
જ્યારથી મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket) માંથી નિવૃત્તિ લીધી છે ત્યારથી તેના દર્શન ચાહકો માટે ખૂબ જ દુર્લભ છે. તે ચોક્કસપણે વર્ષમાં બે મહિના ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દ્વારા ચાહકોનું મનોરંજન કરતો જોવા મળે છે. સોશિયલ મીડિયા (Social Media) પર તેની હાજરી નહિવત છે. તેની પત્ની સાક્ષી ધોની (Sakshi Dhoni) અવારનવાર તેની તસવીરો કે વીડિયો પોસ્ટ કરે છે. આવી સ્થિતિમાં જ્યારે રિષભ પંતે (Rishabh Pant) તેને ઈન્સ્ટાગ્રામ પર પોતાની સાથે લાઈવ કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે ધોનીએ થોડીક સેકન્ડ માટે પોતાની હાજરી આપી. પરંતુ પછી જે થયું તે જોઈને કોઈ પણ હસવું આવશે.
26 જુલાઈ મંગળવારની રાત ભારતીય ક્રિકેટ ચાહકોને ખુશ કરવા માટે પૂરતી હતી. T20 સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પહોંચેલા રિષભ પંતે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટ શરૂ કરીને ભારતીય ચાહકોને ચોંકાવી દીધા હતા. આ લાઇવ ચેટમાં અનુભવી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ડેશિંગ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav) પણ તેની સાથે જોડાયા હતા. ટીમના સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ પણ એન્ટ્રી કરી અને ત્યાર બાદ ચારેય લાંબા સમય સુધી એકબીજા સાથે વાત કરી અને ફેન્સનું મનોરંજન કર્યું.
આ દરમિયાન રિષભ પંતે કેટલાક ચાહકોના રિએક્શન પણ લીધા અને તેમની સામે પોતાની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી. ભારતીય ચાહકો માટે આ સરપ્રાઈઝ પૂરતું હશે. પરંતુ ખરી રમત થોડા સમય પછી થઈ. એમએસ ધોની (MS Dhoni) ની પત્ની સાક્ષી ફરીથી આ ચેટમાં જોડાઈ. જેણે થોડી જ સેકન્ડોમાં ફોનનો કેમેરો ફેરવી નાખ્યો અને બધાના ચહેરા ચમકી ઉઠ્યા. સ્ક્રીન પર આવેલ ‘માહી ભાઈ’ બધાને પસંદ પડી ગયા. ધોનીને જોઈને ત્રણેય ખેલાડીઓ ખુશ થઈ ગયા અને ધોની પણ હસી રહ્યો હતો. તેણે હાથ મિલાવ્યા અને તેના ભૂતપૂર્વ સાથી ખેલાડીઓને ‘હાઈ’ કહ્યું. પછી પંતે કંઈક એવું કહ્યું કે ધોનીએ ગાયબ થવાનું નક્કી કર્યું. પંતે સાક્ષીને કહ્યું કે માહી ભાઈને થોડો સમય સ્ક્રીન પર રાખો. પરંતુ આ સાંભળતા જ ધોનીએ તરત જ ફોન પર દુર કરી દીધો અને ફોન નીચે પડી ગયો.આ પછી ધોની સ્ક્રીન પર પાછો ન આવ્યો. પરંતુ તેની પ્રતિક્રિયા જોઈને પંત, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ પણ જોરથી હસી પડ્યા.
જો ભારત-વેસ્ટ ઈન્ડિઝ સીરીઝની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે 27 જુલાઈ બુધવારે સીરીઝની ત્રીજી અને છેલ્લી ODI મેચ રમાશે. ટીમ ઈન્ડિયા (Team India) એ પ્રથમ બંને મેચ જીતીને શ્રેણી જીતી લીધી છે અને હવે નજર ક્લીન સ્વીપ પર છે. તો 29 જુલાઈથી બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી શરૂ થશે. આ સીરીઝ સાથે સુકાની રોહિત અને રિષભ પંત ટીમમાં વાપસી કરશે.
Published On - 7:12 am, Wed, 27 July 22