75 વર્ષથી ચાલતી બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝના ઈતિહાસમાં ભારતીય ક્રિકેટ ટીમ 11મી વાર ટેસ્ટ સિરીઝ જીતી છે. છેલ્લા 4 વર્ષમાં ભારતીય ક્રિકેટ ટીમે સતત ચોથી વાર ઓસ્ટ્રેલિયા સામે આ ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી છે. ભારતીય ક્રિકેટ ટીમે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023ની ચાર મેચની સિરીઝમાં 2-1થી જીત મેળવી છે. અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમમાં ગાવસ્કરે ભારતીય ટીમને બોર્ડર ગાવસ્કર ટ્રોફી સોંપી હતી.
શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં ન્યુઝીલેન્ડની જીત અને બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 2-1થી જીત બાદ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 7 થી 11 જૂન દરમિયાન ઓવલ, લંડન ખાતે રમાશે. તેના માટે રિઝર્વ ડે, 12 જૂન રાખવામાં આવ્યો છે. ગયા વર્ષે ન્યુઝીલેન્ડે સાઉથમ્પટનમાં 2021ની ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ભારતને 8 વિકેટે હરાવીને પ્રથમ ટાઇટલ જીત્યું હતું.
Moment to savour 👏👏
This is #TeamIndia 🇮🇳#INDvAUS | @mastercardindia pic.twitter.com/j6ZR8R8fZr
— BCCI (@BCCI) March 13, 2023
Together this pair has troubled some of the best batting line-ups 🤜🏼🤛🏼🔝
They were lethal here in the Border-Gavaskar Trophy as well 👍
A well deserved Joint Player of the series award for these two gentlemen 👏👏#TeamIndia | #INDvAUS pic.twitter.com/bAkLpOY3zi
— BCCI (@BCCI) March 13, 2023
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરમાં 9થી 13 ફેબ્રુઆરી વચ્ચે રમાઈ હતી જેમાં ભારતનો વિજય થયો હતો. બીજી ટેસ્ટ મેચ 17થી 21 ફેબ્રુઆરી વચ્ચે દિલ્હીમાં રમાઈ હતી જેમમાં પણ ભારતીય ટીમનો વિજય થયો હતો. ત્રીજી ટેસ્ટ મેચ 1થી 5 માર્ચ વચ્ચે રમાઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. જ્યારે અંતિમ મેચ 9થી 13 માર્ચ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી, આ મેચ ડ્રો રહી હતી. ભારતીય ટીમે 2023ની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ટેસ્ટ સિરીઝ 2-1થી જીતી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝથી વર્ષ 1947-48થી રમાઈ રહી છે. ભારતીય ટીમ દેશની આઝાદી બાદ પ્રથમ ટેસ્ટ સિરીઝ ઓસ્ટ્રેલિયા સામે જ રમવા પહોંચી હતી. જેમાં તેને હારનો સામનો કરવો પડયો હતો. ત્યારબાદથી જ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ રસપ્રદ ટેસ્ટ સિરીઝની શરુઆત થઈ. આ સિરીઝ માટે એક પછી એક ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાનો અને ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતનો પ્રવાસ કરે છે.
પ્રથમ 7 ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 7માંથતી 6 ટેસ્ટ સિરીઝ જીતી હતી, જ્યારે 1 ડ્રો રહી હતી. વર્ષ 1979માં પહેલીવાર ભારતીય ટીમ 6 ટેસ્ટ મેચની સિરીઝમાં 2-0થી જીતી હતી. વર્ષ 1996માં પહેલીવાર આ સિરીઝનું નામ બોર્ડર ગાવસ્કર ટ્રોફી રાખવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયા અને ભારતના દિગ્ગજ ક્રિકેટરોના સન્માનમાં આ ટેસ્ટ સિરીઝને નવું નામ આપવામાં આવ્યું હતું.
આ ટેસ્ટ સિરીઝના ઈતિહાસમાં ભારત 10 વાર સિરીઝ જીત્યું હતુ અને ઓસ્ટ્રેલિયા 12 વાર સિરીઝ જીત્યું હતુ. જ્યારે 5 વાર સિરીઝ ડ્રો રહી છે. 2023ની ટેસ્ટ સિરીઝની જીત વાર ભારતીય ટીમે 11મી વાર બોર્ડ ગાવસ્કર ટ્રોફી જીતી છે. આ ટેસ્ટ સિરીઝ દરમિયાન ભારતને વીવીએસ લક્ષ્મણ અને હરભજનસિંહ જેવા દિગ્ગજ ખેલાડીઓ મળ્યા હતા. દિગ્ગજ ભારતીય ક્રિકેટ સચિને આ ટેસ્ટ સિરીઝમાં સૌથી વધારે 3,235 રન બનાવ્યા છે. જ્યારે ભારતીય દિગ્ગજ બોલર અનિલ કુંબલે એ સૌથી વધારે 111 વિકેટ લીધી છે.