કટ્ટરપંથીઓને મોહમ્મદ શમીના દશેરા પર અભિનંદન આપવાનું પસંદ ના આવ્યુ, ફતવો બહાર પાડવાની ધમકી આપી

|

Oct 06, 2022 | 10:14 AM

કટ્ટરવાદીઓએ શમી વિરુદ્ધ ફતવો બહાર પાડવાની વાત કરી છે. મોહમ્મદ શમી (Mohammed Shami) ને તેના દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટને લઈને આવી ધમકી મળી છે. પોતાના ટ્વિટમાં ભારતના ફાસ્ટ બોલરે હમણાં જ દશેરા (Dussehra) ની શુભેચ્છા સંદેશ લખ્યો છે.

કટ્ટરપંથીઓને મોહમ્મદ શમીના દશેરા પર અભિનંદન આપવાનું પસંદ ના આવ્યુ, ફતવો બહાર પાડવાની ધમકી આપી
Mohammad Shami એ દશેરા નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી

Follow us on

ટીમ ઈન્ડિયા (Team India) ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગઈ છે. પરંતુ, અહીં ટીમ સાથે ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટમાં ન બેઠેલા મોહમ્મદ શમી (Mohammed Shami) કટ્ટરવાદીઓના નિશાના પર આવી ગયો છે. તેમને ધમકીભર્યા મેસેજ મળવા લાગ્યા છે. કટ્ટરવાદીઓએ તેમની સામે ફતવો બહાર પાડવાની વાત કરી છે. શમીને તેના દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટને લઈને આવી ધમકી મળી છે. પોતાના ટ્વિટમાં ભારતના ફાસ્ટ બોલરે હમણાં જ દશેરા (Dussehra) ની શુભેચ્છા સંદેશ લખ્યો છે. પરંતુ, તેમનું આ પ્રકારનું ટ્વિટ કટ્ટરપંથીઓ માટે ઉશ્કેરણીજનક હતું.

જસપ્રીત બુમરાહ ઈજાના કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા બાદ ટીમ ઈન્ડિયામાં તેની જગ્યા લેવાની રેસમાં તે સૌથી આગળ હતો. પરંતુ, હવે ટીમની વિદાય બાદ ધમકી મળવાના આ સમાચારે શમીની મુશ્કેલીઓ વધારી દીધી છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

દશેરાની શુભેચ્છા પાઠવી હતી

શમી પર નિશાન સાધતા કટ્ટરપંથીઓએ શું કહ્યું તે કહેતા પહેલા, દશેરાના અભિનંદન સંદેશવાળી તેની ટ્વિટ જુઓ કે આ ભારતીય બોલરમાં શું લખ્યું છે. શમીએ પોતાના ટ્વીટમાં ભગવાન રામની તસવીર સાથે લખ્યું, “દશેરાના આ પવિત્ર તહેવાર પર, ભગવાન શ્રી રામને પ્રાર્થના છે કે દરેકના જીવનમાં ખુશીઓ અને સફળતા મળે. તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”

 

 

ફતવો બહાર પાડવાની માંગ કરાઈ

હવે શમીના આ ટ્વીટમાં એવું કંઈ નથી જે ઉશ્કેરાઈ શકે. પરંતુ કટ્ટરવાદીઓએ તેને એક મોકો બનાવીને ધમકી આપી છે. તેની સામે ફતવો બહાર પાડવાની માંગ ઉઠી છે. કારણ કે કટ્ટરપંથીઓના મતે દશેરાની શુભેચ્છા પાઠવવી યોગ્ય નથી છે.

 

 

 

શમી ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો નથી. અત્યારે તે પોતાની ફિટનેસ સાબિત કરવામાં વ્યસ્ત છે. જો હવે બધુ બરાબર રહ્યું તો શમી ભારતની વોર્મ-અપ મેચો પહેલા ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ શકે છે.

Published On - 9:56 am, Thu, 6 October 22

Next Article