
IND-W vs SL-W T20 live Score: મહિલા એશિયા કપ 2022 ની ફાઈનલ મેચ આજે સિલ્હટ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાવાની છે. ભારતની નજર રેકોર્ડ 7માં ટાઇટલ પર હશે. બીજી તરફ શ્રીલંકા (Sri Lanka) પ્રથમ વખત આ ટ્રોફી જીતવા માંગશે. બંને ટીમોની ફાઇનલમાં સામસામે રમાયેલી મેચોમાં ભારતે આ ટીમને ચાર વખત હરાવીને ટ્રોફી જીતી છે. હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur)ના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાની નજર આજે ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન કરવા પર રહેશે. શ્રીલંકાએ ભારતને જીતવા માટે 66 રનનો ટાર્ગેટ આપ્યો છે
મહિલા એશિયા કપની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને આઠ વિકેટે હરાવ્યું. ટીમ ઈન્ડિયા સતત સાતમી વખત ચેમ્પિયન બની છે. બંને ટીમ પાંચ વખત એશિયા કપની ફાઇનલમાં આમને-સામને આવી છે અને દરેક વખતે ભારતે શ્રીલંકાને હરાવ્યું છે. ભારતે આ ટુર્નામેન્ટ સૌથી વધુ સાત વખત જીતી છે, જ્યારે શ્રીલંકાની ટીમ પાંચમી વખત ફાઇનલમાં હારી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ભારત સામે 66 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ટીમ ઈન્ડિયાએ બે વિકેટ ગુમાવીને તેને હાંસલ કરી લીધો હતો.
Women’s Asia Cup Final. India Women Won by 8 Wicket(s) https://t.co/r5q0NTVLQC #INDvSL #AsiaCup2022
— BCCI Women (@BCCIWomen) October 15, 2022
66 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે પાવરપ્લેમાં બે વિકેટ ગુમાવીને 42 રન બનાવી લીધા હતા. સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરી છે. તે 32 રન બનાવીને રમી રહી છે. તે જ સમયે હરમનપ્રીત કૌર છ રન બનાવીને ક્રિઝ પર છે. ભારતીય ટીમ જીતની ખૂબ નજીક છે. સાત ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટે 52 રન છે.
ભારતને બીજો ઝટકો જેમિમા રોડ્રિગ્સના રૂપમાં લાગ્યો છે. જેમિમા 2 રન બનાવીને કવિશા દિલહારીના હાથે આઉટ થઈ હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતરી છે.
66 રનના નાના સ્કોરનો પીછો કરતા ભારતે શાનદાર શરૂઆત કરી હતી. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની જોડી ઝડપથી રન બનાવી રહી છે અને હવે ટૂંક સમયમાં ટ્રોફી ઉપાડવાના મૂડમાં છે. ત્રણ ઓવર પછી ભારતનો સ્કોર વિના નુકશાન 25 રન છે.
66 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતની બેટિંગ શરૂ થઈ ગઈ છે. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ક્રિઝ પર છે. બંને સાવધાનીપૂર્વક બેટિંગ કરી રહ્યા છે અને બે ઓવર પછી ભારતનો સ્કોર કોઈ નુકસાન વિના 11 રન છે.
એશિયા કપ 2022ની ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે ટીમ ઈન્ડિયા સામે માત્ર 66 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. શ્રીલંકાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 65 રન જ બનાવી શકી હતી. શ્રીલંકા તરફથી ઈનોકા રણવીરા 18 રન બનાવી અણનમ રહી હતી. ભારત તરફથી રેણુકા સિંહે 5 રનમાં 3 વિકેટ લીધી હતી. રાજેશ્વરી ગાયકવાડ અને સ્નેહ રાણાને બે-બે વિકેટ મળી હતી.
સ્નેહ રાણાએ સુગંધિકા કુમારીને આઉટ કરીને શ્રીલંકાને 9મો ઝટકો આપ્યો છે. કુમારી 24 બોલમાં 6 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. હવે એચિનિ કુલસૈયા બેટિંગ કરવા ઉતરી છે.
શ્રીલંકા ઓલઆઉટની નજીક, 50ની અંદર નવમી વિકેટ ગુમાવી
ભારતીય ટીમે ફાઇનલમાં શ્રીલંકાને બેક ફૂટ પર ધકેલી દીધું. શ્રીલંકાની ટીમ 15 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 40 રન જ બનાવી શકી હતી.
રાજેશ્વરી ગાયકવાડે રણસિંઘેને બોલ્ડ કરીને શ્રીલંકાને 8મો ઝટકો આપ્યો હતો. શ્રીલંકાએ 32 રનમાં 8મી વિકેટ ગુમાવી હતી. રાણાસિંઘે 13 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી.
જો શ્રીલંકાની મહિલા ટીમના 10 ઓવર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો ટીમની હાલત ખૂબ જ ખરાબ હતી. આ દરમિયાન ટીમે 10 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 26 રન બનાવ્યા હતા. જે ખૂબ જ ખરાબ સ્કોર છે.
જો પાવર પ્લેમાં શ્રીલંકાના પ્રદર્શનની વાત કરીએ તો આ દરમિયાન ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. શ્રીલંકાએ પાવર પ્લેમાં 5 વિકેટ ગુમાવીને માત્ર 16 રન બનાવ્યા હતા. આવી શરૂઆતથી એ સરળતાથી જાણી શકાય છે કે ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે.
મલ્શ શહનીના રૂપમાં શ્રીલંકાને સાતમો ઝટકો લાગ્યો છે. સ્નેહ રાણાના બોલ પર મલ્શા ખાતુ ખોલાવ્યા વગર જ કેચ આપી બેઠી હતી. સુગંધા કુમારી 9મા નંબર પર બેટિંગ કરવા ઉતરી છે.
શ્રીલંકાની ટીમે 16 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. રેણુકાની છઠ્ઠી ઓવરમાં કવિશા દિલહારી શોટ ચૂકી ગઈ અને બોલ સ્ટમ્પ સાથે અથડાયો. કવિશાએ 6 બોલમાં 1 રન બનાવ્યો હતો
રાજેશ્વરી ગાયકવાડે નીલાક્ષી ડી સિલ્વાને આઉટ કરીને શ્રીલંકાને છઠ્ઠો ઝટકો આપ્યો છે. નિલાક્ષી આઠ બોલમાં માત્ર 6 રન બનાવી શકી હતી. હવે મલ્શ શહનીની બેટિંગ કરવા ઉતરી છે.
શ્રીલંકાને કવિશા દિલહારીના રૂપમાં પાંચમો ઝટકો લાગ્યો છે. દિલહારી રેણુકા સિંહના બોલ પર 1 રન બનાવીને આઉટ થઈ
શ્રીલંકાની અડધી ટીમ 16 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી ગઈ છે. રેણુકા સિંહે ત્રણ વિકેટ લીધી છે. તેણે કવિશા દિલહારીને ક્લીન બોલિંગ કરીને શ્રીલંકાને પાંચમો ઝટકો આપ્યો હતો. કવિશાએ 6 બોલમાં એક રન બનાવ્યો હતો. પાવરપ્લેમાં શ્રીલંકાએ પાંચ વિકેટ ગુમાવીને 16 રન બનાવ્યા હતા.
શ્રીલંકાની શરુઆત ખુબ ખરાબ થઈ છે. અત્યારસુધી શ્રીલંકાની 4 વિકેટ પડી ગઈ છે. 4 ઓવરમાં જ પાકિસ્તાનની 4 વિકેટ પડી જતા ટીમ મુશ્કેલીમાં મુકાય છે. જ્યારે ભારત જીતની તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે.
રેણુકા સિંહે પહેલા બોલ પર હસીની પરેરાને આઉટ કરી હતી, આમ શ્રીલંકાને ચોથો ઝટકો લાગ્યો છે.હસીના પરેરાના રૂપમાં શ્રીલંકાને ચોથો ઝટકો લાગ્યો હતો. પરેરા રેણુકા સિંહના બોલ પર ખાતું ખોલાવ્યા વિના જ સ્મૃતિ મંધાનાના હાથે કેચ આઉટ થઈ હતી. કવિશા દિલહારી છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા ઉતરી છે.
અનુષ્કા સંજીવનીના રૂપમાં શ્રીલંકાને ત્રીજો ઝટકો લાગ્યો છે. અનુષ્કા ચોથી ઓવરમાં પૂજા વસ્ત્રાકરના થ્રો પર રનઆઉટ થઈ ગઈ હતી. હસીના પરેરા પાંચમા નંબર પર બેટિંગ કરવા આવી છે.
રેણુકા સિંહે ભારતને બીજી સફળતા અપાવી, હર્ષિતા સમરવિક્રમા આઉટ
હર્ષિતા સમરવિક્રમા ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતરી
ભારતને પ્રથમ સફળતા રન આઉટના રૂપમાં મળી હતી. કેપ્ટન અટાપટ્ટુ શોટ રમીને રન લેવા માંગતી હતી, પરંતુ તેને સાથી ખેલાડીનો સાથ મળ્યો ન હતો અને તે 6 રન બનાવીને આઉટ થઈ હતી
Women’s Asia Cup Final. WICKET! 2.4: Chamari Athapaththu 6(12) Run Out Renuka Singh, Sri Lanka Women 8/1 https://t.co/r5q0NTEIOC #INDvSL #AsiaCup2022
— BCCI Women (@BCCIWomen) October 15, 2022
રેણુકા સિંહે બીજી ઓવરમાં ચાર રન આપ્યા હતા. રેણુકાએ બીજા બોલ પર અટાપટ્ટુ સામે એલબીડબ્લ્યુની અપીલ કરી હતી પરંતુ બોલ બેટ સાથે અથડાતાં અમ્પાયરે આઉટ આપ્યો ન હતો. ઓવરના છેલ્લા બોલ પર અટાપટ્ટુએ બેકવર્ડ પોઈન્ટ પર બાઉન્ડ્રી ફટકારી હતી.
2જી ઓવર બાદ શ્રીલંકાનો સ્કોર કોઈપણ નુકશાન વગર 7/0 પર છે. 2જી ઓવરના છેલ્લા બોલ પર ચમારીએ ચોગ્ગો ફટકાર્યો હતા. રેણુકા સિંહે બીજી ઓવરમાં પહેલા 5 બોલ ફેક્યા હતા. છેલ્લા બોલ પર ચમારીએ ઓફ સાઈડ પર શાનદાર ફોર ફટકારી હતી.
દીપ્તિ શર્માએ પ્રથમ ઓવરમાં શાનદાર બોલિંગ કરતી વખતે માત્ર ત્રણ રન આપ્યા હતા. રેણુકા સિંહ બીજી ઓવર ફેંકી રહી છે. શ્રીલંકાના બેટ્સમેન બાઉન્ડ્રીની શોધમાં છે.
🏆
The two captains are all smiles ahead of the summit clash!😊 😊
Time for LIVE action! 👊
Follow the match ▶️ https://t.co/r5q0NTVLQC #TeamIndia | #AsiaCup2022 | #INDvSL
📸 Courtesy: Asian Cricket Council pic.twitter.com/Hv5gi8ZbSn
— BCCI Women (@BCCIWomen) October 15, 2022
શ્રીલંકાના કેપ્ટન ચમારી અને અનુષ્કા સંજીવની બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવી છે. ભારત તરફથી દીપ્તિ શર્મા પ્રથમ ઓવર ફેંકી રહી છે.
આ મેચ બાંગ્લાદેશમાં SICS ગ્રાઉન્ડ 1 પર રમાશે. SICS મેદાનની પિચમાં સ્પિનરોને વધુ મદદ મળે છે. બીજી તરફ બેટ્સમેનોને મુશ્કેલી પડશે. જ્યારે 130 સુધીનો સ્કોર થઈ શકે છે.
હરમનપ્રીત કૌરે પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે, રાધા યાદવને બદલે દયાલન હેમલતાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Women’s Asia Cup Final. Srilanka XI: C Athapaththu (c), H Madavi, H Perera, N de Silva, K Dilhari, A Sanjeewani (wk), M Shehani, O Ranasinghe, S Kumari, I Ranaweera, A Kulasuriya. https://t.co/r5q0NTEIOC #INDvSL #AsiaCup2022
— BCCI Women (@BCCIWomen) October 15, 2022
🚨 Team News 🚨
Here’s our Playing XI for the #AsiaCup2022 Final 🔽
Follow the match ▶️ https://t.co/r5q0NTVLQC #TeamIndia | #INDvSL pic.twitter.com/2PXvduZEsC
— BCCI Women (@BCCIWomen) October 15, 2022
Women’s Asia Cup Final. Srilanka won the toss and elected to bat. https://t.co/r5q0NTEIOC #INDvSL #AsiaCup2022
— BCCI Women (@BCCIWomen) October 15, 2022
ભારત અને શ્રીલંકાએ મહિલા એશિયા કપ 2022માં એકબીજા સામે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં શ્રીલંકાને 41 રને હરાવ્યું હતું.
Published On - 12:38 pm, Sat, 15 October 22