
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રીજી વનડે સિરિઝ ભારતે જીતી લીધી છે અને ભારતીય ટીમે ઝિમ્બાબ્વેને ક્લિન સ્વીપ કર્યા છે. આવેશ ખાને છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર ન્યુચીને બોલ્ડ કરીને ઝિમ્બાબ્વેની ઈનિંગ્સનો અંત લાવ્યો હતો અને ભારતને 13 રને જીત અપાવી હતી. આ સાથે ભારતે ત્રણ મેચની વનડે શ્રેણી 3-0થી જીતી લીધી છે.
આવેશ ખાને છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર ન્યુચીને બોલ્ડ કરીને ઝિમ્બાબ્વેની ઈનિંગ્સનો અંત લાવ્યો હતો અને ભારતને 13 રને જીત અપાવી હતી. આ સાથે ભારતે ત્રણ મેચની વનડે શ્રેણી 3-0થી જીતી લીધી છે.
49મી ઓવરના ચોથા બોલ પર રઝા આઉટ થયો છે. શુભમનગિલે લોન્ગ ઓફ પર ડાઈવ મારી શાનદાર કેચ ઝડપી લીધો છે અને રઝાને પેવેલિયન મોકલી દીધો.
48મી ઓવરના છેલ્લા બોલ પર આવેશ વિકેટ લેવામાં સફળ રહ્યો. તેને ઈવાન્સને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ઈવાન્સે રઝાની સાથે 104 રનની ભાગીદારી કરી. આવેશના બોલ પર તે LBW થયો.
રઝાએ પોતાની સદી પુરી કરી લીધી છે. રઝાની આ છઠ્ઠી વનડે સદી છે. તેને 47મી ઓવરના પ્રથમ બોલ પર એક રન લઈને આ સદી પુરી કરી છે. રઝા પોતાની ટીમને જીતની નજીક લઈ જઈ રહ્યો છે અને ભારત માટે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે.
રઝા અને ઈવાન્સની અડધી સદીની ભાગીદારી ભારત અને ઝિમ્બાબ્વેની ત્રીજી વનડે મેચમાં નોંધાઈ ચૂકી છે. આ ભાગીદારી ભારત માટે ચિંતાનો વિષય બની ચૂકી છે.
41મી ઓવરના પાંચમાં બોલ પર ઈવાન્સના ભાગે ફોર આવી પણ તેમાં દીપક ચાહરનું યોગદાન રહ્યું, જેમાં થર્ડમેન પર મિસફિલ્ડ કરી દીધી અને ઈવાન્સને ચાર રન મળી ગયા.
40મી ઓવર નાખનારા બોલર અક્ષર પટેલે કડક બોલિંગ કરી અને રઝાને એક પણ રન ના લેવા દીધો અને ઠાકુરની છેલ્લી મોંઘી ઓવરની ભરપાઈ કરી.
રજાએ 39મી ઓવરના બીજા બોલ પર બે રન લઈને પોતાની અડધીસદી પૂરી કરી. તેમની આ સિરિઝમાં પ્રથમ અડધીસદી છે.
કુલદીપ યાદવે ભારતને વધુ એક સફળતા અપાવી છે. 36મી ઓવરના પાંચમાં બોલ પર તેમને જોન્ગવેની વિકેટ ઝડપી લીધી છે. શુભમન ગિલે જોન્ગવેનો કેચ ઝડપી લીધો હતો.
દિપક ચાહરે 33મી ઓવરના પહેલા જ બોલ પર રિયાન બર્લેને આઉટ કર્યો. બર્લે મિડ-ઓન પર દીપકના બોલને ફટકારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે સફળ થઈ શક્યો નહીં અને ત્યાં ઉભેલા ધવને તેનો કેચ પકડી લીધો.
31મી ઓવર બાદ ઝિમ્બાબ્વેનો સ્કોર 142 રન થયો છે અને 5 વિકેટ ગુમાવી છે. હાલમાં પણ ઝિમ્બાબ્વેને જીતવા માટે 114 બોલમાં 148 રનની જરૂર છે. ત્યારે ભારતે 8 વિકેટ ગુમાવીને 289 રન બનાવ્યા છે અને જીતવા માટે 290 રનનો ટાર્ગેટ આપ્યો છે.
દિપક ચહરની ઓવરના પ્રથમ બોલ પર રજાએ મિડવિકેટ પર સિક્સર ફટકારી, ત્યારબાદ આ ઓવરના ચોથા બોલ પર પણ તેમને ફોર ફટકારી.
કુલદીપે 28મી ઓવરના પહેલા જ બોલ પર ભારતને સફળતા અપાવી. ઈજા બાદ મેદાન પર પરત ફરેલા કાઈટાનોને આઉટ કર્યો. કાઈટાનો કુલદીપની ગુગલી પકડી ન શક્યો અને ચૂકી ગયો. ઈશાન કિશને તરત જ તેને સ્ટમ્પ કર્યો.
23 ઓવર રમાઈ ચૂકી છે અને ઝિમ્બાબ્વેએ 103 રન બનાવ્યા છે અને ત્રણ વિકેટ ગુમાવી છે.
ભારતીય ટીમને વધુ એક સફળતા હાથ લાગી છે. વિલિયમ્સની સાથે મોટી ભાગીદારી નોંધવાનારા મુનયોંગાની પણ વિકેટ લીધી છે અને તેને પેવેલિયનનો રસ્તો બતાવવામાં આવ્યો છે.
અક્ષર પટેલે ભારતને વધુ એક સફળતા અપાવી છે. તેમને મનુયોંગા અને વિલિમ્યસની ભાગીદારી તોડી દીધી છે. 17મી ઓવરના ચોથા બોલ પર તેમને વિલિયમ્સને આઉટ કર્યો.
ઝિમ્બાબ્વેએ ડ્રિંક્સ સુધી 14 ઓવરમાં એક વિકેટે 66 રન બનાવ્યા હતા. સીન વિલિયમ્સ 37 બોલમાં 38 રન રમી રહ્યો છે. 6 ચોગ્ગા માર્યા. ટીમને હજુ 36 ઓવરમાં 224 રન બનાવવાના છે.
ઝિમ્બાબ્વેની બેટિંગ શરૂઆતની ઓવરોમાં વર્ચસ્વ ધરાવતી અને લગભગ દરેક ઓવરમાં બાઉન્ડ્રી લેતી હોય તેવું લાગતું હતું પરંતુ કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુરે સંયુક્ત રીતે રનને કાબૂમાં લીધા હતા.
ઝિમ્બાબ્વેના 50 રન 11મી ઓવરમાં પૂરા થયા હતા. ટીમે અત્યાર સુધીમાં 1 વિકેટ ગુમાવી છે. 12 ઓવર પછી એક વિકેટના નુકસાન પર સ્કોર 56 રન છે. મુન્યોંગા 4 અને સીન વિલિયમ્સ 29 રન પર રમી રહ્યા છે.
ઝિમ્બાબ્વેનો સ્કોર એક વિકેટના નુકસાને 50 રનને પાર કરી ગયો છે.
10 ઓવર બાદ ઝિમ્બાબ્વેનો સ્કોર 49/1 મુન્યોંગા 23 બોલમાં 27 રન વિલિયમ્સ 13 બોલમાં 2 રન બનાવી ક્રિઝ પર છે
કાઈટેનો ઈજા થતાં મેદાનની બહાર (રિટાયર્ડ હર્ટ) છે. જો જરૂર પડે તો જ્યારે પણ વિકેટ પડે ત્યારે તે બેટિંગ કરવા આવી શકે છે. તેણે અત્યાર સુધી 15 બોલમાં 12 રન બનાવ્યા છે.
6 ઓવર બાદ ઝિમ્બાબ્વેનો સ્કોર 36/1 છે
5 ઓવર બાદ ઝિમ્બાબ્વેનો સ્કોર 27/1 છે
ચોથી ઓવરના બીજા બોલ પર શોન વિલિયમ્સે ચોગ્ગો ફટકાર્યો હતો.
દીપક ચહરે ભારતને પ્રથમ સફળતા અપાવી છે. તેણે કૈયાને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. દીપકે ત્રીજી ઓવરનો ત્રીજો બોલ કૈયાના પેડ પર માર્યો અને ટીમ ઈન્ડિયાએ અપીલ કરી પરંતુ અમ્પાયરે આઉટ ન આપ્યો. ભારતે એક રિવ્યુ લીધો જેમાં કૈયા આઉટ જાહેર થયો
બીજી ઓવર લાવનાર અવેશ ખાને પણ શાનદાર બોલિંગ કરી અને આ ઓવરમાં માત્ર 1 રન આપ્યો. બે ઓવર પછી ઝિમ્બાબ્વેનો સ્કોર વિના નુકશાન ત્રણ રન છે.
ભારત તરફથી બોલિંગની શરૂઆત કરનાર દીપક ચહરે પ્રથમ ઓવરમાં જ શાનદાર બોલિંગ કરી હતી. તેણે આ ઓવરમાં માત્ર બે રન આપ્યા છે.
ઝિમ્બાબ્વેની ઇનિંગ્સ શરૂ થઈ ગઈ છે. તેને જીતવા માટે 290 રનની જરૂર છે. ભારત તરફથી દીપક ચહર બોલિંગની શરૂઆત કરી રહ્યો છે.
ભારતે ત્રીજી વનડેમાં ઝિમ્બાબ્વેને 290 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ટીમે 8 વિકેટે 289 રન બનાવ્યા હતા. શુભમન ગિલે સદી અને ઈશાન કિશને અડધી સદી ફટકારી હતી.
શાર્દુલ ઠાકુરના રૂપમાં ભારતને આઠમો ઝટકો લાગ્યો છે. બ્રાડ ઇવાન્સે તેને ન્યુચીના હાથે કેચ કરાવ્યો હતો. તેણે છ બોલમાં નવ રન બનાવ્યા હતા. આ સાથે ઈવાન્સે આ મેચમાં પોતાની પાંચ વિકેટ પૂરી કરી લીધી છે. તેણે પ્રથમ વખત વનડેમાં પાંચ વિકેટ લીધી છે.
શુભમન ગિલ ઇનિંગ્સની 50મી ઓવરમાં આઉટ થયો હતો. તેણે 97 બોલમાં 130 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વેમાં વનડેમાં ભારતીયનો આ સર્વોચ્ચ સ્કોર છે. તેણે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો. તેણે 127 રન બનાવ્યા હતા. તેણે 15 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા.
ગિલે આ ઇનિંગ સાથે સચિનને પાછળ છોડી દીધો છે. સચિનના નામે ઝિમ્બાબ્વેમાં ભારત માટે વનડેમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ હતો જે આજે ગીલે તોડી નાખ્યો છે. સચિને 1996માં 127 રનની ઇનિંગ રમી હતી, ગિલ તેને પાછળ છોડી ગયો છે.
ભારતને છઠ્ઠો ઝટકો લાગ્યો છે. અક્ષર પટેલ આઉટ થયો છે.
સંજુ સેમસનના રૂપમાં ભારતને પાંચમો ઝટકો લાગ્યો છે. 15 રન બનાવીને સંજુ કેચ આઉટ થયો હતો. તેણે 13 બોલમાં બે સિક્સરની મદદથી 15 રન બનાવ્યા હતા. 46 ઓવર પછી ભારતનો સ્કોર પાંચ વિકેટે 256 રન છે.
ભારતનો સ્કોર ચાર વિકેટે 250 રનને પાર કરી ગયો છે. શુભમન ગિલ 112 અને સંજુ સેમસન નવ રન બનાવીને રમી રહ્યા છે.
શુભમન ગિલે 82 બોલમાં ODI કારકિર્દીની પ્રથમ સદી પૂરી કરી હતી. 12 ચોગ્ગા માર્યા. આ તેની 9મી વનડે છે. તેણે 3 અડધી સદી પણ ફટકારી છે.
A brilliant CENTURY for @ShubmanGill 👏👏
His maiden 💯 in international cricket.
Well played, Shubman 💪💪#ZIMvIND pic.twitter.com/98WG22gpxV
— BCCI (@BCCI) August 22, 2022
દીપક હુડ્ડા મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. તે એક રન બનાવીને ફાસ્ટ બોલર બ્રાડ ઈવાન્સનો શિકાર બન્યો હતો. 4 વિકેટે 227 રન ઈવાન્સે અત્યાર સુધીમાં 3 વિકેટ ઝડપી છે.
ભારતને ચોથો ઝટકો 227 રનના સ્કોર પર લાગ્યો છે. દિપક હુડ્ડા 1 રન બનાવી પેવેલિયન પહોંચ્યો હતો
ઈશાન કિશન રન આઉટ થયો અને ટીમ ઈન્ડિયાએ 224 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી. તેણે 61 રનમાં 50 રન બનાવ્યા હતા.
આ દરમિયાન ઈશાન કિશને પણ 61 બોલમાં સિરીઝની પોતાની પ્રથમ અડધી સદી પૂરી કરી હતી. 6 ચોગ્ગા માર્યા. તેણે ગિલ સાથે અણનમ સદીની ભાગીદારી કરી છે.
ભારતનો સ્કોર બે વિકેટના નુકસાને 200 રનને પાર કરી ગયો છે. ગિલ અને કિશન વચ્ચે સદીની ભાગીદારી થઈ છે અને બંને બેટ્સમેન શાનદાર લયમાં જોવા મળી રહ્યા છે. 42 ઓવર બાદ ભારતે બે વિકેટે 224 રન બનાવ્યા હતા. ઈશાન કિશન 50 અને શુભમન ગિલ 97 રન બનાવી ક્રિઝ પર છે.
શુભમન ગિલે 40મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
ટીમ ઈન્ડિયાના 200 રન 40મી ઓવરના પહેલા બોલ પર પૂરા થઈ ગયા. 2 વિકેટે 210 ઓવર પછી સ્કોર. 10 ઓવર રમવાની બાકી છે. શુભમન ગિલ 87 અને ઈશાન કિશન 46 રન બનાવીને રમી રહ્યા હતા.
ઈશાન કિશને 40મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો
ભારતીય ટીમે 199 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. 39 ઓવર પછી સ્કોર 2 વિકેટે 193 રન છે. ગિલ 81 અને ઈશાન 41 રને રમી રહ્યા છે.
39મી ઓવરના ચોથા બોલ પર શુભમન ગિલે ચોગ્ગો ફટકાર્યો હતો.
37મી ઓવર બાદ ભારતનો સ્કોર 182/2 પર પહોંચ્યો છે. ઈશાન કિશન 49બોલમાં 35 રન અને શુભમન ગિલે 60 બોલમાં 71 રન બનાવી ક્રિઝ પર છે.
શુભમન ગિલે 51 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે અત્યાર સુધી પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા છે. વનડે ક્રિકેટમાં આ તેની ચોથી ફિફ્ટી છે. આ સાથે ભારતનો સ્કોર પણ બે વિકેટના નુકસાને 170ને પાર કરી ગયો છે.
શુભમન ગિલે સિરીઝની બીજી અડધી સદી ફટકારી હતી. તેણે 51 બોલમાં 50 રન પૂરા કર્યા. 6 ચોગ્ગા માર્યા. સિરીઝની પ્રથમ મેચમાં પણ તેણે અણનમ 82 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 35મી ઓવરમાં 150 રન પૂરા કર્યા. 2 વિકેટે 150 રન. ઈશાન કિશન પણ 23 રન બનાવીને રમી રહ્યો છે.
ત્રીજી વિકેટ માટે શુભમન ગિલ અને ઈશાન કિશન વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ છે. બંને બેટ્સમેન ક્રિઝ પર સરળતાથી રન બનાવી રહ્યા છે. ભારતનો સ્કોર બે વિકેટે 150 રનને પર પહોંચી ગયો છે. ગિલ 46 અને કિશન 22 રને રમી રહ્યા છે.
30 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 130 રન છે. શુભમન ગિલ 42 અને ઈશાન કિશન 12 રન બનાવીને રમી રહ્યા છે. ગિલે સિરીઝની પ્રથમ મેચમાં પણ અણનમ અડધી સદી ફટકારી હતી.
કિશનને 27મી ઓવરના પાંચમા બોલ પર જીવનદાન મળ્યું હતું. કિશને વિલિયમ્સનો બોલ સામે રમ્યો હતો પરંતુ વિલિયમ્સ પોતાના જ બોલ પર કેચ પકડી શક્યો ન હતો અને કિશન આઉટ થતા બચી ગયો હતો.
28 ઓવર પછી ભારતનો સ્કોર 120/2 છે
ટીમ ઈન્ડિયાએ 26 ઓવર પછી એક વિકેટે 116 રન બનાવી લીધા છે. ઈશાન કિશન 33 બોલમાં 31 રન અને શુભમન ગિલ 18 બોલમાં 7 રન બનાવી ક્રિઝ પર છે ભારતનો સ્કોર 116/2
ભારતનો સ્કોર બે વિકેટના નુકસાને 100ને પાર કરી ગયો છે. ઈશાન કિશન અને શુભમન ગિલ ક્રિઝ પર છે. ઓપનિંગ જોડીના આઉટ થયા બાદ ગિલ શાનદાર લયમાં બેટિંગ કરી રહ્યો છે. જોકે, ઈશાન કિશને ધીમી શરૂઆત કરી છે.
ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો લાગ્યો છે. ધવન 68 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો હતો. 5 ચોગ્ગા માર્યા. ફાસ્ટ બોલર બ્રાડ ઈવાન્સે અત્યાર સુધી પડી ગયેલી બંને વિકેટો મેળવી છે. 2 વિકેટે 84 રન. શુભમન ગિલ અને ઈશાન કિશન ક્રિઝ પર છે.
ભારતની બીજી વિકેટ શિખર ધવનની પડી હતી. શિખર ધવન 40 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.
ભારતને પહેલો ફટકો કેએલ રાહુલના રૂપમાં લાગ્યો છે. રાહુલે બ્રેડ ઈવાન્સની બોલ પર કટ શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના બેટની અંદરની કિનારી સાથે અથડાઈને સ્ટમ્પ પર વાગ્યો અને તે બોલ્ડ થઈ ગયો. રાહુલે 46 બોલમાં એક ચોગ્ગો અને એક સિક્સરની મદદથી 30 રન બનાવ્યા હતા. શિખર ધવન સાથે શુભમન ગિલ ક્રિઝ પર છે. 16 ઓવર પછી ભારતનો સ્કોર એક વિકેટના નુકસાને 64 રન છે.
IND vs ZIM Live Score : રઝા તરફથી શાનદાર ઓવર નાખવામાં આવી. ઇનિંગ્સની 16મી ઓવર નાખનાર સિકંદર રઝાએ શાનદાર બોલિંગ કરી હતી. રઝાની ઓફ સ્પિન સામે ધવન માત્ર એક રન લઈ શક્યો હતો. રઝાએ તેને આખી ઓવર દરમિયાન બાંધી રાખ્યો હતો.
IND vs ZIM લાઇવ સ્કોર: રાહુલ આઉટ ભારતે તેની પ્રથમ વિકેટ ગુમાવી છે. કેએલ રાહુલ આઉટ થયો છે. ઇવાન્સે 15મી ઓવરના છેલ્લા બોલ પર રાહુલને બોલ્ડ કર્યો હતો. રાહુલે બોલને પંચ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના બેટની અંદરની કિનારી લઈને સ્ટમ્પ સાથે અથડાયો.
કેએલ રાહુલે 11મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. બ્રેડ ઇવાન્સનો બોલ ઓફ-સ્ટમ્પ પર હતો, જેને રાહુલ સરળતાથી ચોગ્ગો ફટકાર્યો હતો
પાવરપ્લેમાં ભારતે કોઈપણ નુકસાન વિના 41 રન બનાવ્યા છે. લોકેશ રાહુલ અને શિખર ધવનની જોડી શાનદાર રમી રહી છે અને બંને લાંબી ભાગીદારી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કેએલ રાહુલ અને શિખર ધવને સારી શરૂઆત કરી છે. બંને બેટ્સમેન સાવચેતીપૂર્વક બેટિંગ કરી રહ્યા છે અને મોટી ભાગીદારી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંનેએ મળીને 10 ઓવરમાં 41 રન બનાવ્યા છે.
કેએલ રાહુલ અને શિખર ધવને સારી શરૂઆત કરી છે. બંને બેટ્સમેન સાવચેતીપૂર્વક બેટિંગ કરી રહ્યા છે અને મોટી ભાગીદારી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંનેએ મળીને સાત ઓવરમાં 27 રન બનાવ્યા છે. આ દરમિયાન શિખર ધવનને પણ જીવનદાન મળ્યું છે.
શિખર ધવનને જીવનદાન મળ્યું છે. સાતમી ઓવરના પાંચમા બોલ પર તેને જીવનદાન મળ્યું હતું. પોઈન્ટ પર ઉભેલા ખેલાડીએ ધવનનો સીધો કેચ છોડ્યો હતો. ધવને કટ કર્યો અને બોલ સીધો ફિલ્ડરના હાથમાં ગયો જે કેચ ન લઈ શક્યો.
ઝિમ્બાબ્વેના બોલરોએ ત્રીજી અને ચોથી ઓવરમાં સારી બોલિંગ કરી હતી અને ધવન-રાહુલની જોડીને બાઉન્ડ્રી ફટકારવાની તક આપી ન હતી.
ઝિમ્બાબ્વે સામેની વનડે સિરીઝની ત્રીજી મેચમાં ભારતની બેટિંગ શરૂ થઈ ગઈ છે. કેપ્ટન કેએલ રાહુલે શિખર ધવન સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. ભારતે 6ઠ્ઠી ઓવરમાં કોઈપણ નુકશાન વિના 22 રન બનાવી લીધા છે
3 ઓવર બાદ ભારતનો સ્કોર 16/0 છે. શિખર ધવન 14 બોલમાં 14 રન અને રાહુલ 4 બોલમાં 2 રન બનાવી ક્રિઝ પર છે
2 ઓવર બાદ ભારતનો સ્કોર 14/0 છે. શિખર ધવન 13 અને રાહુલ 1 રન બનાવી ક્રિઝ પર છે
શિખર ધવને બીજી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો છે. શિખર ધવનનો આજની મેચનો ત્રીજો ચોગ્ગો છે,
શિખર ધવન 6 બોલમાં 8 રન અને કે એલ રાહુલ 1 બોલમાં 1 રન પર ક્રિઝ પર છે
કેએલ રાહુલ અને શિખર ધવન સતત બીજી મેચમાં ઓપનર તરીકે ઉતર્યા હતા. ધવન અને ગિલ પ્રથમ મેચમાં ઉતર્યા હતા. બંનેએ અણનમ અડધી સદી ફટકારી હતી અને ટીમને 10 વિકેટે મોટી જીત અપાવી હતી.
ફાસ્ટ બોલર ઈજા બાદ લાંબા સમય બાદ વાપસી કરી રહ્યો હતો. તેણે પ્રથમ વન-ડેમાં 3 વિકેટ ઝડપી હતી અને તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. પરંતુ તેને બીજી વનડેમાં આરામ આપવામાં આવ્યો હતો. ફરી એકવાર તેમને તક મળી છે. તે એશિયા કપ પહેલા તેની ગતિ પાછી મેળવવા માંગશે.
ફાસ્ટ બોલર અવેશ ખાનને T20 એશિયા કપ માટે 15 સભ્યોની ટીમમાં જગ્યા મળી છે. આવી સ્થિતિમાં તેઓ ટૂર્નામેન્ટ છેલ્લી મેચથી તૈયારીને વધુ મજબૂત કરવા ઈચ્છશે. સિરીઝની પ્રથમ બે મેચમાં તેને તક મળી ન હતી.
3RD ODI. Zimbabwe XI: T Kaitano, I Kaia, S Williams, T Munyonga, S Raza, R Chakabva (c & wk), R
Burl, L Jongwe, B Evans, V Nyauchi, R Ngarava. https://t.co/X4aLV48hJ8 #ZIMvIND— BCCI (@BCCI) August 22, 2022
ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ-11માં 2 ફેરફાર કર્યા છે. દીપક ચહર અને અવેશ ખાનને તક આપવામાં આવી છે. કૃષ્ણા અને મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે.
કેપ્ટન કેએલ રાહુલે સતત ત્રીજી મેચમાં ટોસ જીત્યો હતો. તેણે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. લક્ષ્યનો પીછો કરતી ટીમે પ્રથમ 2 મેચ જીતી છે.
3RD ODI. India won the toss and elected to bat. https://t.co/X4aLV48hJ8 #ZIMvIND
— BCCI (@BCCI) August 22, 2022
ભારતીય ટીમ સીરિઝ જીતી ચૂકી છે અને આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પોતાના કેટલાક એવા ખેલાડીઓને તક આપી શકે છે જેઓ હજુ પણ બેન્ચ પર બેઠા છે. આવી સ્થિતિમાં અવેશ ખાન, શાહબાઝ અહેમદ, રાહુલ ત્રિપાઠી, ઋતુરાજ ગાયકવાડને તક મળી શકે છે.
ભારતે ઝિમ્બાબ્વે સામેની 3 વનડે સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતે પ્રથમ વનડે 10 વિકેટે જીતી હતી જ્યારે બીજી વનડે 5 વિકેટે જીતી હતી. હવે ત્રીજી વનડે જીતીને ભારતીય ટીમ ક્લીન સ્વીપ કરવાનો પ્રયાસ કરશે.
Published On - 12:14 pm, Mon, 22 August 22