IND VS ZIM: 5 ખેલાડીઓને ડ્રોપ કરીને ટીમ તૈયાર કરશે રાહુલ, કોણ થશે ટીમની બહાર?

|

Aug 17, 2022 | 9:34 PM

ભારત અને ઝિમ્બાબ્વે (India vs Zimbabwe) વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ ગુરુવારથી શરૂ થઈ રહી છે. કેએલ રાહુલ કેપ્ટન છે અને પ્લેઈંગ ઈલેવન શું હશે તે એક મોટો સવાલ છે.

IND VS ZIM: 5 ખેલાડીઓને ડ્રોપ કરીને ટીમ તૈયાર કરશે રાહુલ, કોણ થશે ટીમની બહાર?
KL Rahul

Follow us on

ઈંગ્લેન્ડને ઘરઆંગણે ઝટકો, વેસ્ટ ઈન્ડિઝે પણ ઘરઆંગણે હરાવી. હવે ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે પહોંચી ગઈ છે જ્યાં તેને ત્રણ મેચની વનડે સિરીઝ રમવાની છે. ભારતીય ટીમ ગુરુવારે પહેલી વનડેમાં ઝિમ્બાબ્વે (India vs Zimbabwe) સામે ટકરાશે. આ મેચ હરારેમાં યોજાશે. ટીમની કમાન કેએલ રાહુલના (KL Rahul) હાથમાં છે, જે આઈપીએલ બાદ પહેલી વખત કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમશે. રાહુલને ઈજા થઈ અને પછી તેને કોવિડ પણ થઈ ગયો. પરંતુ હવે તે ફિટ છે અને તે ટીમની કેપ્ટનશીપ કરશે. હવે સવાલ એ છે કે કેએલ રાહુલ પહેલી વનડેમાં કયા 11 ખેલાડીઓને તક આપશે.

ભારતની પ્લેઈંગ ઈલેવન શું હશે?

ઝિમ્બાબ્વે સામે કેપ્ટન કેએલ રાહુલ ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. તેની સાથે શિખર ધવન ક્રિઝ પર જશે. પરંતુ છેલ્લી સિરીઝમાં શુભમન ગિલે ઓપનિંગ કરી હતી, પરંતુ હવે તે મિડલ ઓર્ડરમાં રમી રહ્યો હોવાનું માનવામાં આવે છે. ત્રીજા નંબર પર રાહુલ ત્રિપાઠી રમી શકે છે. રિપોર્ટ મુજબ ત્રિપાઠીનું વનડે ડેબ્યુ કરવામાં આવી શકે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વિકેટકીપર તરીકે સંજુ સેમસન અને ઈશાન કિશન વિકલ્પ છે પરંતુ એકને જ તક મળશે. મિડલ ઓર્ડરમાં ઇશાન કિશન માટે રમવું મુશ્કેલ છે, તેથી સંજુ સેમસન વિકેટકીપિંગની જવાબદારી સંભાળી શકે છે. દિપક હુડ્ડા છઠ્ઠા નંબર પર ઉતરી શકે છે. ઓલરાઉન્ડરની વાત કરીએ તો અક્ષર પટેલ આ ભૂમિકા નિભાવી શકે છે.

બોલિંગ યુનિટમાં કોણ-કોણ?

ભારત ચાર રેગ્યુલર બોલરો સાથે જઈ શકે છે. જેમાં સૌથી મહત્વનું નામ દીપક ચહરનું હશે. ઈજાના કારણે ચહર છેલ્લા 6 મહિનાથી ક્રિકેટ રમી શક્યો ન હતો અને હવે તે પરત ફર્યો છે. ચહરના પ્રદર્શન પર સિલેક્ટર્સ પણ નજર રાખશે. આ સિવાય કુલદીપ યાદવને પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. આ ટીમમાં તે એકમાત્ર રેગ્યુલર સ્પિનર ​​છે. પ્રસિદ્ધ કૃષ્ણા અને આવેશ ખાનને ફાસ્ટ બોલિંગમાં તક મળી શકે છે. મતલબ કે મોહમ્મદ સિરાજ, ઋતુરાજ ગાયકવાડ, શાહબાઝ અહમદ, ઈશાન કિશન અને શાર્દુલ ઠાકુર પહેલી વનડેમાં બેન્ચ પર બેસી શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન – કેએલ રાહુલ, શિકર ધવન, રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, સંજુ સેમસન, દીપક હુડા, અક્ષર પટેલ, દીપક ચહર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન

Next Article