આઇસીસી Champions Trophy માં ભારતે 8 સિઝન પૈકી 2 વાર જીત મેળવી હતી, જાણો ટૂર્નામેન્ટની મહત્વની બાબતો

|

Jun 02, 2021 | 5:17 PM

ICC દ્રારા આયોજીત વન ડે વિશ્વકપ (ODI World Cup) સૌથી વધુ આકર્ષણ ધરાવે છે. પરંતુ ત્યાર બાદ ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) નો પણ ચાહકોના આકર્ષણ પર એટલો જ દમ છે. ચેમ્પિયન્સ ટ્રોફીને મીની વર્લ્ડકપ તરીકે પણ ચાહકો ઓળખતા હોય છે. 1998 માં ICC નોકઆઉટ ટૂર્નામેન્ટ (ICC Knock Out Tournament ) તરીકે ઓળખવામા આવતી હતી.

આઇસીસી Champions Trophy માં ભારતે 8 સિઝન પૈકી 2 વાર જીત મેળવી હતી, જાણો ટૂર્નામેન્ટની મહત્વની બાબતો
ICC Champions Trophy 2013

Follow us on

ICC દ્રારા આયોજીત વન ડે વિશ્વકપ (ODI World Cup) સૌથી વધુ આકર્ષણ ધરાવે છે. પરંતુ ત્યાર બાદ ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) નો પણ ચાહકોના આકર્ષણ પર એટલો જ દમ છે. ચેમ્પિયન્સ ટ્રોફીને મીની વર્લ્ડકપ તરીકે પણ ચાહકો ઓળખતા હોય છે. 1998 માં ICC નોકઆઉટ ટૂર્નામેન્ટ (ICC Knock Out Tournament ) તરીકે ઓળખવામા આવતી હતી. જેને વર્ષ 2002માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી નામ આપવામાં આવ્યુ હતુ. ટીમ ઇન્ડીયા (Team India) 8 સિઝન પૈકી 2 વખત ટ્રોફી પોતાને નામ કરી ચુકી છે.

સૌ પ્રથમ વખત ટૂર્નામેન્ટનુ આયોજન બાંગ્લાદેશમાં કરવામાં આવ્યુ હતુ. જેમાં 9 ટીમો એ ભાગ લીધો હતો. સૌ પ્રથમ વખત રમાયેલી આ ટ્રોફીને દક્ષિણ આફ્રિકાએ જીતી હતી. જેની સામે ફાઇનલમાં વેસ્ટઇન્ડીઝની ટીમ હતી. અગાઉ દર બે વર્ષે રમાતી ટૂર્નામેન્ટ 2009 બાદ પ્રતિ ચાર વર્ષે આયોજીત થવા લાગી હતી. એટલે કે 2013 માં ત્યાર બાદની સિઝન રમાઇ હતી. જ્યારે છેલ્લે 2017માં ટૂર્નામેન્ટ આયોજીત થઇ હતી.

વર્ષ 2025 માં ચેમ્પિયન્સ ટ્રોફી ફરીથી આયોજીત થશે. 2013માં જ ટુર્નામેન્ટને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ 2017 માં તેની આગળની સિઝન આયોજીત કરાઇ હતી. 2018માં ફરી એક વાર ટૂર્નામેન્ટને રદ કરવાનો નિર્ણય આઇસીસી દ્રારા કરવામાં આવ્યો હતો. તેમજ પ્રતિ બે વર્ષે આયોજીત થતી વિશ્વ 20-20 ચેમ્પિયન્સશીપમાં બદલવા નિર્ણય કરાયો હતો. જોકે હવે ફરી એકવાર 2021માં ચેમ્પિયન્સ ટ્રોફીની શરુઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે 2025 માં રમાશે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

 

ચેમ્પિયન ટ્રોફીમાં વિજેતા ટીમો

1. વર્ષ 1998 દક્ષિણ આફ્રિકાવેસ્ટઇન્ડીઝ ને ઢાકામાં 4 વિકેટે હાર આપી હતી
2. વર્ષ 2000 ન્યુઝીલેડભારત ને 4 વિકેટે નૈરોબીમાં હાર આપી હતી
3. વર્ષ 2002 ભારત અને શ્રીલંકા ને સંયુક્ત વિજેતા જાહેર કરાયા હતા
4. વર્ષ 2004 વેસ્ટઇન્ડીઝે 2 વિકેટે ઇંગ્લેંડ ને લંડનમાં હરાવ્યુ હતુ.
5 વર્ષ 2006 ઓસ્ટ્રેલીયા એ 8 વિકેટે વેસ્ટઇન્ડીઝ ને મુંબઇમાં હાર આપી હતી
6 વર્ષ 2009 ઓસ્ટ્રેલીયા એ 6 વિકેટે ન્યુઝીલેન્ડ સામે સેન્ચુરીયનમાં જીત મેળવી હતી
7 વર્ષ 2013 ભારત 5 વિકેટે ઇંગ્લેંડ સામે બર્મીંઘહામ વિજેતા થયુ હતુ
8 વર્ષ 2017 પાકિસ્તાનભારત સામે લંડનમાં 180 રને જીત મેળવી હતી.

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી હાઇલાઇટ

1. ભારત અને ઓસ્ટ્રેલીયા 2-2 વાર વિજેતા રહ્યા છે
2. વેસ્ટઇન્ડીઝ, ભારત અને ઇંગ્લેંડ આ ત્રણેય ટીમો 2 વાર ફાઇનલ મેચ હારી ચુક્યા છે.
3. ઇંગ્લેંડ. ઝીમ્બાબ્વે, બાંગ્લાદેશ, આયરલેન્ડ અને અફઘાનિસ્તાન આ પાંચ દેશ ટ્રોફી જીતી શક્યા નથી
4. શ્રીલંકા એક માત્ર એવી ટીમ છે કે, જે આયોજક દેશ હોવા સાથે 2002માં વિજેતા બની હતી.
5. ભારતીય ટીમ 29 પૈકી 18 મેચ જીત્યુ છે. જ્યારે ફક્ત 8 મેચ હાર્યુ છે. ભારતની 3 મેચ ટાઇ રહી હતી.
6. ઝીમ્બાબ્વે એ ટુર્નામેન્ટમાં તેની રમેલી તમામ 9 મેચ હાર્યુ છે.
7. ક્રિસ ગેઇલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ 791 રન ધરાવે છે.
8. નાથન એસ્ટલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં 145* સૌથી વધુ વ્યક્તિગત રનનો રેકોર્ડ ધરાવે છે.
9. કાઇલ મિલ્સ સૌથી વધુ 28 વિકેટ ધરાવે છે.
10. 2017 ની અંતિમ સિઝનમાં વિજેતા ટીમને 2.2 મિલીયન ડોલરનો પુરસ્કાર મળ્યો હતો

Next Article