ભારતીય ODI ટીમમાં પસંદગી થનાર રજત પાટીદાર કોણ છે, જુઓ ખેલાડીના આંકડા

|

Oct 06, 2022 | 4:19 PM

યુવા ક્રિકેટર રજત પાટીદાર આજે સાઉથ આફ્રિકા (India Vs South Africa) સામેની ODI મેચમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કરી શકે છે. IPLની છેલ્લી સિઝનમાં પોતાના બેટથી ધૂમ મચાવનાર રજતે તે પછી ડોમેસ્ટિક ક્રિકેટમાં સારો દેખાવ કર્યો હતો.

ભારતીય ODI ટીમમાં પસંદગી થનાર રજત પાટીદાર કોણ છે, જુઓ ખેલાડીના આંકડા
ભારતીય ODI ટીમમાં પસંદગી થનાર રજત પાટીદાર કોણ છે
Image Credit source: Instagram

Follow us on

India Vs South Africa : મધ્યપ્રદેશના આ બેટ્સમેને આ વર્ષે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. 29 વર્ષીય રજત (Rajat Patidar) બાળપણમાં બોલર બનવા માંગતો હતો.રણજી ટ્રોફીની ફાઇનલમાં સદી સહિત તે સિઝનના સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાંનો એક હતો. આ સાથે તેણે આઈપીએલ (IPL)માં બેંગ્લોર તરફ રમ્યો હતો. આ સિવાય તાજેતરમાં ભારત A એ ન્યુઝીલેન્ડ A સામે બે ODI રમી છે. રજત પાટીદાર અત્યાર સુધીમાં 45 લિસ્ટ A (ODI) મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે અંદાજે 35 ની સરેરાશથી 1462 રન બનાવ્યા છે અને 3 સદી ફટકારી છે.

રજત પાટીદારનું જીવન

પાટીદારનો જન્મ 1 જૂન 1993ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તે એક બિઝનેસમેન પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જ્યારે તે 8 વર્ષનો હતો ત્યારે તે એક ક્રિકેટ ક્લબમાં જોડાયો હતો તેણે બોલર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી અને તેના U-15 સ્તર પછી બેટિંગ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તે જમણા હાથનો ટોપ ઓર્ડર બેટર અને ઓફ સ્પિનર છે.

ક્રિકેટરનું કરિયર કેવી રહ્યું

તેણે 2015-16 રણજી ટ્રોફીમાં 30 ઓક્ટોબરના રોજ ડેબ્યું કર્યું હતુ અને 8 જાન્યુઆરી 2018ના રોજ 2017-18 ઝોનલ ટી20 લીગમાં મધ્ય પ્રદેશ માટે ટ્વેન્ટી20માં પદાર્પણ કર્યું હતું.તે 2018-19 રણજી ટ્રોફીમાં મધ્ય પ્રદેશ માટે 8 મેચમાં 713 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. ઓગસ્ટ 2019માં તેને 2019-20 દુલીપ ટ્રોફી માટે ઇન્ડિયા બ્લુ ટીમની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.ફેબ્રુઆરી 2021માં ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલા IPLની હરાજીમાં પાટીદારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા ખરીદવામાં આવ્યો હતો. 25 મે 2022 ના રોજ, 2022 ઇન્ડિયન પ્રીમિયર લીગમાં એલિમિનેટર મેચમાં, પાટીદારે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 49 બોલમાં સદી ફટકારી હતી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

તમને જણાવી દઈએ કે, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 6 ઓક્ટોબરથી ત્રણ મેચની વનડે સીરિઝ રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ લખનૌના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બીજી મેચ રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. સિરીઝની છેલ્લી અને ત્રીજી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.ધવન એન્ડ કંપની પાસે દક્ષિણ આફ્રિકાને વન-ડે સિરીઝ જીતવાથી રોકવાનો મોટો પડકાર છે. આમ ગબ્બર સાઉથ આફ્રિકા સામે વન ડે સિરીઝને જીતવા માટે પુરો દમ લગાવી દેવો પડશે.

Published On - 2:47 pm, Thu, 6 October 22

Next Article