Gede Priandana five wickets in an over in T20Is : T20I ક્રિકેટમાં 5 વિકેટ હોલ કરવું દરેક બોલરનું સપનું હોય છે. કારણ કે, 4 ઓવરની સ્પેલમાં આ કારનામું કરવું ખુબ મુશ્કેલ હોય છે. પરંતુ ઈન્ડિનેશિયાના 28 વર્ષના જમણા હાથના ફાસ્ટ બોલર ગેડે પ્રિયંદનાએ એક એવી સિદ્ધિ હાંસલ કરી છે. જે ચમત્કારથી ઓછી નથી. આ ખેલાડીએ એક જ ઇનિંગમાં પાંચ વિકેટ લઈને ક્રિકેટ જગતમાં ધૂમ મચાવી દીધી છે, જેમાં હેટ્રિકનો પણ સમાવેશ થાય છે.
ઈન્ડોનેશિયાની ટીમ હાલમાં કંબોડિયા વિરુદ્ધ 8 મેચની ટી20 સીરિઝ રમી રહી છે. આ સીરિઝની પહેલી મેચ 23 ડિસેમ્બરના રોજ બાલીમાં રમાઈ હતી. જેનું નામ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં બોલાશે. કંબોડિયાએ આ મેચમાં ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ઈન્ડોનેશિયાની ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 167 રન બનાવવામાં સફળ રહી હતી. આ દરમિાન ધર્મ કેસમાએ 110 રનની ઈનિગ્સ રમી હતી. જેમાં 8 ચોગ્ગા અને 6 સિક્સ સામેલ હતી.

જેના જવાબમાં કંબોડિયાની ટીમ 16 ઓવરમાં 107 રન બનાવી ઓલઆઉટ થઈ હતી.આનું સૌથી મોટું કારણ ગેડે પ્રિયંદનાની વિસ્ફોટક બોલિંગ હતી. તેણે એક જ ઓવરમાં પાંચ વિકેટ લઈને આ અનોખી સિદ્ધિ હાંસલ કરી, જે T20I ક્રિકેટના ઇતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બોલર બન્યો. 168 રનનો પીછો કરતા, કંબોડિયાએ 15 ઓવર પછી 5 વિકેટે 106 રન બનાવ્યા હતા, ઇન્ડોનેશિયા 60 રનથી મેચ જીતી હતી
T20 ક્રિકેટ (ઘરેલું સ્તર)માં એક ઓવરમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ અગાઉ બે વાર થઈ છે. બાંગ્લાદેશના અલ-અમીન હુસૈને 2013-14 ના વિક્ટરી ડે T20 કપમાં અને ભારતના અભિમન્યુ મિથુને 2019-20ના સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આ સિદ્ધિ મેળવી હતી. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં આ પહેલી વાર છે.