
INDIA vs WEST INDIES, 1st T20, Highlights : કોલકાતાના ઇડન ગાર્ડન્સ મેદાન પર ભારતે ટી20 શ્રેણીની પહેલી મેચમાં શાનદાર પ્રદર્શન કરતા 6 વિકેટે મેચ જીતી લીધી છે. વેંકટેશન અય્યરે છગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી હતી. ભારત તરફથી સુકાની રોહિત શર્માએ 40 રન, સુર્યકુમાર યાદવે 18 બોલમાં અણનમ 34* રન અને વેંકટેશ અય્યરે 13 બોલમાં અણનમ 24* રનની ઇનિંગ રમી હતી. શ્રેણીની બીજી ટી20 મેચ 18 ફેબ્રુઆરીના રોજ રમાશે. આ મચેથી ટી20i માં ડેબ્યુ કરનાર અને મેચમાં 2 વિકેટ લેનાર રવિ બિશ્નોઇ મેન ઓફ ધ મેચ જાહેર થયો.
IND vs WI, 1st T20 Live Cricket Score: ઇનિંગની 18.5 મી ઓવરમાં યુવા બેટ્સમેન વેંકટેશન અય્યરે છગ્ગો ફટકારીને ભારતને શ્રેણીની પહેલી ટી20 મેચમાં જીત અપાવી. ભારતે 6 વિકેટે મેચ પોતાના નામે કરી લીધી અને સીરિઝમાં 1-0થી આગળ પહોંચ્યું.
IND vs WI, 1st T20 Live Cricket Score: ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન રિષભ પંત 8 બોલમાં 8 રન બનાવીને કોટ્રેલનો શિકાર બન્યો. રિષભ પંતના આઉટ થવાની સાથે ભારતનો સ્કોર 4 વિકેટના ભોગે 119 રન.
IND vs WI, 1st T20 Live Cricket Score: સુર્યકુમાર યાદવ મેદાન પર આવતાની સાથે જ આક્રમક મુડમાં જોવા મળ્યો હતો. ઇનિંગની 13મી ઓવરમાં સતત બે બોલમાં ચોગ્ગા ફટકાર્યા બાદ 14મી ઓવરમાં એક ચોગ્ગો ફટકાર્યો હતો.
IND vs WI, 1st T20 Live Cricket Score: 158 રનના લક્ષ્યાંક માટે મેદાન પર આવેલી ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી 17 રન બનાવી આઉટ થયો. ફાબિયન અલેને ઝડપી કોહલીની વિકેટ. ભારતનો સ્કરો 13 ઓવરના અંતે 3 વિકેટે 103 રન.
IND vs WI, 1st T20 Live Cricket Score: આક્રમક બેટિંગ કરી રહેલ ઓપનર ઇશાન કિશન 35 રન કરી આઉટ થયો. રોસ્ટોન ચેઝે ઇશાન કિશનને આઉટ કરી ઇનિંગમાં પોતાની બીજી વિકેટ ઝડપી.
IND vs WI, 1st T20 Live Cricket Score: વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી ટી20 મેચમાં શાનદાર પ્રદર્શન કરતા સુકાની રોહિત શર્મા 40 રનના સ્કોર પર આઉટ થઇ ગયો છે. રોસ્ટન ચેઝે રોહિત શર્માને આઉટ કરીને ભારતને પહેલો ઝટકો આપ્યો છે.
IND vs WI, 1st T20 Live Cricket Score: સુકાની રોહિત શર્માની સાથે ઓપનિંગમાં ઇશાન કિશન મેદાન પર ઉતર્યો.
IND vs WI, 1st T20 Live Cricket Score: વેસ્ટ ઇન્ડિઝ પહેલી ટી20 મેચમાં 20 ઓવરમાં 157 રન કરી શકી હતી. વિન્ડીઝ તરફથી નિકોલસ પુરને સૌથી વધુ 43 બોલમાં 61 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે સુકાની પોલાર્ડ 19 બોલમાં અણનમ 24 રન કર્યા હતા. ભારત તરફથી ડેબ્યુ કરનાર રવિ બિશ્નોઇ અને હર્ષલ પટેલે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે ભુવનેશ્વર કુમાર, દીપક ચહર અને યુઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ ઝડપી હતી.
IND vs WI, 1st T20 Live Cricket Score: ઇનિંગની 20મી ઓવરના અંતિમ બોલમાં ઓડિયન સ્મિથને આઉટ કર્યો. આમ વેસ્ટ ઇન્ડિઝે 20 ઓવરમાં 7 વિકેટે 157 રનનો સ્કોર ખડો કર્યો.
IND vs WI, 1st T20 Live Cricket Score: પોલાર્ડ ફરી આક્રમક બન્યો હતો અને મેચની 20મી ઓવરમાં પહેલા જ બોલમાં હર્ષલ પટેલની બોલિંગમાં ચોગ્ગો ફટકાર્યો.
IND vs WI, 1st T20 Live Cricket Score: વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેન નિકોલસ પુરન શરૂઆતથી જ આક્રમક બન્યો હતો. પરંતુ હર્ષલ પટેેલે તેને 61 રનના સ્કોર પર આઉટ કરીને ભારતને છઠ્ઠી સફળતા અપાવી. પુરને 43 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી આક્રમક 61 રન બનાવ્યા હતા.
IND vs WI, 1st T20 Live Cricket Score: ભારતના દીપક ચહરે વિન્ડીઝના અકિલ હુસૈનને આઉટ કરીને ભારતને પાંચમી સફળતા અપાવી. આમ વેસ્ટ ઇન્ડિઝની 90 રનના સ્કોર પર 5 વિકેટ પડી ગઇ.
IND vs WI, 1st T20 Live Cricket Score: વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી ટી20 મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનાર રવિ બિશ્નોઇએ પોતાની કારકિર્દીની પહેલી ટી20 વિકેટ ઝડપી. તેણે વિન્ડીઝના રોસ્ટોન ચેઝને 4 રને આઉટ કરી ભારતને ત્રીજી સફળતા અપાવી.
IND vs WI, 1st T20 Live Cricket Score: યુઝવેન્દ્ર ચહલની ઓવરમાં નિકોલસ પુરને ઇનિંગનો પહેલો છગ્ગો ફટકાર્યો. આ છગ્ગા સાથે વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 4 ઓવરમાં 1 વિકેટે 25 રનનો થયો.
IND vs WI, 1st T20 Live Cricket Score: ભુવનેશ્વર કુમારની 2.4 ઓવરમાં કાયલ મેયર્સે ચોગ્ગો ફટકાર્યો. વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર હાલ 3 ઓવરમાં 1 વિકેટે 18 રન.
IND vs WI, 1st T20 Live Cricket Score: બ્રેન્ડન કિંગને આઉટ કરીને ભુવનેશ્વર કુમારે ભારતને પહેલી સફળતા અપાવી. બ્રેન્ડન કિંગ માત્ર 4 રન બનાવીને આઉટ થયો.
IND vs WI, 1st T20 Live Cricket Score: વેસ્ટ ઇન્ડિઝની પ્લેઇંગ ઇલેવન આ પ્રમાણે છે.
બ્રેંડન કિંગ, કાયલ મેયર્સ, નિકોલસ પુરન, રોમમૈન પોવેલ, કાયરન પોલાર્ડ, રોસ્ટન ચેજ, રોમારિયો શેફર્ડ, અકીલ હુસૈન, ઓડિયન સ્મિથ, ફૈબિયન એલન અને શેલ્ડન કોટરેલ.
IND vs WI, 1st T20 Live Cricket Score: ભારતની પ્લેઇંગ ઇલેવન આ પ્રમાણે છેઃ
ઇશાન કિશન, રોહિત શર્મા (સુકાની), વિરાટ કોહલી, સુર્ય કુમાર યાદવ, રિષભ પંત, વેંકટેશ અય્યર, દીપક ચહર, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઇ અને યુઝવેન્દ્ર ચહલ.
IND vs WI, 1st T20 Live Cricket Score: વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી ટી20 મેચથી ભારતના યુવા ખેલાડી રવિ બિશ્નોઇએ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું છે. યુઝવેન્દ્ર ચહલે રવિ બિશ્નોઇને ટી20 કેપ આપી.
Published On - 6:58 pm, Wed, 16 February 22