
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) 24 કલાકથી ઓછા સમયમાં ફરી એકવાર ટકરાશે. બંને દેશો વચ્ચે પાંચ મેચોની ટી20 મેચની સિરીઝ રમાઈ રહી છે. જેની ત્રીજી મેચ સેન્ટ કિટ્સમાં મેચ રમાવાની છે. એક દિવસ પહેલા સોમવાર, 1 ઓગસ્ટે પાંચ મેચોની શ્રેણીની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે જીત સાથે શ્રેણી 1-1થી બરાબર કરી લીધી હતી. હવે બંને પાસે લીડ લેવાનો મોકો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, દીપક હુડા, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ
વેસ્ટ ઈન્ડિઝ: નિકોલસ પૂરન (કેપ્ટન), કાયલ મેયર્સ, બ્રાન્ડોન કિંગ, રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, ડેવોન થોમસ (વિકેટકીપર), અકીલ હોસેન, ડોમિનિક ડ્રેક્સ, અલઝારી જોસેફ, ઓબેડ મેકકોય
19મી ઓવરના અંતિમ બોલ પર પંતે વિજયી ચોગ્ગો લગાવ્યો હતો. ભારતે ત્રીજી ટી20 મેચને સરળતાથી જીતી લીધી છે. આમ પાંચ મેચોની શ્રેણીમાં ભારતીય ટીમ 2-0ની સરસાઈ મેળવી લીધી છે. સિરીઝની શરુઆતમાં ભારતે પ્રથમ મેચમાં 7 વિકેટે વિજય નોંધાવ્યો હતો. બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે જીત મેળવી હતી. આમ સિરીઝ બરાબરી પર પહોંચી હતી.
18મી ઓવરના બીજા બોલ પર હાર્દિક પંડ્યા આઉટ થઈને પરત ફર્યો છે. તેણે 6 બોલનો સામનો કરીને 4 રન નોંધાવ્યા હતા. તે જેસન હોલ્ડરના બોલ પર શોટ રમવાના પ્રયાસમાં વિકેટકીપરના હાથમાં કેચ આપી બેઠો હતો.
17મી ઓવરના બીજા બોલ પર ઋષભ પંતે બાઉન્ડરી ફટકારી છે. ડીપ મીડ વિકેટ પર તેણે ચાર રન મેળવ્યા છે. હવે ટીમ ઈન્ડિયા જીતની નજીક પહોંચી રહી છે.
સૂર્યકુમાર યાદવે 26 બોલમાં અડધી સદી પુરી કરી હતી. જોકે તે 44 બોલમાં 76 રન નોંધાવીને પરત ફર્યો હતો. તે ડોમિનિક ડ્રેક્સના બોલ પર જોસેફના હાથમાં કેચ ઝડપાયો હતો.
14મી ઓવરમાં પંતને ફ્રિ હિટનો મોકો મળ્યો હતો. જેના પર પંતે પુરો લાભ ઉઠાવતા શોર્ટ બોલને ઉભા ઉભા જ પુલ કરી દઈને છગ્ગા માટે ફટકારી દીધો હતો.
13 મી ઓવરના અંતિમ બોલ પર ઋષભ પંતે બાઉન્ડરી ફટકારી હતી. મેકોયના શોર્ટ બોલને તેણે ડીપ મીડ વિકટ તરફ ફટકાર્યો હતો.
12 મી ઓવરમાં ભારતે પ્રથમ વિકેટ ગુમાવી હતી. અકીલ હુસેનના બોલ પર આક્રમક શોટ રમવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો અને આગળ નિકળી જતા વિકેટકીપરે સ્ટંપિંગ આઉટ કરી દીધો હતો. તેણે 27 બોલમાં 24 રન નોંધાવ્યા હતા.
10મી ઓવરમાં સૂર્યકુમારે શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. આસાની થી પંચ કરી દઈને લોંગઓફની દીશામાં છ રન મેળવ્યા હતા. અલઝારી જોસેફના બોલ પર તેણે આ કમાલનો શોટ લગાવ્યો હતો. ત્યાર બાદ ઓવરના અંતિમ બોલ પર બાઉન્ડરી લગાવી હતી.
સૂર્ય કુમાર યાદવે આક્રમક રમત રમતા ઝડપી અડધી સદી નોંધાવી છે. તેણે છગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પુરી કરી હતી. તેણે અકીલ હુસેન લઈને આવેલ ઓવરના બીજા બોલ ને ડીપ સ્કેવર લેગ પર ફટકારીને છ રન મેળવ્યા હતા. આ સાથે જ 26 બોલમાં પોતાની અડધી સદી પુરી કરી હતી.
સૂર્યકુમારે આક્રમક રમત અપનાવી છે. તેણે 8મી ઓવરમાં હોલ્ડરના બોલ પર પહેલા ચોગ્ગો અને બાદમાં છગ્ગો ફટકાર્યો હતો. ડીપ મીડ વિકેટ પર તેણે છગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 15 રન આવ્યા હતા.
પાંચમી ઓવરના અંતિમ બંને બોલ પર સૂર્યકુમાર યાદવે સળંગ બે બાઉન્ડરી ફટકારી હતી. ડ્રેક્સ આ ઓવર લઈને આવ્યો હતો. જેમાં પાંચમાં બોલને ઈન સાઈડ આઉટ ડ્રાઈવ કર્યો હતો. ત્યાર બાદ બેકવર્ડ પોઈન્ટ પર શોટ લગાવ્યો હતો.
ચોથી ઓવર અલ્ઝારી જોસેફ લઈ આવ્યો હતો. તેના બીજા બોલને છ રન માટે સૂર્ય કુમાર યાદવે ફટકાર્યો હતો. ત્યાર બાદ શ્રેયસ અય્યરે ચાર રન માટે બોલને ફટકાર્યો હતો. ઓવરમાં ભારતને 12 રન આવ્યા હતા.
પગમાં કંઈક ઠીક લાગી રહ્યુ નથી. જેને લઈ રોહિત શર્માનુ નિરીક્ષણ કરવા માટે ફિઝીયો મેદાન પર આવ્યા હતા અને તેને ચેક કરીને મેદાનની બહાર લઈ ગયા છે. તેના બદલામાં શ્રેયસ અય્યર રમતમાં આવ્યો હતો.
ત્રીજી ઓવર લઈને ઓબેદ મેકોય આવ્યો હતો. તેના બીજા બોલ પર સૂર્યકુમારે બાઉન્ડરી ફટકારી હતી. તેણે બેકવર્ડ પોઈન્ટ અને શોર્ટ થર્ડમેનની વચ્ચેથી ગેપમાં બોલ નિકાળ્યો હતો.
બીજી ઓવર લઈને અલ્ઝારી જોસેફ આવ્યો હતો. તેની ઓવરના પ્રથમ બોલ પર જ રોહિત શર્માએ શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. જોકે બોલ ડ્રેક્સના હાથમાં પહોંચ્યો હતો, જે બાઉન્ડરી પર બોલને હાથમાં લઈને બાઉન્ડરીને પાર થઈ ગયો હતો અને જેને લઈ છગ્ગો મળ્યો હતો. ઓવરના ત્રીજા બોલે રુમ બનાવીને પુલ કરી દઈ ફાઈનલ લેગમાં બાઉન્ડરી ફટકારી હતી.
સૂર્યકુમાર યાદવે પ્રથમ ઓવરમાં જ મેકોયના બોલ પર એક બાદ એક બે ચોગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ બાઉન્ડરી બીજા બોલ પર પોઈન્ટ ના ખાલી એરિયામાં પસાર કરાવીને મેળવી હતી. જ્યારે બીજી કાંડાના સહારે મીડ વિકેટની દીશામાં મેળવી હતી.
રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ બંને ક્રિઝ પર આવ્યા છે. ભારત માટે આજે વિજય મેળવવો જરુરી છે. ભારતે સિરીઝમાં લીડ બનાવી સિરીઝને પાકી કરી લેવા આગળ વધવા આજની મેચ મહત્વની છે. ઓબેદ મેકોય પ્રથમ ઓવર લઈને આવ્યો હતો.
ઓપનીંગ જોડી કાયલ મેયર્સ અને બ્રેન્ડન કિંગે સારી શરુઆત કરી હતી. બંનેએ આક્રમક શરુઆત કર્યા બાદ ભારતીય બોલરોને વિકેટ માટે તરસાવ્યા હતા. મેયર્સે અડધી સદી નોંધાવી હતી. પાંચ વિકેટ ગુમાવીને વેસ્ટ ઈન્ડિઝની ટીમે 164 રન નોંધાવ્યા હતા.
અંતિમ ઓવરના પાંચમાં બોલને ડીપ સ્ક્વેર લેગ પર બોલને ફટકારીને હેટમાયર રન લેવા દોડ્યો હતો. બે રન લેવાનો પ્રયાસ હતો પરંતુ વિકેટકીપર તરફ સૂર્યકુમારે ઝડપથી થ્રો કરતા હેટમાયર રન આઉટ થયો હતો. તે 12 બોલમાં 20 રન નોંધાવી પરત ફર્યો હતો.
પહેલા સળંગ બે ચોગ્ગા ફટકાર્યા બાદ રોવમેન પોવેલ અર્શદીપના બોલ પર વિકેટ ગુમાવી બેઠો હતો. તે દીપકના હાથમાં કેચ ઝડપાયો હતો.
આવેશ ખાન પર હેટમાયરે સળંગ બે છગ્ગા જમાવી દીધા હતા. 19મી ઓવરના અંતિમ બંને બોલ પર આ છગ્ગા આવેશે સહન કર્યા હતા. પહેલા ડીપ મીડ વિકેટની બહાર અને બાદમાં લોંગ ઓન પર છગ્ગો જમાવ્યો હતો.
આ પહેલા તેણે છગ્ગો લગાવ્યો હતો અને બીજા બોલે ચાલાકી પૂર્વક બોલ નાંકીને વિકેટકીપરના હાથમાં મેયર્સને ઝડપાવી દીધો હતો. તે 73 રન નોંધાવીને પરત ફર્યો હતો.
16મી ઓવર લઈને એર્શદીપ આવ્યો હતો. ઓવરના બીજા બોલે મેયર્સે ચોગ્ગો ફટકાર્યો હતો. જ્યારે ચોથા બોલ પર ડીપ મીડ વિકેટ પર છગ્ગો ફટકાર્યો હતો.
ભૂવનેશ્વર કુમારે મહત્વની વિકેટ ઝડપી છે. ભારતને બીજી સફળતા મળી છે. મોડી મળેલી આ સફળતા જોકે મહત્વની છે. પૂરન 22 રન નોંધાવીને પરત ફર્યો છે.
ભૂવનેશ્વર કુમાર 15મી ઓવર લઈને આવ્યો હતો અને આ ઓવરના પ્રથમ બોલ પર જ પૂરને છગ્ગો ફટકાર્યો હતો.
14મી ઓવર લઈને આવેશ ખાનની ઓવરમાં ત્રણ ચોગ્ગા સહન કરવા પડ્યા હતા. ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ચોથા અને પાંચમા બોલ પર એમ સળંગ બે ચોગ્ગો ફટકાર્યા હતા. ઓવરમાં 15 રન આપ્યા હતા
ઓપનર મેયર્સે તેની અડધી સદી પુરી કરી લીધી છે. અશ્વિનના બોલ પર તેણે છગ્ગો ફટકાર્યો હતો. ઉભા ઉભા જ રમેલા આ શોટ દ્વારા બોલ ડીપ મીડ વિકેટ પરથી સીધો જ છગ્ગા માટે પહોંચ્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝનો ઓપનર કાયલ મેયર્સે પોતાની રમત આગળ વધારી છે. તે ટીમના સ્કોર બોર્ડને પણ ઘૂમાવવા સતત પ્રયાસ કરી રહ્યો છે. તેણે 12 મી ઓવરના ચોથા બોલ પર હાર્દિક પર ચોગ્ગો લગાવ્યો હતો. તે હવે અડધી સદીની નજીક છે.
10 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડિઝની ટીમ એક વિકેટ ગુમાવીને 65 રન નોંધાવી શકી છે. શરુઆત ઝડપી કરતા પ્રથમ પાંચ ઓવરમાં 41 રનનો સ્કોર નોંધાવ્યો હતો. પરંતુ ઓપનર બ્રેન્ડન કિંગની વિકેટ ગુમાવ્યા બાદ રનની ગતિ હવે ધીમી પડી ગઈ છે.
હાર્દિક પંડ્યા એ ભારતને પ્રથમ સફળતા અપાવી છે. તેણે બ્રેન્ડન કિંગને લેગ સ્ટંપ પર બોલ નાંખ્યો હતો. ધીમી ગતિનો બોલ બેટની અંદરની કિનારી પર લાગ્યો હતો અને સિધો જ સ્ટંપમાં જઈ અથડાયો હતો. કિંગે 20 બોલમાં 20 રન નોંધાવ્યા હતા.
ચોથી ઓવર લઈને ભૂવનેશ્વર કુમાર આવ્યો હતો. ઓવરના બીજા બોલે મેયર્સે કવર ડ્રાઈવ પર ચોગ્ગો લગાવ્યો હતો. ચોથા બોલ પર શાનદાર શોટ લગાવ્યો હતો. ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા.
આવેશ ખાન ત્રીજી ઓવર લઈને આવ્યો હતો. મેયર્સે ઓવરના બીજા બોલે મીડ ઓન ની નજીકથી ઉઠાવીને ફટકારી દીધો હતો. જ્યારે તેના આગળના બોલે એટલે ત્રીજા બોલે છગ્ગો ફટકાર્યો હતો.
કાયલ મેયર્સ અને બ્રેન્ડન કિંગ્સની જોડી ક્રિઝ પર આવી છે. દીપક હુડા ભારત વતી પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. જેમાં તેણે માત્ર એક જ રન આપી હતી
વેસ્ટ ઈન્ડિઝ: નિકોલસ પૂરન (કેપ્ટન), કાયલ મેયર્સ, બ્રાન્ડોન કિંગ, રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, ડેવોન થોમસ (વિકેટકીપર), અકીલ હોસેન, ડોમિનિક ડ્રેક્સ, અલઝારી જોસેફ, ઓબેડ મેકકોય
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, દીપક હુડા, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
Published On - 9:15 pm, Tue, 2 August 22