ભારતીય ક્રિકેટર કેદાર જાદવના પિતા ગૂમ થયા, પોલીસ ફરીયાદ બાદ હાથ ધરાઈ શોધખોળ

ભારતીય ક્રિકેટર કેદાર જાદવના 75 વર્ષિય પિતા મહાદેવ સોપાન જાદવ ગૂમ થયાની જાણકારી સામે આવી છે. કેદારના પિતાને શોધવા માટે પોલીસે કાર્યવાહી શરુ કરી છે. આ માટે આસપાસના વિસ્તારોમાં પણ શોધખોળ શરુ કરાઈ છે.

ભારતીય ક્રિકેટર કેદાર જાદવના પિતા ગૂમ થયા, પોલીસ ફરીયાદ બાદ હાથ ધરાઈ શોધખોળ
Kedar Jadhav father missing
| Edited By: | Updated on: Mar 27, 2023 | 10:41 PM

ભારતીય ક્રિકેટર કેદાર જાદવના પિતા મહાદેવ સોપાન ગૂમ થયાના સમાચાર સામે આવ્યા છે. આ અંગે પૂણેના અંલકાર પોલીસ મથકમાં પિતાના ગૂમ થયાના ફરીયાદ કરવામાં આવી છે. જેને લઈ પૂણે સિટી પોલીસ દ્વારા કેદાર જાદવના 75 વર્ષિય પિતાની શોધખોળ હાથ ધરી છે. કેદાર જાવદ પિતા મહાદેવ સોપાન જાદવ સાથે પૂણેમાં રહે છે. સોમવારે તેણે નોંધાવેલી ફરીયાદ મુજબ તેના પિતા ગૂમ થયા છે. તેઓ કોઈને કહ્યા વિના જ પૂણેમાં આવેલા કોટરુડ રોડ સ્થિત ઘરેથી નિકળી ગયા હતા. પરંતુ તેઓ પરત ઘરે નહીં આવતા કે અન્ય આસપાસના વિસ્તારમાં તેઓ નહીં મળી આવતા આખરે પોલીસને જાણકારી કરાઈ હતી. કેદાર જાદવ અને તેના પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી છે. જોકે તેમના અંગેની કોઈ જ જાણકારી હજુ સુધી મળી શકી નથી.

આ અંગે પૂણે પોલીસે કેદાર જાદવના પિતાની શોધખોળ શરુ કરી દીધી છે. તેઓના સગા સંબંધીઓ સહિતને પણ તેમના ગૂમ થયા અંગેની જાણકારી આપીને પિતા મહાદેવ જાદવની શોધખોળ શરુ કરી છે. પિતા અંગે કોઈ જ પત્તો નહીં લાગતા આખરે પોલીસની મદદ લેવાઈ હતી.

આ પણ વાંચોઃ WPL 2023: આ 3 ભારતીય મહિલા ખેલાડીઓની રમત જ નહીં તેમની ખૂબસૂરતી પર દિવાના રહ્યા ફેન!

પોલીસે શોધખોળ માટે ટીમ રચી

ક્રિકેટર કેદાર જાદવના પિતા ગૂમ થયા એ સમયે તેઓએ ગ્રે રંગનુ પેન્ટ પહેર્યુ હતુ અને સફેદ શર્ટ પહેરેલુ હતુ. જ્યારે પગમાં કાળા ચંપલ અને ચહેરા પર ચશ્મા પહેરેલ હતા. તેમને ચહેરા પર ડાબી બાજુ સર્જરીનુ નિશાન છે. તેઓ મરાઠી બોલે છે અને તેમની પાસે ફોન નહીં હોવાનો ફરીયાદમાં પોલીસ સમક્ષ વર્ણનમાં દર્શાવ્યુ છે. જે મુજબ તેઓના હાથમાં સોનાની બે વિંટીઓ પહેરેલી હોવાનુ પણ બતાવ્યુ છે.

અલંકાર પોલીસ સ્ટેશનના સિનીયર પોલીસ અધિકારી એ મીડિયા રીપોર્ટ્સ મુજબ બતાવ્યુ હતુ કે, સિનીયર પોલીસ ઈન્સ્પેક્ટર રાજેન્દ્ર શહાણેની આગેવાનીમાં એક ટીમની રચના કરવામાં આવી છે. જેમના દ્વારા કેદાર જાદવના વૃદ્ધ પિતાની શોધખોળ શરુ કરી છે. પોલીસે પણ વર્ણન મુજબના વૃદ્ધ વ્યક્તિની જાણકારી મળે તો તુરત જ પોલીસનો સંપર્ક કરવા માટે અપીલ કરી છે.

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 10:30 pm, Mon, 27 March 23