ગુરુવારથી પોર્ટ ઓફ સ્પેનમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝની બીજી ટેસ્ટ મેચ રમનારી છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી હતી. હવે બીજી ટેસ્ટમાં જીત મેળવીને ભારતીય ટીમ 2-0 થી સિરીઝ કબ્જે કરવા ઈચ્છશે. આ માટે ભારતીય ટીમના બેટર્સે ડોમિનિકા ટેસ્ટની જેમ પ્રદર્શન કરવુ પડશે. વિરાટ કોહલીએ પણ શાનદાર બેટિંગ પ્રથમ ટેસ્ટમાં કર્યુ હતુ. હવે આગામી ટેસ્ટમાં વધુ સારુ પ્રદર્શન કરશે એમ ભારતીય ટીમના બેટિંગ કોચને ભરોસો છે.
ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડને આત્મવિશ્વાસ છે કે, આગામી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી સદી નોંધાવશે. કોહલીએ પ્રથમ ટેસ્ટમાં સારી બેટિંગ કરી હતી પરંતુ તે સદી નોંધાવવાનુ ચૂક્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટમાં એક જ ઈનીંગ બેટિંગ કરી હતી. જેમાં કોહલીએ 76 રન નોંધાવ્યા હતા. કોહલી તેની 500મી મેચ રમવા જઈ રહ્યો છે, અને આ મેચમાં તે કમાલ કરશે એવી આશા છે.
પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે શાનદાર શરુઆત અપાવી હતી. બંનેએ સદી નોંધાવી હતી. જ્યારે વિરાટ કોહલીએ અડધી સદી નોંધાવી હતી. કોહલીએ 182 બોલનો સામનો કરીને 76 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 બાન્ડરી નોંધાવી હતી. કોહલીએ જોકે આ ઈનીંગમાં ખૂબ જ મક્કમતા દાખવી હતી. તે ધૈર્ય સાથે બેટિંગ કરી રહ્યો હતો અને તેની સિંગલ રન વાળી બેટિંગને લઈ ધીમી બેટિંગના સવાલ ઉભા થયા હતા. જોકે એકંદરે એ બેટિંગ સારી રહી હતી અને સ્કોરબોર્ડ આગળ વધારવામાં મદદગાર રહી હતી.
#TeamIndia Batting Coach Vikram Rathour heaps praise on @imVkohli 👍#WIvIND pic.twitter.com/5H1K4J1J6F
— BCCI (@BCCI) July 16, 2023
ધીમી રમતની ચર્ચાઓને લઈ ભારતીય ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કહ્યુ હતુ કે, તેમને આવુ નથી લાગી રહ્યુ. રાઠોડ મુજબ વિરાટ કોહલી મુશ્કેલ પરિસ્થિતીઓમાં ખુદને ઢાળીને દમદાર બેટિંગ કરી છે. વિક્રમ રાઠોડે કહ્યુ હતુ કે, જે અંદાજથી વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો છે એનાથી તેની સદી ખૂબ જ જલ્દી આવશે. તેઓનુ માનવુ છે કે, કોહલી સ્થિતી મુજબ પોતાને ઢાળે છે. આ એક બેટરના રુપમાં જરુરી હોય છે. ટીમની જરુરિયાતના હિસાબથી પોતાની રમતને બદલવી એક સારા ખેલાડી તરીકેની નિશાની છે. તેની બેટિંગ વખતે પિચ વધારે ટર્ન લઈ રહી હતી. તેણે જે બેટિંગ કરી એ યુવાઓ માટે એક શીખ છે.
Calling it a night! That celebration by @imVkohli after hitting his first boundary on the 81st ball.
.
.#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/4SjNLZCMhx— FanCode (@FanCode) July 13, 2023
પોર્ટ ઓફ સ્પેનમાં રમાનારી આગામી ટેસ્ટ મેચમાં મેદાને ઉતરતા જ વિરાટ કોહલી ખાસ મુકામ કરિયરમાં હાંસલ કરશે. કોહલી આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 500મી મેચ રમશે. આમ આ મેચમાં તેની શતકીય ઈનીંગ તેના ખાસ મુકામને ખૂબ જ યાદગાર બનાવી શકે છે. વિદેશી ધરતી પર કોહલી 2018 થી હજુ સુધી ટેસ્ટ સદી નોંધાવી શક્યો નથી, આમ સદીની રાહ આગામી ટેસ્ટમાં જોવાઈ રહી છે.
Published On - 10:31 am, Mon, 17 July 23