Asia Cup 2023 : ભારત પાસે મદદ માંગી રહ્યા છે PCB અધ્યક્ષ, જાણો ICCની બેઠકમાં શું થયું

|

Mar 21, 2023 | 10:43 AM

BCCI સેક્રેટરી જય શાહે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય. ટીમ પાકિસ્તાન સાથે ન્યૂટલ વેન્યુ પર રમશે.

Asia Cup 2023 : ભારત પાસે મદદ માંગી રહ્યા છે PCB અધ્યક્ષ, જાણો ICCની બેઠકમાં શું થયું

Follow us on

એશિયા કપ 2023ને લઈને પાકિસ્તાનમાં હલચલ મચી ગઈ છે. પાકિસ્તાન યજમાનીને બચાવવા માટે નિંદ્રાધીન છે. આ સમયે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠી એશિયા કપની યજમાની બચાવવા માંગે છે. આ માટે તે એશિયન ક્રિકેટ કાઉન્સિલના દરેક સભ્યની મદદ માંગી રહ્યા છે. ગયા વર્ષે BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે.

જય શાહના આ નિવેદન બાદથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. શાહે કહ્યું હતું કે, ટીમ પાકિસ્તાન સામે ન્યુટ્લ વેન્યુ પર રમશે. હવે પાકિસ્તાન તેના હાથમાંથી એશિયા કપની યજમાની છીનવી લેવાના ભયનો સામનો કરી રહ્યું છે.

આઈસીસીની બેઠકમાં ઉઠાવવામાં આવ્યો મુદ્દો

દુબઈમાં યોજાયેલી આઈસીસીની બેઠકમાં પણ પાકિસ્તાન યજમાનીને બચાવવા માટે લડતું રહ્યું. ICC અને ACCની બેઠક દુબઈમાં થઈ હતી અને આ બેઠક પાકિસ્તાનની છેલ્લી આશા પણ છે. પીસીબીના અધ્યક્ષ નજમ સેઠીએ પણ બેઠકમાં હાજરી આપી હતી. તે ઘરઆંગણે એશિયા કપ 2023 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના આયોજન માટે લડતા જોવા મળ્યા હતા.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

ભારત સિવાય અન્ય તમામ મદદ

મીટિંગમાં નજમ સેઠીએ એશિયા કપ 2023 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ઘરઆંગણે યોજવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તે પાકિસ્તાનના મામલામાં ભારત સિવાય અન્ય તમામ ACC સભ્યોના સમર્થનની અપેક્ષા રાખે છે. નજમ સેઠીની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની PCB ટીમ બેઠકમાં હાજરી આપવા ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ACC સભ્યોની બેઠક બાદ પાકિસ્તાન બોર્ડ ODI વર્લ્ડ કપ માટે પોતાની ટીમને ભારત મોકલવા કે નહીં તે અંગે નિર્ણય લેશે.

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આયોજન

ભારતમાં આ વર્ષના અંતમાં એટલે કે ઓક્ટોબર અને નવેમ્બરમાં વનડે વિશ્વકપ રમાનારો છે. ક્રિકેટ ની સૌથી મોટી ટૂર્નામેન્ટમાં દુનિયાભરની ક્રિકેટ ટીમો હિસ્સો લેનારી છે. વનડે વિશ્વકપને લઈ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ આ પહેલા પહેલા જ એશિયા કપ 2023 નુ આયોજન થનારુ છે. જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા સહિતની ટીમો હિસ્સો છે.

આ વખતે એશિયા કપ 50-50 ઓવરના ફોર્મેટ મુજબ રમાનાર છે. ભારતીય ટીમ વિના ટૂર્નામેન્ટનો માહોલ જામે નહીં એ સ્વભાવિક છે. બીજી તરફ મોટા ઉપાડે આયોજન સામે રેવન્યુ પણ ભારતની ગેરહાજરીમાં વિશેષ ના થઈ શકે આવામાં પાકિસ્તાન ને આ પોષાય એમ નથી. હવે પાકિસ્તાને ભારત માટે યુએઈમાં મેચના આયોજન કરવામાં આવી શકે છે. સાથે જ ભારત ફાઈનલમાં પહોંચે તો ફાઈનલ મેચનુ આયોજન પણ યુએઈમાં કરવામાં આવી શકે છે.

Next Article