજન માટે નવા માપદંડ સ્થાપિત કરી રહ્યો છે.

 

આ પણ વાંચોઃ ICC Test Ranking: ઓવલમાં રહેલો હિરો રોહિત શર્મા રેન્કિંગમાં પણ રહ્યો દમદાર, બુમરાહ અને ઠાકુરને પણ ફાયદો

આ પણ વાંચોઃ Shikhar Dhawan Net Worth: શિખર ધવન ભારતના ધનાઢ્ય ‘રઇશ’ ક્રિકેટરોમાં સામેલ છે, જાણો તેની કમાણી

Next Article