
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 18 ફેબ્રુઆરીના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન્સ મેદાન પર રમાયેલ ટી20 શ્રેણીની બીજી મેચમાં ભારતે 8 રને જીતી લીધી છે. આ જીત સાથે ભારતે ત્રણ મેચની ટી20 સીરિઝ પર 2-0થી કબજો કરી લીધો છે. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર, ચહલ અને રવિ બિશ્નોઇએ 1-1 વિકેટ ઝડપી. રિષભ પંત મેન ઓફ ધ મેચ જાહેર થયો.
IND vs WI, 2nd T20 Live Cricket Score : ભુવનેશ્વર કુમારે નિકોલસ પુરણને આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી હતી. પુરણે 41 બોલમાં આક્રમક 61 રનની ઇનિંગ રમી.
IND vs WI, 2nd T20 Live Cricket Score : રોવમન પોવેલે દીપક ચહરની ઓવરમાં છગ્ગો ફટકાર્યો. આ છગ્ગા સાથે તે અડધી સદી નગીં પહોંચ્યો.
IND vs WI, 2nd T20 Live Cricket Score : રવિ બિશ્નોઇએ પોતાની પહેલી જ ઓવરમાં વેસ્ટ ઇન્ડિઝના બ્રેન્ડોન કિંગને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી. કિંગે 30 બોલમાં 22 રનની ઇનિંગ રમી.
IND vs WI, 2nd T20 Live Cricket Score : વેસ્ટ ઇન્ડિઝના નિકોલસ પુરને હર્ષલ પટેલની ઓવરમાં પહેલા બોલમાં છગ્ગો અને બીજા બોલમાં ચોગ્ગો ફટકારીને પોતાની ટીમને જીત માટે વધુ વિશ્વાસ અપાવ્યો હતો.
IND vs WI, 2nd T20 Live Cricket Score : યુઝવેન્દ્ર ચહલે વેસ્ટ ઇન્ડિઝના માયર્સને 9 રને આઉટ કરીને ભારતને પહેલી સફળતા અપાવી.
IND vs WI, 2nd T20 Live Cricket Score : વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટી20 મેચમાં ભારતે 20 ઓવરમાં 5 વિકેટના ભોગે 186 રન કર્યાં. વેસ્ટ ઇન્ડિઝને જીતવા અને શ્રેણી જીવંત રાખવા માટે 187 રનનો લક્ષ્યાંક મળ્યો છે. ભારત તરફથી ઉપ સુકાની રિષભ પંતે શાનદાર પ્રદર્શન કરતા 28 બોલમાં અણનમ 52* રન કર્યા છે. તો વેંકટેશ અય્યરે 18 બોલમાં 33 રન નોંધાવી રિષભ પંતનો સુંદર સાથ આપ્યો હતો. જ્યારે વિરાટ કોહલીએ પણ શાનદાર પ્રદર્શન કરતા 41 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી.
IND vs WI, 2nd T20 Live Cricket Score : વેસ્ટ ઇન્ડિઝના શેફાર્ડે 19.3 ઓવરમાં વેંકટેશ અય્યરને આઉટ કરી ભારતની 5મી વિકેટ ઝડપી. વેંકટેશ અય્યરે 18 બોલમાં 33 રન કર્યા.
IND vs WI, 2nd T20 Live Cricket Score : રિષભ પંતે જેસન હોલ્ડરની 18.1 ઓવરમાં પહેલા જ બોલમાં છગ્ગો ફટકાર્યો.
IND vs WI, 2nd T20 Live Cricket Score : વેસ્ટ ઇન્ડિઝની 16મી ઓવર મોંઘી રહી. વેંકટેશ અય્યર અને રિષભ પંતે 16મી ઓવરમાં ત્રણ ચોગ્ગા સાથે 15 રન કર્યાં.
IND vs WI, 2nd T20 Live Cricket Score : રિષભ પંતે સુકાની પોલાર્ડની પહેલી જ ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકારીને ભારતીય ટીમનો સ્કોર 15 ઓવરના અંતે 4 વિકેટના ભોગે 124 રન પર પહોંચાડ્યો.
IND vs WI, 2nd T20 Live Cricket Score : રિષભ પંતે પોલાર્ડની પહેલી ઓવરના પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો.
IND vs WI, 2nd T20 Live Cricket Score : વેસ્ટ ઇન્ડિઝના રોસ્ટોન ચેજે વિરાટ કોહલીને આઉટ કરી ટીમ માટે સફળતા અપાવી. રોસ્ટોન ચેજે ઇનિંગમાં પોતાની ત્રીજી વિકેટ ઝડપી.
IND vs WI, 2nd T20 Live Cricket Score : વેસ્ટ ઇન્ડિઝના રોસ્ટોન ચેજે સુર્ય કુમાર યાદવને આઉટ કરીને ભારતને ત્રીજો ઝટકો લાગ્યો છે. સુર્ય કુમાર યાદવ 6 બોલમાં 8 રનનો સ્કોર કર્યો હતો.
IND vs WI, 2nd T20 Live Cricket Score : વેસ્ટ ઇન્ડિઝના રોસ્ટન ચેજે ભારતના સુકાની રોહિત શર્માને આઉટ કર્યો મોટી સફળતા મેળવી છે. રોહિત શર્મા 18 બોલમાં 19 રન બનાવી આઉટ થયો.
IND vs WI, 2nd T20 Live Cricket Score : વિરાટ કોહલીએ હોલ્ડરની ઓવરના પહેલા બોલમાં જ ચોગ્ગો ફટકાર્યો. કોહલીનો આ ઇનિંગમાં ત્રીજો ચોગ્ગો છે.
IND vs WI, 2nd T20 Live Cricket Score : ઇશાન કિસન આઉટ. કોટ્રેલે ઇશાન કિશનને આઉટ કરી ભારતને આપ્યો ઝટકો. ઇશાન કિશન માત્ર 2 રન બનાવી આઉટ થયો.
Congratulations to West Indies Skipper @KieronPollard55, who is all set to play his 100th T20 International.@Paytm #INDvWI pic.twitter.com/DVe1qt0ADJ
— BCCI (@BCCI) February 18, 2022
IND vs WI, 2nd T20 Live Cricket Score : વેસ્ટ ઇન્ડિઝની પ્લેઇંગ ઇલેવન આ પ્રમાણે છે
બ્રેંડન કિંગ, કાઇલ માયર્સ, નિકોલસ પુરન (વિકેટકીપર), રોસ્ટન ચેજ, રોવનેન પોવેલ, કેરોન પોલાર્ડ (સુકાની), જેસન હોલ્ડર, ઓડીન સ્મિથ, અકીલ હુસેન, રોમારિયો શેફર્ડ અને શેલ્ડર કોટરેલ.
IND vs WI, 2nd T20 Live Cricket Score : ભારતની પ્લેઇંગ ઇલેવન આ પ્રમાણેની છે
રોહિત શર્મા (સુકાની), ઇશાન કિશન, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સુર્યકુમાર યાદવ, દીપક ચહર, વેંકટેશ અય્યર, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઈ અને યુઝવેન્દ્ર ચહલ.
Published On - 6:44 pm, Fri, 18 February 22