Shikhar Dhawan એ આયશા મુખર્જી સાથે છૂટાછેડાને લઈ કહ્યુ-સમજ્યા વિચાર્યા વિના કર્યા હતા લગ્ન

ભારતીય ક્રિકેટર શિખર ધવને પોતાના લગ્ન જીવનના તૂટવાને લઈ બતાવ્યુ હતુ કે, તે લગ્ન જીવનમાં ક્યાં નિષ્ફળ રહ્યો હતો. સાથે જ તેણે બીજા લગ્ન કરવાને લઈ ખૂલીને વાત કરી હતી.

Shikhar Dhawan એ આયશા મુખર્જી સાથે છૂટાછેડાને લઈ કહ્યુ-સમજ્યા વિચાર્યા વિના કર્યા હતા લગ્ન
Shikhar Dhawan એ લગ્ન જીવન તૂટવાનુ બતાવ્યુ કારણ
| Edited By: | Updated on: Mar 26, 2023 | 6:14 PM

ભારતીય ક્રિકેટના ઓપનર બેટર શિખર ધવન હાલમાં IPL 2023 ની તૈયારીઓ કરી રહ્યો છે. પંજાબ કિંગ્સનુ સુકાન શિખર ધવન સંભાળી રહ્યો છે. જોકે આ પહેલા તેણે પોતાના લગ્ન જીવને લઈ વાત કરી છે. શિખર ધવન લાંબા સમયથી આયશા મુખર્જી અલગ રહી રહ્યો છે. 2 વર્ષથી તેના લગ્ન જીવનના ભંગાણને લઈ ચર્ચાઓ ખૂબ થઈ છે પરંતુ જોકે શિખર ધવન આ અંગે કોઈ જ વાત કરતો નહોતો. જોકે હવે ગબ્બરે આ મામલામાં મૌન તોડતા વાત કરી હતી. તેણે પોતાના લગ્ન જીવનના ભંગાણને લઈ વાત કરી હતી અને તે તૂટવા પાછળના કારણને બતાવ્યુ હતુ.

શિખર ધવને એક મીડિયા ઈન્ટરવ્યૂમાં આ અંગેની વાતચિત કરી હતી.તેણે એ વાત કહી હતી કે, લગ્નજીવનમાં તેનાથી ક્યાં ચૂક રહી ગઈ. તેણે સંબંધોમાં પોતાનો અનુભવ નહીં હોવાની વાત કહી હતી. સાથે જ ધવને કોઈના પર આંગળીઓ ઉઠાવવાના બદલે લગ્નનો નિર્ણય પોતાનો જ હોવાનુ બતાવ્યુ હતુ. આયશા અને ધવનના લગ્ન વર્ષ 2012માં થયા હતા. આયશાએ ધવન સાથે લગ્ન કરવા અગાઉ પ્રથમ પતિથી છૂટાછેડા લીધા હતા. આયશાની બંને દિકરીઓને શિખરે પોતાનુ નામ આપ્યુ હતુ.

આજે પ્રેમ થાય તો સમજી શકું

લગ્ન જીવનમાં સંબંધનો અનુભવન નહીં હોવાને લઈ શિખર ધવને કહ્યુ હતુ કે, ક્રિકેટમાં આજે જે વાત કરી શકુ છું એ વાત હું 20 વર્ષ પહેલા કરી શક્યો ના હોત. આ બધુ અનુભવને આધારે હોય છે. જ્યારે તે 26-27 વર્ષનો હતો ત્યારે તે સતત ક્રિકેટ રમી રહ્યો હતો, તે કોઈ જ સંબંધોમાં નહોતો. એ ફક્ત મજાક મસ્તી કરતો હતો, પણ જ્યારે પ્રેમ થયો તો એ યુવતીને સમજી ના શક્યો. ધવને કહ્યુ કે, જો આજે તેમને પ્રેમ થાય તો તે સમજી શકે છે.

ક્રિકેટર ધવને પોતાના બીજા લગ્નના સંદર્ભમાં પણ વાત કરી હતી અને કહ્યુ હતુ કે, હવે તેને બધુ સમજ આવી ગયુ છે. જો તે હવે બીજી વાર લગ્ન કરે છે તો, પ્રથમ વાળી ભૂલ નહીં કરે. હવે તે જાણે છે કે, તેને કેવા પ્રકારની યુવતી જોઈએ છે. તેને કોઈ એવી યુવતી જોઈએ છે, જે તેની સાથે પુરી જીંદગી જીવી શકે.

 

 

Published On - 6:12 pm, Sun, 26 March 23