India vs West Indies, 1st T20, Live Score Highlight: ભારતીય ટીમના બોલરોની જબરદસ્ત બોલીંગ, ભારતે જીત સાથે પ્રથમ ટી20મા 1-0 ની મેળવી સરસાઈ

IND Vs T20 WI 1st Match Live Updates: ભારતીય ટીમમાં કેપ્ટન રોહિત શર્મા વાપસી કરી રહ્યો છે. રિષભ પંત પણ આજે એક્શનમાં જોવા મળશે

India vs West Indies, 1st T20, Live Score Highlight: ભારતીય ટીમના બોલરોની જબરદસ્ત બોલીંગ, ભારતે જીત સાથે પ્રથમ ટી20મા 1-0 ની મેળવી સરસાઈ
Rohit Sharma ટીમમાં પરત ફર્યો
| Edited By: | Updated on: Jul 29, 2022 | 11:43 PM

વનડે શ્રેણી બાદ હવે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) ની ટીમો T20 ફોર્મેટમાં સામસામે ટકરાશે. ભારતીય ટીમ હવે વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ T20 મેચોની શ્રેણી રમવા જઈ રહી છે. આ પહેલા ભારતે વનડે શ્રેણી 3-0 થી પોતાના નામે કરી હતી. ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ટી-20 સીરીઝ માટે પરત ફર્યા છે. તેના સિવાય ઋષભ પંત પણ ફરી એકવાર ટીમ સાથે જોડાશે. ટી-20 વર્લ્ડ કપ પહેલા તૈયારીઓના સંદર્ભમાં ભારત માટે આ શ્રેણી મહત્વપૂર્ણ છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટી20 ફોર્મેટમાં કઠિન પડકાર આપશે.

 

IND vs WI: પ્લેઈંગ ઈલેવન

ભારતની પ્લેઈંગ ઈલેવનઃ રોહિત શર્મા, ઋષભ પંત, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, આર અશ્વિન અને અર્શદીપ સિંહ

વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ ઈલેવનઃ શમરાહ બ્રુક્સ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, નિકોલસ પૂરન, કાઈલ મેયર્સ, અકીલ હુસેન, ઓડિયન સ્મિથ, અલઝારી જોસેફ, ઓબેદ મેકકોય, કીમો પોલ

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 29 Jul 2022 11:42 PM (IST)

    IND vs WI, LIVE Score: ભારતનો 68 રને વિજય

    ભારતે આપેલા 191 રનના લક્ષ્ય સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 122 રન જ 8 વિકેટે 20 ઓવરમાં કરી શકી હતી.  ભારતીય બોલીંગ આક્રમણ સામૂહિક રીતે શાનદાર રહ્યુ હતુ. આમ ભારતે સિરીઝમાં 1-0 થી સરસાઈ મેળવી હતી.

  • 29 Jul 2022 11:29 PM (IST)

    IND vs WI, LIVE Score: અર્શદીપે અકીલની વિકેટ ઝડપી

    ભારત માટે હવે જીત નજીક આવી છે. અકીલ હવે આઉટ થઈ પરત ફર્યો છે. અર્શદીપ સિંહે તેને ક્લીન બોલ્ડ કરી દીધો છે. સટીક યોર્કર તેણે ઓવર ધ વિકેટ કર્યો હતો. તેનો આ બોલ ખતરનાક હતો અને સૌને દંગ રાખી દીધા હતા. અકીલ 11 રન નોંધાવી પરત ફર્યો હતો.


  • 29 Jul 2022 11:28 PM (IST)

    IND vs WI, LIVE Score: અકીલ હુસેને છગ્ગો ફટકાર્યો

    ભારત માટે આમ તો જીત નજીક જોવાઈ રહી છે, અકીલ હુસેન આ જીતની રાહ વધારી રહ્યો હોય એમ 8મી વિકેટને ટકાવી રહ્યો થછે, ત્યાં જ તે ચોગ્ગો અને છગ્ગો પણ ફટકારી દીધો છે. ઓ14મી ઓવર લઈને આવેલા રવી બિશ્નોઈના બોલ પર પહેલા ચોગ્ગોઅને બાદમાં છગ્ગો ફટકાર્યો હતો.

  • 29 Jul 2022 11:11 PM (IST)

    IND vs WI, LIVE Score: સ્મિથ આઉટ

    હવે કેરેબિયન ટીમ વિખરાઈ ચુકી છે. ટીમ હવે હાર તરફ આગળ વધી રહી છે. ઓડિયન સ્મિથ શૂન્ય રને જ રવિ બિશ્નોઈનો શિકાર બન્યો હતો.

  • 29 Jul 2022 11:09 PM (IST)

    IND vs WI, LIVE Score: હેટમાયર આઉટ

    અશ્વિને વધુ એક વિકેટ ઝડપી છે. આ વખતે હેટમાયરને તેણે પેવેલિયન પરત મોકલ્યો છે. સૂર્યકુમારના હાથમાં તે 14 રન નોંધાવીને કેચ આપી પરત ફર્યો હતો.

  • 29 Jul 2022 11:03 PM (IST)

    IND vs WI, LIVE Score: રોવમેન પોવેલ આઉટ

    રવિ બિશ્નોઈએ ભારતીય ટીમનો રસ્તો આસાન કરવા માટેના કાર્યમાં યોગદાન આપ્યુ હતુ. તેણે 12મી ઓવરમાં પહેલા બોલ પર જ રોવમેન પોવેલની વિકેટ ઝડપી હતી.બિશ્નોઈ એ ક્લીન બોલ્ડ કરી દીધો હતો.

  • 29 Jul 2022 10:59 PM (IST)

    IND vs WI, LIVE Score: હેટમાયરની સિક્સર

    કમાલનો શોટ લગાવ્યો હતો હેટમાયરે, બોલરના માથા પરથી ઉઠાવીને છગ્ગો તેણે લગાવ્યો હતો. થોડોક રુમ બનાવીને હેટમાયરે બોલને સીધો જ બાઉન્ડરીની બહાર લેન્ડ કરાવ્યો હતો. આ બોલ અશ્વિનની ઓવરનો હતો.

  • 29 Jul 2022 10:47 PM (IST)

    IND vs WI, LIVE Score: અશ્વિને ઝડપી વિકેટ, પૂરન આઉટ

    અશ્વિને નિકોલસ પૂરનને કટ કરવા માટે લલચાવ્યો હોય એમ બોલ તેના બેટની બહારની કિનારીને અકીને વિકેટકીપરના હાથમાં પહોંચ્યો હતો. પૂરન 15 બોલમાં 18 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 29 Jul 2022 10:46 PM (IST)

    IND vs WI, LIVE Score: જાડેજાની ઓવરમાં 13 રન ગુમાવ્યા

    8મી ઓવર લઈને રવિન્દ્ર જાડેજા આવ્યો હતો. તેની ઓવરના બીજા બોલ પર જ નિકોલસ પૂરને બાઉન્ડરી થર્ડ મેન તરફ ફટકારી હતી. જ્યારે ઓવરના પાંચમાં બોલને પોવેલે આગળ નિકળીને લોંગ ઓન પર છગ્ગો ફટકાર્યો હતો.

  • 29 Jul 2022 10:45 PM (IST)

    IND vs WI, LIVE Score: પૂરનની સિક્સર

    હાર્દિક પંડ્યા 7મી ઓવર લઈને આવ્યો હતો. જેના પાંચમા અને શોર્ટ બોલ પર પુલ કરીને બોલને સિધો જ છગ્ગા માટે ફટકારી દીધો હતો.

  • 29 Jul 2022 10:39 PM (IST)

    IND vs WI, LIVE Score: ભૂવનેશ્વર કુમારે બ્રૂકસનો શિકાર કર્યો

    છઠ્ઠી ઓવર લઈને ભૂવનેશ્વર કુમાર આવ્યો હતો. ઓવરની શરુઆત શાનદાર બોલથી કરી હતી. બ્રૂકસે ઓવરના પહેલા અને બહારના બોલને જોઈ રહ્યો અને જવા દીધો હતો. પરંતુ બીજા બોલને અંદર આવતો હતો અને બોલ થોડો ધીમો હતો. બ્રૂક્સ આડો શોટ રમવાના પ્રયાસમાં મીડલ સ્ટંપ લઈને ગયો હતો. આમ બ્રૂક્સ બોલ્ડ થઈને પરત ફર્યો હતો. તેણે 15 બોલમાં 20 રન નોંધાવ્યા હતા.

  • 29 Jul 2022 10:35 PM (IST)

    IND vs WI, LIVE Score: અશ્વિન પર બ્રૂક્સની સિક્સર

    5મી ઓવરના ત્રીજા બોલ પર બ્રૂક્સે મીડ ઓફની ઉપરથી છગ્ગો ફટકાર્યો હતો. રવીચંદ્રન અશ્વિન આ ઓવર લઈને આવ્યો હતો. જેની પર બ્રૂક્સે આગળ નિકળીને આ સિક્સર ફટકારી હતી.

  • 29 Jul 2022 10:22 PM (IST)

    IND vs WI, LIVE Score: જેસન હોલ્ડર ક્લીન બોલ્ડ, જાડેજાએ દાંડિયા ઉડાવ્યા

    રવિન્દ્ર જાડેજાએ મહત્વની સફળતા અપાવી. જેસન હોલ્ડર શૂન્ય રન પર જ ક્લીન બોલ્ડ થતા પરત ફર્યો હતો. તે રુમ બનાવીને કવર પર શોટ રમવાના ચક્કરમાં વધારે પાછળ ખસી જતા બોલ સીધો જ દાંડિયા ઉખાડી ગયો હતો.

  • 29 Jul 2022 10:21 PM (IST)

    IND vs WI, LIVE Score: બ્રૂક્સે ચોગ્ગો ફટકાર્યો

    ત્રીજી ઓવર લઈને રવિન્દ્ર જાડેજા આવ્યો હતો. તેના પ્રથમ બંને બોલ ખાલી રહ્યા બાદ ત્રીજા બોલ પર બાઉન્ડરી સહન કરવી પડી હતી. આમ ભારત સામે બેટ ખોલીને રમવાનો પ્રયાસ મેચમાં કેરેબિયન ખેલાડીઓની જારી રહ્યો હતો.

  • 29 Jul 2022 10:17 PM (IST)

    IND vs WI, LIVE Score: અર્શદીપે અપાવી પ્રથમ સફળતા, મેયર્સ આઉટ

    પહેલા બે બોલ પર માર સહન કર્યા બાદ હવે અર્શદીપે શાનદાર રીતે મેયર્સને પોતાની જાળમાં ફસાવીને શિકાર કર્યો હતો. શોર્ટ બોલ નાંખ્યો હતો અને તેને ફ્રન્ટફુટ પુલ કરવાના પ્રયાસમાં મેયર્સ ભૂવનેશ્વરના હાથમાં કેચ ઝડપાયો હતો. તેણે 6 બોલમાં 15 રન ફટકાર્યા હતા.

  • 29 Jul 2022 10:17 PM (IST)

    IND vs WI, LIVE Score: અર્શદીપ પર મેયર્સનો છગ્ગો

    અર્શદીપ બીજી ઓવર લઈને આવ્યો હતો. આ પહેલા ભૂવનેશ્વરની ઓવરમાં બે ચોગ્ગા આવ્યા હતા. અર્શદીપ સિંહ પર મેયર્સે પ્રથમ બોલ પર છગ્ગો ફટકાર્યો હતો અને ત્યારા બાદ વાઈડ બોલ આવ્યો હતો. તેના બાદ બીજો બોલ આવતા જ મેયર્સે ચોગ્ગો ફટકારી દીધો હતો.

  • 29 Jul 2022 10:09 PM (IST)

    IND vs WI, LIVE Score: વેસ્ટ ઈન્ડિઝની બેટીંગ શરુ

    કાઈલ માર્સ અને શામરાહ બ્રૂક્સ ઓપનીંગમાં આવ્યા છે. જ્યારે પ્રથમ ઓવર લઈને ભૂવનેશ્વર કુમાર આવ્યો હતો. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 191 રનનુ લક્ષ્ય રાખ્યુ છે.

  • 29 Jul 2022 10:07 PM (IST)

    IND vs WI, LIVE Score: ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 191 રનનુ લક્ષ્ય રાખ્યુ

    ભારતીય ટીમનો સ્કોર એકા એક જ અંતિમ ઓવરમાં વધવા લાગ્યો હતો. કારણ કે દિનેશ કાર્તિકે અંતમાં આક્રમક રમત દર્શાવી હતી. તેણે અંતિમ ઓવરોમાં કેરેબિયન બોલરોને હંફાવી દીધા હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્માની અડધી સદી સાથે ભારતે 20 ઓવરમાં 190 રનનો સ્કોર ખડક્યો છે. ભારતે 6 વિકેટ ગુમાવી હતી.

  • 29 Jul 2022 09:31 PM (IST)

    IND vs WI, LIVE Score: જાડેજા આઉટ

    16મી ઓવરમાં જોસેફે સાત રન આપીને રવિન્દ્ર જાડેજાને આઉટ કર્યો હતો. ઓવરના બીજા બોલ પર કાર્તિકે કવર પર ચોગ્ગો ફટકાર્યો. ઓવરના છેલ્લા બોલ પર જાડેજાએ શોર્ટ થર્ડ મેન પર બોલ રમીને કીમો પોલે કેચ પકડ્યો હતો. તે 13 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. તેણે ઇનિંગમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 29 Jul 2022 09:22 PM (IST)

    IND vs WI, LIVE Score: રોહિત શર્મા આઉટ

    15 મી ઓવરમાં જેસન હોલ્ડરના બોલ પર રોહિત શર્મા આઉટ થયો છે. ધીમી ગતિના બોલને ઉઠાવીને ફટકારવા જતા તે લોંગ ઓન પર આઉટ થયો છે. રોહિત શર્માએ 44 બોલમાં 64 રન નોંધાવ્યા છે.

  • 29 Jul 2022 09:20 PM (IST)

    IND vs WI, LIVE Score: રોહિતના સળંગ ત્રણ ચોગ્ગા

    અડધી સાથે રોહિત શર્મા શાનદાર રમત રમી રહ્યો છે. તેણે 14મી ઓવરમાં ઓડિયન સ્મિથ પર સળંગ ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવરના અંતિમ ત્રણેય બોલને હિટમેને બાઉન્ડરીને પાર મોકલ્યા હતા.

  • 29 Jul 2022 09:17 PM (IST)

    IND vs WI, LIVE Score: હાર્દિક પંડ્યા આઉટ

    અલ્ઝારી જોસેફે ઓવરમાં બે સળંગ બાઉન્ડરી હિટમેનના બેટથી સહન કરી પરંતુ તેણે મહત્વની વિકેટ નો શિકાર કર્યો. તેણે હાર્દિક પંડ્યાને થર્ડ મેન પર કેચ આઉટ વિકેટ મળી છે. મેકકોયે ડાઈવ લગાવીને કેચ ઝડપ્યો હતો. તે એક જ રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 29 Jul 2022 09:17 PM (IST)

    IND vs WI, LIVE Score: રોહિત શર્માની સળંગ બાઉન્ડરી

    રોહિત શર્માએ 12મી ઓવરના બીજા અને ત્રીજા બોલે સળંગ બાઉન્ડરી ફટકારી છે. તેણે અલ્ઝારી જોસેફની ઓવરમાં આ શાનદાર ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 29 Jul 2022 09:14 PM (IST)

    IND vs WI, LIVE Score: પંત આઉટ

    10મી ઓવરના અંતિમ બોલ પર કીમો પોલનો શિકાર થયો હતો ઋષભ પંત. બહારના બોલને શોર્ટ થર્ડ મેન તરફ ફટકારતા ત્યાં અકીલે તેનો કેચ ઝડપ્યો હતો. તે 14 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 29 Jul 2022 09:07 PM (IST)

    IND vs WI, LIVE Score: પંતની બાઉન્ડરી

    ઓડિયન સ્મિથે નવમી ઓવરમાં 11 રન આપ્યા હતા. ઓવરના ચોથા બોલ પર રોહિતે બેકવર્ડ પોઈન્ટ પર બાઉન્ડ્રી ફટકારી હતી. ઓવરના છેલ્લા બોલ પર પંતે ફાઈન લેગ પર ચોગ્ગો માર્યો.

  • 29 Jul 2022 08:49 PM (IST)

    IND vs WI, LIVE Score: રોહિત શર્માએ છગ્ગો ફટકાર્યો

    8મી ઓવર લઈને અલ્ઝારી જોસેફ આવ્યો હતો. આ ઓવરના ચોથા બોલ પર રોહિત શર્માએ છગ્ગો જમાવી દીધો હતો. શરીર પર આવેલા બોલને પુલ કરી દઈને રોહિતે બોલને સીધો ડીપ ફાઈનલ લેગ તરફ મોકલી દીધો હતો.

  • 29 Jul 2022 08:45 PM (IST)

    IND vs WI, LIVE Score: અય્યર શૂન્યમાં આઉટ

    છઠ્ઠી ઓવરમાં ઓબેદ મેકકોયે શ્રેયસ અય્યરને આઉટ કરીને ટીમને બીજી સફળતા અપાવી હતી. ઓવરના પાંચમા બોલ પર, અય્યરે બોલને ફ્લિક કર્યો અને તે અકીલ હુસૈન દ્વારા કેચ આઉટ થયો. અય્યર ખાતું પણ ખોલાવી શક્યો ન હતો

  • 29 Jul 2022 08:43 PM (IST)

    IND vs WI, LIVE Score: સૂર્યકુમાર આઉટ

    ભારતને પહેલો ઝટકો અકીલ હુસૈને આપ્યો હતો. પાંચમી ઓવરના ચોથા બોલ પર સૂર્યકુમારે મિડ-વિકેટ પર બોલ રમ્યો અને તે જેસન હોલ્ડરના હાથે કેચ થયો. તે 16 બોલમાં 24 રન બનાવીને પરત ફર્યો હતો. આ ઇનિંગમાં તેણે 3 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.

  • 29 Jul 2022 08:35 PM (IST)

    IND vs WI, LIVE Score: જોસેફની ધુલાઈ

    અલઝારી જોસેફે ચોથી ઓવરમાં 18 રન આપ્યા હતા. ઓવરના બીજા બોલ પર સૂર્યકુમાર યાદવે ફાઈન લેગ પર સિક્સર ફટકારી હતી. બીજા બોલ પર ભારતને બાયથી ચાર રન મળ્યા. બીજી તરફ, સૂર્યકુમાર યાદવે છેલ્લા બોલ પર વધુ એક શાનદાર બાઉન્ડ્રી ફટકારી હતી.

  • 29 Jul 2022 08:17 PM (IST)

    IND vs WI, LIVE Score: સૂર્યાએ ચોગ્ગો જમાવ્યો

    ત્રીજી ઓવર અકીલ હુસેન લઈને આવ્યો હતો. જેની ઓવરના અંતિમ બોલ પર સૂર્યકુમાર યાદવે ચોગ્ગો લગાવ્યો હતો. ઘૂંટણ ટેકવીને ફાઈન લેગ તરફ ચાર રેન મેળવ્યા હતા. આ ઓવરના પ્રથમ બોલ પર જ સૂર્યાને જીવત દાન મળ્યુ હતુ.

  • 29 Jul 2022 08:16 PM (IST)

    IND vs WI, LIVE Score: રોહિત શર્માનો શાનદાર છગ્ગો

    રોહિત શર્માએ શાનદાર છગ્ગો લગાવીને જેસન હોલ્ડરનુ સ્વાગત કર્યુ હતુ. બીજી ઓવરના પ્રથમ બોલ પર જ હિટમેને છગ્ગો જમાવી દીધો હતો. બે પગલા આગળ વધીને આ સિક્સર ફટકારી હતી. ત્યાર બાદ ત્રીજા બોલ પર સૂર્યાએ ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 29 Jul 2022 08:12 PM (IST)

    IND vs WI, LIVE Score: ભારતની બેટીંગ શરુ

    ભારતીય ટીમની ઓપનીંગ જોડી તરીકે સૂર્યકુમાર યાદવ રોહિત શર્મા સાથે આવ્યો છે. ભારતીય ટીમે મોટુ લક્ષ્ય કેરેબિયન ટીમ સામે રાખવુ જરુરી છે. પ્રથમ ઓવર મેકકોય લઈને આવ્યો હતો. જેમાં ઓવરના ચોથા બોલે સૂર્યાએ ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 29 Jul 2022 08:04 PM (IST)

    IND vs WI, LIVE Score: વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ ઈલેવન

    વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ ઈલેવનઃ શમરાહ બ્રુક્સ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, નિકોલસ પૂરન, કાઈલ મેયર્સ, અકીલ હુસેન, ઓડિયન સ્મિથ, અલઝારી જોસેફ, ઓબેદ મેકકોય, કીમો પોલ

  • 29 Jul 2022 08:02 PM (IST)

    IND vs WI, LIVE Score: ભારતની પ્લેઈંગ ઈલેવન

    ભારતની પ્લેઈંગ ઈલેવનઃ રોહિત શર્મા, ઋષભ પંત, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, આર અશ્વિન અને અર્શદીપ સિંહ.

  • 29 Jul 2022 07:39 PM (IST)

    IND vs WI, LIVE Score: વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી

    વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને ટોસ જીત્યો છે. તેણે પહેલા બોલીંગ પસંદ કરી છે. ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરશે. ભારતીય ટીમના નિયમીત કેપ્ટન રોહિત શર્મા પરત ફર્યો છે. આ સિવાય પણ અનુભવી ખેલાડીઓ પણ ટીમમાં જોવા મળશે. એટલેકે ઋષભ પંત પણ ફરી એક્શનમાં જોવા મળશે.

  • 29 Jul 2022 07:37 PM (IST)

    IND vs WI, LIVE Score: આ શ્રેણી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ

    T20 વર્લ્ડ કપમાં ત્રણ મહિનાથી ઓછા સમય બાકી છે, આ શ્રેણી કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ માટે તેમની મુખ્ય ટીમને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ છે.

  • 29 Jul 2022 07:36 PM (IST)

    IND vs WI, LIVE Score: ODI પછી હવે T20 ની ટક્કર

    ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો ODI ફોર્મેટ બાદ T20 સિરીઝમાં એકબીજાનો સામનો કરશે. આજે બંને ટીમો પાંચ મેચની T20I શ્રેણીની પ્રથમ મેચમાં સામસામે આવી છે.

Published On - 7:30 pm, Fri, 29 July 22