IND vs AUS: ભારતીય ટીમ પત્તાના મહેલની માફક ધરાશાયી, ઓસ્ટ્રેલિયા સામે રાખ્યો 118 રનનો ટાર્ગેટ, સ્ટાર્કની 5 વિકેટ

|

Mar 19, 2023 | 4:15 PM

India Vs Australia 2nd ODI Innings Report: ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી, ભારતીય ટીમ બીજી વનડે મેચમાં શરુઆતથી જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.

IND vs AUS: ભારતીય ટીમ પત્તાના મહેલની માફક ધરાશાયી, ઓસ્ટ્રેલિયા સામે રાખ્યો 118 રનનો ટાર્ગેટ, સ્ટાર્કની 5 વિકેટ
Team India સસ્તામાં ઓલઆઉટ

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની વનડે સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પિચની સ્થિતી જોઈને ઓસ્ટ્રેલિયાએ ભારતને બેટિંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. ભારતીય ટીમ પત્તાના મહેલની માફક જ ધરાશાયી થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાની અડધી ટીમ 50 રનનો સ્કોર નોંધાવ્યા પહેલા જ સમેટાઈ ગઈ હતી. મિશેલ સ્ટાર્કે ભારતની 5 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયા માત્ર 117 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. આમ ઓસ્ટ્રેલિયા સામે આસાન સ્કોર કર્યો હતો.

મુંબઈ બાદ વિશાખાપટ્ટનમ વનડે મેચ પણ લો સ્કોરીંગ રહી છે. મુંબઈમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા માત્ર 188 રનના સ્કોરમાં જ સમેટાઈ ગઈ હતી. બાદમાં ભારતને માટે મુંબઈમાં શરુઆત મુશ્કેલ રહી હતી. લક્ષ્ય પાર કરવુ મુશ્કેલ રહ્યુ હતુ, પરંતુ કેએલ રાહુલની બેટિંગ ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.

પત્તાના મહેલની માફક ધરાશાયી

ટીમ ઈન્ડિયાના બેટરો આજે પણ ફ્લોપ રહ્યા હતા. મુંબઈ વનડેમાં 188 રનના આસાન લક્ષ્યને પાર કરવા માટે ટીમ ઈન્ડિયા સંઘર્ષ કરી રહી હતી. 39 રનમાં જ ભારતે 4 વિકેટ પ્રથમ વનડેમાં ગુમાવી દીધી હતી. વિશાખાપટ્ટનમમાં પણ આ જ સ્થિતીનુ પુનરાવર્તન થયુ હતુ અને માત્ર 49 રનના સ્કોરમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. 32 થી 49 રનના સ્કોર સુધી પહોચવા સુધીમાં જ ભારતે 4 વિકેટ ગુમાવી દીધી હતી. પ્રથમ ઓવરમાં જ ભારતે ત્રીજા બોલે ત્રણ રનના ટીમ સ્કોર પર ઓપનર શુભમન ગિલની વિકેટ ગુમાવી દીધી હતી.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

કોહલીએ નોંધાવ્યા 31 રન

રોહિત અને કોહલીએ સ્થિતી સંભાળવાનો પ્રયાસ કર્યો જે, નિષ્ફળ રહ્યો હતો. વિરાટ કોહલીએ 31 રન નોંધાવ્યા હતા, તેણે 35 બોલનો સામનો કર્યો હતો. શુભમન ગિલ (શૂન્ય રન, 2 બોલ), રોહિત શર્મા (13 રન, 15 બોલ), સૂર્યકુમાર યાદવ (શૂન્ય રન, 1 બોલ), કેએલ રાહુલ (09 રન, 12 બોલ)અને હાર્દિક પંડ્યા (1 રન, 3 બોલ)સહિતના મહત્વના ખેલાડીઓ સસ્તામાં આઉટ થઈ પેવેલિયન પરત ફર્યા હતા. સૂર્યાકુમારે સતત બીજી વનડેમાં ગોલ્ડન ડક વિકેટ ગુમાવી હતી. રવિન્દ્ર જાડેજા 39 બોલનો સામનો કરીને 16 રન નોંધાવી પરત ફર્યો હતો.

અક્ષર પટેલ અમનમ રહ્યો હતો. તેણે 29 બોલનો સામનો કરીને 29 રન નોંધાવ્યા હતા. કોહલી બાદ ભારતીય ટીમ તરફથી રવિવારની વનડેમાં બીજો સૌથી મોટો સ્કોર હતો. અક્ષરે આ દરમિયાન 2 છગ્ગા અને 1 ચોગ્ગા ફટકાર્યા હતો. કુલદીપ યાદવે 4 રન 17 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. શમી અને સિરાજ બંને શૂન્ય રનમાં જ પરત ફર્યા હતા.

Published On - 3:56 pm, Sun, 19 March 23

Next Article