
મિતાલીએ પ્રથમ વન ડે મેચમાં 72 રન અને બીજી વન ડેમાં 59 રન બનાવ્યા હતા. આમ તે ઈંગ્લેન્ડની ધરતી પર 14 વાર 50 કે તેથી વધારે રન કર્યા છે. મિતાલીએ અત્યાર સુધીમાં 40 વન ડે મેચ રમી છે. જેમાં 2 શતક અને અને 12 અર્ધશતક સામેલ છે. આમ તે આ મામલામાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોથી આગળ નિકળી ચુકી છે.

મિતાલી બાદ બીજા ક્રમાંક પર રોહિત શર્મા (Rohit Sharma) છે. જેણે ઈંગ્લેન્ડમાં 24 મેચ રમીને 13 વખત 50 કે તેથી વધુ રન કર્યા છે. જેમાં તેણે 7 શતક અને 6 અર્ધશતક નોંધાવ્યા છે. જેમાં 7માંથી 5 અર્ધશતક વિશ્વકપ 2019 દરમ્યાન તેણે નોંધાવ્યા હતા.

ત્રીજા સ્થાન પર રાહુલ દ્રવિડ (Rahul Dravid) છે. જેમણે 13 વખત 50 કે તેનાથી વધુ રન નોંધાવ્યા છે. દ્રવિડે ઈંગ્લેન્ડમાં 32 વન ડે મેચ રમી છે. આ દરમ્યાન 2 શતક અને 11 અર્ધશતક લગાવ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પણ પાછળ નથી. તેણે ઈંગ્લેન્ડમાં 31 મેચમાં 13 વખત 50 કે તેથી વધારે વખત સ્કોર કર્યો છે. કોહલી ભલે શતક માટે જાણીતો હોય, પરંતુ ઈંગ્લેન્ડમાં માત્ર એક જ વન ડે શતક લગાવી શક્યો છે. જ્યારે 12 અર્ધશતકીય ઈનીંગ રમી છે.

ટીમ ઈન્ડીયાના ઓપનર શિખર ધવન (Shikhar Dhawan) હાલમાં શ્રીલંકા પ્રવાસ માટે કેપ્ટનની ભૂમિકામાં છે. તે ઈંગ્લેન્ડમાં 19 વન ડે મેચ રમી ચુક્યો છે. જેમાંથી તેણે 8 વખત 50નો આંકડો પાર કર્યો છે. જેમાં 4 શતક અને 4 અર્ધશતક સામેલ છે.