India vs West Indies 2nd T20: ટીમ ઈન્ડિયા 138 રનમાં જ ઓલઆઉટ, ઓબેદ મેકકોયે ભારતની 6 વિકેટ ઝડપી આફત સર્જી

|

Aug 02, 2022 | 1:03 AM

IND Vs WI T20 1st Inning Report Today: ભારતીય ટીમ 1-0 થી સરસાઈ ધરાવે છે, આજે આ લીડને વધારવાનો મોકો ભારત સામે છે અને જેના થકી ભારત વધુ એક શ્રેણીની કબ્જે કરવા માટે સરળતા ઈચ્છશે.

India vs West Indies 2nd T20: ટીમ ઈન્ડિયા 138 રનમાં જ ઓલઆઉટ, ઓબેદ મેકકોયે ભારતની 6 વિકેટ ઝડપી આફત સર્જી
ભારતીય ટોપ ઓર્ડરે ઝડપથી વિકેટ ગુમાવી

Follow us on

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે 5 ટી20 મેચોની સિરીઝ રમાઈ રહી છે. જેની બીજી મેચ સેન્ટ કિટ્સના કે વોર્નર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. ટીમ ઈન્ડિયા (Team India) ટોસ હારીને બેટીંગ કરવા માટે પહેલા મેદાને ઉતરી હતી. પરંતુ ભારતીય ટીમની સ્થિતી મુશ્કેલ રહી હતી. મેચના પ્રથમ બોલે જ રોહિત શર્મા (Rohit Sharma) ની વિકેટ શૂન્ય રને જ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ એક બાદ એક વિકટ ગુમાવવાનો સિલસિલો જારી રહ્યો હતો. 20મી ઓવરના ચોથા બોલ પર 138 રનમાંજ ભારતીય ટીમ સમેટાઈ ગઈ હતી.

ભારતીય ટીમ છેલ્લા કેટલાક સમયથી દમદાર પ્રદર્શન કરી રહી છે. પરંતુ આજે વેસ્ટ ઈન્ડિઝ સામે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે એક બાદ એક વિકેટ ગુમાવતા રહેતા ભારતીય ટીમ મોટો સ્કોર ખડકી શકી નહોતી. ઓબેદ મેકકોયની બોલીંગ સામે ભારતીય બેટ્સમેનોને જાણેકે ક્રિઝ પર ઉભુ રહેુ મુશ્કેલ લાગી રહ્યુ હતુ. ભારત તરફથી સૌથી વધુ રન હાર્દિક પંડ્યાએ નોંધાવ્યા હતા. રોહિત શર્મા શૂન્ય રને જ વિકેટ ગુમાવી બેઠો હતો.

ભારતીય બેટ્સમેનો મેકકોય સામે મુશ્કેલી અનુભવી

રોહિત શર્મા મેચની પ્રથમ ઓવરના પ્રથમ બોલ પર જ વિકેટ ગુમાવી હતી. વધારે ઉછાળ મળેવા બોલને રોકવાના પ્રયાસમાં બેટની બહારની કિનારીને અથડાઈને બોલ સિધો જ શોર્ટ થર્ડમેન અકીલ હુસેનના હાથમાં પહોંચ્યો હતો. આમ શૂન્ય રને જ હિટમેન પરત ફર્યો હતો. ત્યાર બાદ સૂર્યકુમાર યાદવ પણ ઝડપથી વિકેટ ગુમાવી બેઠો હતો. સૂર્યા ફુલર બોલને એક્સ્ટ્રા કવર પર ડ્રાઈવ લગાવવાનો પ્રયાસ કર્યો હતો અને બોલ સીધો બેટની બહારની ધારને લઈ વિકેટકીપરના હાથમાં પહોંચ્યો હતો. તે 6 બોલમાં 11 રન નોંધાવીને આઉટ થયો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

શ્રેયસ અય્યર પણ ઝડપથી પરત ફર્યો હતો. તેણે ગુડ લેન્થ બોલને કટ કરવાના ચક્કરમાં બેટની બહારની કિનારીને અડકીને બોલ સીધો જ વિકેટકીપર થોમસના હાથમાં પહોંચ્યો હતો. તે 10 રન નોંધાવી પરત ફર્યો હતો. આમ આ સાથે જ ભારતીય ટીમનો ઓર્ડર ઝડપથી પરત ફર્યો હતો. ત્યાર બાદ ઋષભ પંત 12 બોલમાં 24 રન નોંધાવીને પરત ફર્યો હતો. જોકે અહીં સુધી તો ભારતીય ટીમે વિકેટ ગુમાવવા સાથે સ્કોર બોર્ડ પણ એટલુ જ ઝડપી ફેરવ્યુ હતુ. પરંતુ બાદમાં રનની ગતી ધીમી પડી હતી. હાર્દિક પંડ્યા 31 રનનુ યોગદાન આપીને પરત ફર્યો હતો. તેણે ભારત તરફથી સૌથી વધુ રન નોંધાવ્યા હતા.

Published On - 12:41 am, Tue, 2 August 22

Next Article