IND vs AUS: સપનુ પુરુ થતા જ સૂર્યકુમાર યાદવે તિરુપતિ બાલાજીના કર્યા દર્શન, પત્નિ સાથે પહોંચ્યો મંદિર

Suryakumar Yadav એ બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ. સૂર્યકમારે ડેબ્યૂ મેચમાં પોતાના અંદાજ મુજબ ખાસ પ્રદર્શન દર્શાવી શક્યો નહોતો.

IND vs AUS: સપનુ પુરુ થતા જ સૂર્યકુમાર યાદવે તિરુપતિ બાલાજીના કર્યા દર્શન, પત્નિ સાથે પહોંચ્યો મંદિર
Suryakumar Yadav visited Tirupati Balaji Temple with his wife
| Edited By: | Updated on: Feb 21, 2023 | 11:43 PM

ભારતીય ક્રિકેટ ટીમનો તોફાની બેટર સૂર્યકુમાર યાદવ પત્નિ સાથે તિરુપતિ બાલાજીના દર્શને પહોંચ્યો છે. સૂર્યાએ તિરુપતિ બાલાજી મંદિરે દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની બે મેચ રમાઈ ચુકી છે. આગામી ત્રીજી ટેસ્ટ પહેલા સપ્તાહ કરતા વધારે સમય હોવાને લઈ ખેલાડીઓને હાલમાં રજા આપવામાં આવી છે. ભારતીય ખેલાડીઓને આગામી 25 ફેબ્રુઆરી સુધી રજા આપવામાં આવી છે. આ દરમિયાન સૂર્યાએ ભક્તિ દર્શનમાં રજાના શરુઆતના દિવસનો ઉપયોગ કર્યો છે.

સૂર્યકુમાર યાદવે વર્તમાન બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ દરમિયાન રેડ બોલ ફોર્મેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. સૂર્યાને નાગપુર ટેસ્ટ દરમિયાન ભારતીય ટીમમાં સ્થાન મળ્યુ હતુ. લાંબા સમયથી સૂર્યાનુ ટેસ્ટ ફોર્મેટમાં સ્થાન મેળવવાનુ સપનુ હતુ. જે પુરુ થયુ હતુ. જોકે તેને દિલ્લી ટેસ્ટમાં બહાર રખાયો હતો. શ્રેયસ અય્યર પરત ફરતા તેને બેન્ચ પર બેસીને સમય પસાર કરવો પડ્યો હતો.

 

 

પત્નિ સાથે તિરુપતિના દર્શને પહોંચ્યો

વ્હાઈટ બોલ ક્રિકેટમાં ખૂબ ધમાલ મચાવનાર ક્રિકેટર સૂર્યકુમાર યાદવ સફેદ કુર્તો અને પાયજામાંમાં સજ્જ થઈને મંદિર પહોંચ્યો હતો. તિરુપતિ બાલાજી મંદિરે દર્શને પહોંચેલ સૂર્યાની સાથે તેની પત્નિ પણ જોવા મળી હતી. પત્નિ પણ લાલ રંગના ડ્રેસથી સજ્જ હતી. સૂર્યા કુમાર યાદવને બાલાજી મંદિર પરિસર વિસ્તારમાં જોઈને ફેન્સ તેની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરવા લાગ્યા હતા.

સૂર્યા અને તેની પત્નિએ બંનેએ તિરુપતિમાં તસ્વીરો પણ લીધી હતી અને અલગ અલગ અંદાજમાં તસ્વીરો સાથે સેલ્ફી પણ લીધી હતી. ભારતીય ટીમ તરફથી મળેલી રજાઓના સદ્દપયોગ કરવા પત્નિ પત્નિની જોડી તિરુપતિ પહોંચી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનુ સપનુ પણ પુરુ થયુ હતુ. આમ યોગ્ય સમયે દર્શનનો લાભ બંનેએ લીધો હતો.

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને 5 દિવસની રજા

હાલમાં ભારતીય ટેસ્ટ ટીમના ખેલાડીઓને 5 દિવસની રજા આપવામાં આવી છે. હવે સીધા જ ઈંદોરમાં ખેલાડીઓને એકઠા થવા માટે કહેવામાં આવ્યુ છે. મીડિયા રીપોર્ટ્સનુસાર મોટાભાગના ખેલાડીઓ પોત પોતાના ઘરે પહોંચ્યા છે. જ્યારે સૂર્યકુમાર યાદવ આ દરમિયાન તિરુપતિ દર્શન કરવા માટે ગયો છે. ટેસ્ટ સિરીઝ વચ્ચે ખેલાડીઓ પાંચ દિવસ પરિવારને સમય આપશે.

Published On - 11:35 pm, Tue, 21 February 23