IPL 1000th Match: આજે આઈપીએલની 1000 મી મેચ રમાશે, જાણો ટૂર્નામેન્ટની પ્રથમ, 100 અને 500મી મેચનો ઈતિહાસ

|

Apr 30, 2023 | 11:05 AM

MI vs RR, IPL 2023: IPL ની 1000 મી મેચ માટે BCCI દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી હોવાનુ કહેવામાં આવે છે. રોહિત શર્મા અને સંજૂ સેમસન એમ બંને કેપ્ટનને આ પ્રસંગે મોમેન્ટો અર્પણ કરવામાં આવી શકે છે.

IPL 1000th Match: આજે આઈપીએલની 1000 મી મેચ રમાશે, જાણો ટૂર્નામેન્ટની પ્રથમ, 100 અને 500મી મેચનો ઈતિહાસ
IPL 1000th Match today

Follow us on

IPL 2023 માં રવિવારે આજે ડબલ હેડર દિવસ છે. આજે બે મેચ રમાનારી છે. જેમાં પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાનારી છે. જ્યારે બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાનારી છે. બીજી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી છે. એટલ કે મુંબઈના હોમગ્રાઉન્ડડમાં મેચ રમાશે. આ મેચ મુંબઈના કેપ્ટન રોહિત શર્મા માટે ખાસ છે, કારણ કે આજે રોહિત શર્મા પોતાનો જન્મદિવસ મનાવી રહ્યો છે. પરંતુ આ મેચ આ દિવસે વધારે ખાસ બનવા જઈ રહી છે. કારણ કે આઈપીએલની આ 1000મી મેચ છે. જે મેચ મુંબઈ અને રાજસ્થાન રમી રહ્યુ છે. જેને લઈ BCCI એ પણ ખાસ તૈયારીઓ કરી રાખી છે.

વિશ્વની સૌથી મોટી T20 ક્રિકેટ લીગ IPL ઈતિહાસની 1000 મી મેચ એ વિશેષ મુકામ છે. આ મેચને લઈ વિશેષ તૈયારી કરવામાં આવી છે. રોહિત શર્મા અને સંજૂ સેમસનને આઈપીએલના આ ખાસ મુકામનો હિસ્સો બનવાનો યાદગાર મોકો મળશે. બંને કેપ્ટન આ ખાસ મેચ રમનારી ટીમોની આગેવાની કરી રહ્યા હશે. આઈપીએલ ઈતિહાસની પ્રથમ, 100મી અને 500મી મેચ ક્યાં અને ક્યારે રમાઈ હતી અને તેની યાદગાર પળોને પર એક નજર કરીશું.

IPL ની પ્રથમ મેચ

  • ટૂર્નામેન્ટની શરુઆત 2008માં થઈ હતી. પ્રથમ મેચ 18 એપ્રિલ 2008 એ રમાઈ હતી.
  • બેંગ્લુરુમાં રમાયેલી આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ટક્કર થઈ હતી.
  • મેચમાં મેક્કુલમે 13 છગ્ગા અને 10 ચોગ્ગા વડે 73 બોલમાં 158 રન નોંધાવ્યા હતા.
  • કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટ ગુમાવી 222 રન નોંધાવ્યા હતા.
  • RCB માત્ર 82 રન નોંધાવીને જ સમેટાઈ ગઈ હતી અને KKR એ 140 રનથી જીત મેળવી હતી.

IPLની 100 મી મેચ

  • ટૂર્નામેન્ટની શરુઆતના બે વર્ષ બાદ 100મી મેચ રમાઈ હતી.
  • આ મેચમાં RCB અને KKR વચ્ચે ટક્કર થઈ હતી.
  • જોકે દેશમાં સામાન્ય ચુંટણીઓને પગલે ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં આયોજીત કરવામાં આવી હતી.
  • આ મેચ સેન્ચુરીયનમાં રમાઈ હતી.
  • જેમાં બ્રેન્ડન મેક્કુલમે તોફાની બેટિંગ કરતા 64 બોલમાં 84 રન નોંધાવ્યા હતા.
  • KKR એ પ્રથમ બેટિંગ કરતા 173 રન નોંધાવ્યા હતા.
  • RCB એ 6 વિકેટથી આ મેચમાં જીત મેળવી હતી
  • રોસ ટેલરે 33 બોલમાં 81 રન 5 છગ્ગાના દમ પર નોંધાવ્યા હતા.

IPL ની 500મી મેચ

  • 2015માં IPL ની 500મી મેચ રમાઈ હતી.
  • 9મી સિઝનની આ આ ખાસ મેચ મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં રમાઈ હતી.
  • દિલ્હી ડેયરડેવિલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આ મેચ રમાઈ હતી.
  • અજિંક્ય રહાણેએ રાજસ્થાન માટે 54 બોલ રમીને 91 રન નોંધાવ્યા હતા.
  • રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 189 રન નોંધાવ્યા હતા.
  • દિલ્હીએ જવાબમાં 175 રન નોંધાવ્યા હતા, આમ 14 રને રાજસ્થાન જીત્યુ હતુ.

IPL ની 1000મી મેચ

  • વાનખેડેમાં રમાશે 1000મી મેચ
  • MI vs RR વચ્ચે આ મેચ યાદગાર રહેશે.
  • BCCI દ્વારા ખાસ વિશેષ આયોજન 1000મી મેચને લઈ કરાયુ છે.
  • સુત્રોનુ માનવામાં આવે તો 15 મિનિટના કાર્યક્રમનુ આયોજન મેચ પહેલા કરવામાં આવ્યુ છે.

 

પરફેક્ટ Life Partner અંગે કથાકાર જયા કિશોરીએ કહી દીધી મોટી વાત, જુઓ Video
સૂતી વખતે મનને શાંત રાખવા માટે આ 5 ટિપ્સથી થશે ફાયદો
સુપરસ્ટારનો દિકરો બોલિવુડમાં છે ફ્લોપ, જુઓ ફોટો
ઘરમાં આ સ્થાન પર દરરોજ દીવો કરવાથી પૈસાની ક્યારેય નહીં આવે કમી
નાની નાની વાતોમાં આવી જાય છે ગુસ્સો ? જાણો કેવી રીતે વધારવુ Patience Level
અમદાવાદમાં બનશે દેશનો સૌથી ઉંચો 'સિટી સ્ક્વેર', જાણો શું છે તેની વિશેષતાઓ?

આ પણ વાંચોઃ Cheteshwar Pujara Century: ચેતેશ્વર પુજારાએ WTC Final પહેલા જમાવ્યો રંગ, નોંધાવી બીજી સદી

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 11:03 am, Sun, 30 April 23

Next Article