થોડા દિવસો પહેલા સુધી ટીમ ઈન્ડિયા (Team India) વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણીમાં હારનો ખતરો અનુભવી રહી હતી. સતત બે મેચ હાર્યા બાદ હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની કપ્તાનીમાં રહેલી ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ આગામી બે મેચમાં જોરદાર વાપસી કરીને શ્રેણી 2-2થી બરાબર કરી લીધી.
હવે રાહ 13 ઓગસ્ટ, રવિવારે યોજાનારી નિર્ણાયક પાંચમી મેચની છે, જ્યાં શ્રેણીની વિજેતાનો નિર્ણય થશે. ફ્લોરિડામાં રમાયેલી ચોથી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ 9 વિકેટથી જબરદસ્ત જીત નોંધાવી અને તેની સાથે કેટલાક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો હતો.
India draw level in the T20I series with brilliant win 👏#WIvIND | 📝 https://t.co/Dzg9Msf5g8 pic.twitter.com/biFhqUWaD9
— ICC (@ICC) August 12, 2023
શનિવારે 12 ઓગસ્ટે ફ્લોરિડાના લોડરહિલમાં રમાયેલી ચોથી T20 મેચ ટીમ ઈન્ડિયા માટે ઘણી મહત્વની હતી. આ મેચમાં હારનો મતલબ વેસ્ટ ઈન્ડિઝ સામે 7 વર્ષ બાદ પ્રથમ શ્રેણી ગુમાવવી હતી. ભારતીય ખેલાડીઓએ આવું ન થવા દીધું. પહેલા અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવે વિન્ડીઝને 178 રન પર રોકી હતી. આ પછી શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલની વિસ્ફોટક ઇનિંગ્સે 17 ઓવરમાં આસાન વિજય અપાવ્યો હતો.
આ પણ વાંચો : Virat Kohli: ફેન સેલ્ફી લેવા પાછળ દોડ્યો તો વિરાટ કોહલીએ આપ્યું ખાસ વચન, જુઓ Video
Yashasvi Jaiswal and Shubman Gill equalled Rohit Sharma and KL Rahul’s record for the highest opening partnership for India in Men’s T20Is.#WIvIND #TeamIndia pic.twitter.com/ydKoZDU8Bl
— Circle of Cricket (@circleofcricket) August 12, 2023
ભારતીય ટીમે 179 રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક હાંસલ કર્યો હતો. તે હવે ફ્લોરિડાના આ મેદાન પર T20 ઇન્ટરનેશનલમાં સૌથી મોટા રન ચેઝનો રેકોર્ડ બની ગયો છે.
ફ્લોરિડામાં ટીમ ઈન્ડિયાની સફળતાનો સિલસિલો ચાલુ રહ્યો અને તે અહીં સૌથી વધુ T20 જીતનારી ટીમ છે. ભારતે ફ્લોરિડામાં 7 મેચ રમી છે અને 5માં જીત મેળવી છે.
ભારત તરફથી શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે 165 રનની ભાગીદારી કરી હતી. આ T20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીનો સંયુક્ત રેકોર્ડ છે. આ પહેલા રોહિત શર્મા અને કેએલ રાહુલ વચ્ચે પણ 165 રનની ભાગીદારી થઈ હતી.
યશસ્વી જયસ્વાલે (અણનમ 84) પોતાની બીજી T20 મેચમાં અડધી સદી ફટકારી હતી. તેણે 20 વર્ષ 227 દિવસની ઉંમરે આ અડધી સદી ફટકારી અને આ રીતે T20માં અર્ધસદી ફટકારનાર સૌથી યુવા ભારતીય ઓપનર બન્યો.
T20 ઈન્ટરનેશનલમાં આ પહેલો પ્રસંગ છે, જ્યારે ટીમ ઈન્ડિયાએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના અથવા માત્ર 1 વિકેટ ગુમાવી 150થી વધુ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.