
ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હારી ગયું. ઓસ્ટ્રેલિયાએ ખિતાબી મુકાબલામાં 209થી હરાવ્યું હતું. ભારતની આ સતત બીજી હાર છે. છેલ્લી ફાઈનલમાં ન્યુઝીલેન્ડે ભારતનું સપનું તોડી નાખ્યું હતું. 2 વર્ષ સુધી સતત લડ્યા પછી પણ મેચ હારી ગયા. આ હારથી દરેક ચાહકોનું દિલ તૂટી ગયું હતું. ટીમ પણ ઘણી નિરાશ છે, પરંતુ તે હાર માની રહી નથી, તે ફરીથી નવી સફર શરૂ કરવાની તૈયારી કરી રહી છે.
સતત બે મહિના સુધી IPL અને પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વ્યસ્ત શેડ્યૂલમાંથી ફ્રી થયા બાદ ભારતીય ખેલાડીઓને આરામ કરવા માટે થોડો સમય મળશે. થોડા દિવસોના આરામ બાદ ખેલાડીઓ ફરીથી આગામી 6થી 7 મહિના સુધી વ્યસ્ત થઈ જશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ ભારતે આ મહિને કોઈ મેચ રમવાની નથી.
આ પણ વાંચો : ચીનની પોલીસે Lionel Messiની અટકાયત, શું છે બેઈજિંગ એરપોર્ટ પરથી સામે આવેલા વીડિયોનું સત્ય ?
આગામી મહિને ટીમ ઈન્ડિયા વેસ્ટઈન્ડિઝ માટે રવાના થશે. જ્યાં તે 2 ટેસ્ટ, 3 વનડે અને 3 ટી 20 મેચની સિરીઝ રમશે. ભારતીય ટીમ અમેરિકામાં 2 એક્સ્ટ્રા ટી 20 મેચ પણ રમી શકે છે. આ સીરિઝ ભારત માટે ખુબ મહત્વની સાબિત થઈ શકે છે. કારણ કે, ટેસ્ટ ચેમ્પિયનની ફાઈનલની હાર બાદ ટેસ્ટ ટીમમાં ફેરફાર દેખાય શકે છે. જ્યારે વનડે સિરીઝન ભારત વર્લ્ડ કપની તૈયારીની રીતે જોશે.