શ્રીલંકાની મદદ માટે ભારતીય ક્રિકેટ ટીમ 2 મેચોની T20 શ્રેણી રમશે, Asia Cup ને લઈ આવ્યુ મોટુ અપડેટ

એશિયા કપ 2020 (Asia Cup) માં આયોજિત થવાનો હતો પરંતુ કોવિડને કારણે યોજાઈ શક્યો નહોતો. ત્યારબાદ આ ટુર્નામેન્ટનું આયોજન શ્રીલંકા દ્વારા કરવામાં આવ્યું હતું જે આ વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરશે.

શ્રીલંકાની મદદ માટે ભારતીય ક્રિકેટ ટીમ 2 મેચોની T20 શ્રેણી રમશે, Asia Cup ને લઈ આવ્યુ મોટુ અપડેટ
Asia Cup વર્ષ 2020માં યોજાયો નહોતો
| Edited By: | Updated on: May 29, 2022 | 6:08 PM

ભારતીય ખેલાડીઓ હાલમાં IPL માં વ્યસ્ત છે અને ત્યાર બાદ તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરશે. ભારત (Indian Cricket Team) ની સાઉથ આફ્રિકા, આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સાથેની સિરીઝ ફિક્સ છે, પરંતુ હવે તેમાં એક નવી સિરીઝનો ઉમેરો થઈ શકે છે. આ છે શ્રીલંકા સાથેની સિરીઝ. શ્રીલંકાના સ્થાનિક મીડિયા અહેવાલ મુજબ, ભારત શ્રીલંકા (India vs Sri lanka) સાથે બે મેચની T20 શ્રેણી રમશે. આ T20 શ્રેણી ક્યારે યોજાશે તેની સમયમર્યાદા હજી નક્કી કરવામાં આવી નથી, પરંતુ આ શ્રેણી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપ પહેલા અથવા પછી યોજવામાં આવી શકે છે. મીડિયા અહેવાલમાં લખ્યું છે કે, ભારત એશિયા કપ પહેલા કે પછી શ્રીલંકા સાથે બે મેચની T20 સીરીઝ રમવા માટે સહમત થઈ ગયું છે જેથી કરીને ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલી શ્રીલંકાને આર્થિક રીતે ફાયદો થઈ શકે.

સૂત્રોને ટાંકીને, મીડિયા અહેવાલમાં લખવામાં આવ્યું છે, આયોજન મુજબ, આ મેચો એશિયા કપની આસપાસ હશે, અને તે UAE માં પણ રમાઈ શકે છે. સૂત્રએ કહ્યું, અમે બે મેચ માટે સ્થળને અંતિમ રૂપ આપવાની પ્રક્રિયામાં છીએ. પરંતુ સંભવતઃ આ મેચો યુએઈમાં રમાશે.

એશિયા કપ યુએઈમાં યોજાશે

શ્રીલંકા એશિયા કપની યજમાની કરવાનું છે, પરંતુ આ દેશ હાલમાં ગૃહયુદ્ધ અને આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. આવી સ્થિતિમાં શ્રીલંકામાં એશિયા કપ યોજાવાની આશા ઓછી છે. અખબારના અહેવાલમાં સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતીને ધ્યાનમાં લઈએ તો એશિયા કપનું આયોજન યુએઈમાં પણ થઈ શકે છે. એશિયા કપ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી રમાશે. આ એશિયા કપની યજમાની શ્રીલંકાએ કરી હતી. આ એશિયા કપ 2020 માં યોજાવાનો હતો પરંતુ કોવિડને કારણે થઈ શક્યો નહીં. પરંતુ શ્રીલંકાની વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા આ શક્ય જણાતું નથી.

અગાઉ પણ છેલ્લે પ્રવાસ કર્યો હતો

આ પહેલીવાર નથી જ્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ શ્રીલંકાને મદદ કરવા માટે શ્રેણીનું આયોજન કરશે. આ અગાઉ ગયા વર્ષે જુલાઈમાં પણ આવું જ બન્યું હતું અને ભારતે તેની બીજા સ્તરની ટીમ શ્રીલંકા મોકલી હતી કારણ કે મુખ્ય ખેલાડીઓની બનેલી ટીમ તે સમયે ઈંગ્લેન્ડમાં હતી. કોવિડના એ મુશ્કેલ સમયમાં ભારતે શ્રીલંકા સાથે વન-ડે અને ટી-20 સિરીઝ રમી હતી.પહેલી વન-ડે સિરીઝ રમવાની હતી પરંતુ પછી બંને દેશો ટી20 સિરીઝ માટે પણ સહમત થયા હતા.

Published On - 6:06 pm, Sun, 29 May 22