India vs West Indies, 1st ODI, Live Score highlight: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો રોમાંચક વિજય, અંતિમ બોલ સુધી ચાલી ટક્કર

IND Vs WI 1st ODI Match Live Updates: ભારતની ટીમ તાજેતરમાં ઈંગ્લેન્ડને હરાવીને આવી રહી છે, જોકે આ શ્રેણીમાં ઘણા ખેલાડીઓ અલગ છે.

India vs West Indies, 1st ODI, Live Score highlight: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો રોમાંચક વિજય, અંતિમ બોલ સુધી ચાલી ટક્કર
પ્રથમ મેચ ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર રમાઈ રહી છે.
| Edited By: | Updated on: Jul 23, 2022 | 3:27 AM

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે આજથી ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થઈ રહી છે અને આ સીરીઝની પ્રથમ મેચ ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર રમાઈ રહી છે. બંને ટીમો શ્રેણીની શરૂઆત જીત સાથે કરવા અને શ્રેણીમાં લીડ મેળવવા ઈચ્છે છે. ભારત હાલમાં જ ઈંગ્લેન્ડમાં શ્રેણી જીતીને પરત ફર્યું છે પરંતુ વિન્ડીઝ પ્રવાસ પર ટીમ અલગ છે. ભારતીય ટીમની કમાન શિખર ધવનના હાથમાં છે અને આ પ્રવાસ માટે ભારત તરફથી ઘણા મુખ્ય ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

 

IND vs WI: આજની પ્લેઇંગ XI

વેસ્ટ ઈન્ડિઝ: નિકોલસ પૂરન (કેપ્ટન), શે હોઈ, શમરાહ બ્રૂક્સ, બ્રેન્ડન કિંગ, કાયલ મેયર્સ, રોવમેન પોવેલ, જેડન સીલ્સ, અલઝારી જોસેફ, રોમારિયો શેફર્ડ, ગુડકેશ મોતી, અકીલ હુસૈન.

ભારત: શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 23 Jul 2022 03:11 AM (IST)

    IND vs WI Live Score: અંતિમ ઓવર આમ રહી

    સિરાજ લઈને આવ્યો હતો અંતિમ ઓવર ઓવર 6 બોલમાં વેસ્ટ ઈન્ડિઝને 15 રનની જરુર હતી. પ્રથમ બોલ અકીલ હુસેન સામે ખાલી રહ્યો હતો. બીજા બોલ પર એક રન મેળવ્યો હતો. ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ચોથા બોલે 2 રન મેળવ્યા હતા. પાંચમો બોલ વાઈડ રહ્યો હતો, યોગ્ય બોલ પર 2 રન, અંતિમ બોલે 5 રનની જરુર હતી અને બોલ ખાલી રહ્યો હતો. આમ ભારતનો રોમાંચક રીતે જીત વિજય થયો હતો.

  • 23 Jul 2022 03:08 AM (IST)

    IND vs WI Live Score: શેફર્ડે બાઉન્ડરી ફટકારી

    શેફર્ડે 49મી ઓવરના અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ 12 રન આપ્યા હતા. આમ અંતિમ ઓવરમાં 15 રનની જરુર રહી હતી.


  • 23 Jul 2022 03:03 AM (IST)

    IND vs WI Live Score: રોમારિયો શેફર્ડે છગ્ગો ફટકાર્યો

    મેચ હવે રોમાંચક સ્થિતીમાં આવી ચુકી છે અને પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરના પ્રથમ બોલે જ રોમારિયો શેફર્ડે છગ્ગો ફટકાર્યો હતો. આ સાથે જ મેચનો રોમાંચ વધી ચુક્યો હતો.

  • 23 Jul 2022 02:53 AM (IST)

    IND vs WI Live Score: ચહલ પર શેફર્ડની સિક્સર

    47મી ઓવર લઈને યુઝવેન્દ્ર ચહલ આવ્યો હતો અને તેના બીજા બોલ પર શેફર્ડે છગ્ગો ફટકાર્યો હતો. મેચ રોમાંચક સ્થિતી તરફ આગળ વધી રહી હતી. ત્યા છગ્ગો ફટકારતા ભારતીય ટીમને માટે તે ચિંતા ધરાવનારો હતો.

  • 23 Jul 2022 02:43 AM (IST)

    IND vs WI Live Score: બ્રેન્ડન કિંગની મહત્વની વિકેટ ચહલે ઝડપી

    45મી ઓવર લઈને યુઝવેન્દ્ર ચહલ લઈને આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલે ચહલ બ્રેન્ડન કિંગને પોતાની જાળમાં ફસાવવામાં સફળ રહ્યો હતો. શ્રેયસ અય્યરના હાથમાં તેનો કેચ ઝડપાવ્યો હતો. તે ટીમને લક્ષ્ય તરફ આગળ વધારી રહ્યો હતો. આમ તે મહત્વની વિકેટ રુપે આઉ થયો હતો. અડધી સદી કિંગે નોંધાવી હતી.

  • 23 Jul 2022 02:34 AM (IST)

    IND vs WI Live Score: ચહલની મોંઘી રહી ઓવર

    43મી ઓવર લઈને આવેલા યુઝવેન્દ્ર ચહલની ઓવર મોંઘી રહી હતી. ઓવરની શરુઆત છગ્ગા સાથે અને અંત બાઉન્ડરી સાથે થયો હતો. બ્રેન્ડન કિંગે ઓવરના પ્રથમ બોલે ડીપ મિડ વિકેટ તરફ છગ્ગો ફટકાર્યો હતો. જ્યારે હુસેને અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 23 Jul 2022 02:21 AM (IST)

    IND vs WI Live Score: બ્રેન્ડન કિંગની બાઉન્ડરી

    વેસ્ટ ઈન્ડિઝની ટીમ હજુ પણ લક્ષ્યાંકને પહોંચવા માટે આશા લગાવીને બેઠી છે. બ્રેન્ડન કીંગ આ માટે સમયાંતરે બાઉન્ડરી મેળવવા પ્રયાસ કરી રહ્યો છે. ચાળીસમી ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણાના બોલને સ્કેવર ડ્રાઈવ તરફ ફટકારીને ચાર રન મેળવ્યા હતા.

  • 23 Jul 2022 02:04 AM (IST)

    IND vs WI Live Score: રોવમેન પોવેલ આઉટ

    ભારતીય બોલરો કેરેબિયન ખેલાડીઓને હવે એક બાદ એક પેવેલિયન પરત મોકલવામાં સફળ થઈ રહ્યા છે. યુઝવેન્દ્ર ચહલે પોવેલને સ્લીપમાં હૂડાના હાથમાં કેચ પકડાવી દીધો હતો. માત્ર 6 રન નોંધાવીને પોવેલ પરત ફર્યો હતો.

  • 23 Jul 2022 02:01 AM (IST)

    IND vs WI Live Score: રોવમેન પોવેલે ચોગ્ગાથી કરી શરુઆત

    પૂરનના સ્થાને આવેલા રોવમેન પોવેલે પોતાનુ ખાતુ બાઉન્ડરી વડે ખોલાવ્યુ છે. તેણે સિરાજના બોલ પર 36 મી ઓવરમાં ચોગ્ગો ફટકાર્યો હતો. બાઉન્સર બોલને તેણે ડીપ સ્કેવર લેગ તરફ ફટકાર્યો હતો.

  • 23 Jul 2022 01:59 AM (IST)

    IND vs WI Live Score: સિરાજે નિકોલસ પૂરનનો શિકાર કર્યો

    36મી ઓવર લઈને આવેલા સિરાજે પ્રથમ બોલ પર જ સફળતા મેળવી હતી. નિકોલસ પૂરનને તેણે પોતાનો શિકાર બનાવ્યો હતો. સ્લોગ કરવા ઈચ્છતા પૂરનનો કેચ પ્રસિદ્ધ કૃષ્ણાએ ઝડપ્યો હતો.

  • 23 Jul 2022 01:56 AM (IST)

    IND vs WI Live Score: બ્રેન્ડન કિંગે છગ્ગો ફટકાર્યો

    અક્ષર પટેલ 33મી ઓવર લઈને આવ્યો હતો, ઓરના ચોથા બોલ પર લોંગ ઓફ પર બ્રેન્ડન કિંગે છગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં પટેલે 9 રન આપ્યા હતા.

  • 23 Jul 2022 01:34 AM (IST)

    IND vs WI Live Score: પૂરને બેક ટુ બેક છગ્ગા ફટકાર્યા

    એક સમયે વેસ્ટ ઈન્ડિઝની રમત હવે ધીમી પડી હોય એમ લાગી રહી હતી. પરંતુ કેપ્ટન નિકોલસ પૂરને 32મી ઓવરમાં ગીયર બદલ્યો હતો. તેણે પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં બેક ટુ બેક બે છગ્ગા જમાવી દીધા હકા. ઓવરમાં 15 રન કૃષ્ણાએ ગુમાવ્યા હતા.

  • 23 Jul 2022 01:22 AM (IST)

    IND vs WI Live Score: કાઈલ પણ શાર્દૂલનો શિકાર

    ભારતીય ટીમ માટે અઘરો સાબિત થઈ રહેલો કાઈલ મેયર્સ પણ શાર્દૂલનો શિકાર થયો છે. તેણે કાઈલને સંજૂ સેમસનના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો. કાઈલે 58 બોલમાં 75 રન ફટકાર્યા હતા.

  • 23 Jul 2022 01:06 AM (IST)

    IND vs WI Live Score: શાર્દૂલ ઠાકુરે મહત્વનો શિકાર ઝડપ્યો

    ભારત માટે બ્રૂક્સ અને કાઈલની જોડી ભારે સાબિત થવા જઈ રહી હતી. આ દરમિયાન શાર્દૂલ ઠાકુરે બ્રૂક્સનો શિકાર કર્યો છે. બ્રૂક્સને પોતાની જાળમાં ફસાવીને તેનો કેચ શ્રેયસ અય્યરના હાથમાં ઝડપાવ્યો.તે 46 રન કરીને 24મી ઓવરમાં આઉટ થયો હતો.

  • 23 Jul 2022 01:02 AM (IST)

    IND vs WI Live Score: બ્રૂક્સે સિક્સર ફટકારી

    શાર્દૂલ ઠાકુરે આ વખતે છગ્ગો સહન કરવો પડ્યો હતો. 22 મીઓ ઓવરની શરુઆતે એટલે કે પ્રથમ બોલ પર જ બ્રૂક્સે છગ્ગો ફટકાર્યો હતો.

  • 23 Jul 2022 12:52 AM (IST)

    IND vs WI Live Score: કાઈલે છગ્ગો ફટકાર્યો

    21 મી ઓવર યુઝેવન્દ્ર ચહલ લઈને આવ્યો હતો અને તેની ઓવરના બીજા બોલ પર મેયર્સે છગ્ગો ફટકાર્યો હતો. ત્યાર બાદ ઓવરના અંતિમ બોલને ચાર રન માટે મોકલ્યો હતો.

  • 23 Jul 2022 12:51 AM (IST)

    IND vs WI Live Score: કાઈલ મેયર્સની અડધી સદી

    કાઈલ મેયર્સની રમત હવે ભારતીય બોલરોને પરેશાન કરી રહી છે. તે એક બાદ એક બોલરો સામે મક્કમતા પૂર્વક પોતાની રમત આગળ વધારી રહ્યો છે. મેયર્સે પોતાની અડધી સદી પણ પૂર્ણ કરી લીધી છે.

  • 23 Jul 2022 12:15 AM (IST)

    IND vs WI Live Score: કાઈલને સળંગ બાઉન્ડરી

    11 મી ઓવર લઈને અક્ષર પટેલ આવ્યો હતો. જેની ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમાં બોલ પર સળંગ ત્રણ બાઉન્ડરી કાઈલ મેયર્સે જમાવી દીધી હતી.

  • 23 Jul 2022 12:14 AM (IST)

    IND vs WI Live Score: બ્રૂક્સે બેક ટુ બેક બાઉન્ડરી ફટકારી

    10મી ઓવરની શરુઆતે જ સળંગ બે બાઉન્ડરી બ્રૂક્સે ફટકારી હતી. આ ઓવર શાર્દૂલ ઠાકુર લઈને આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર ફાઈન લેગ તરફ બાઉન્ડરી ફટકારી હતી. ત્યાર બાદ બીજા બોલને સીધો સાઈટ સ્ક્રીન તરફ ફટકારી દીધો હતો. ઓવરમાં 12 રન શાર્દૂલે ગુમાવ્યા હતા.

  • 23 Jul 2022 12:01 AM (IST)

    IND vs WI Live Score: કાઈલ મેયર્સની બાઉન્ડરી

    મેયર્સ 7મી ઓવરના પ્રથમ બોલે ફાઈન લેગમાં બાઉન્ડરી ફટકારી હતી, ત્યાર બાદ તેણે 8મી ઓવરના અંતિમ બોલ પર બેકવર્ડ પોઈન્ટ નજીક થી બોલને બાઉન્ડરી માટે મોકલ્યો હતો. જ્યાં ફિલ્ડરના પ્રયાસ છતાં બોલ ચાર રન માટે ગયો હતો.

  • 22 Jul 2022 11:40 PM (IST)

    IND vs WI Live Score: સિરાજે અપાવી સફળતા, હોપ આઉટ

    ભારતને પ્રથમ વિકેટ મળી છે. હોપ આઉટ થયો છે. મોહમ્મદ સિરાજે પાંચમી ઓવરના પાંચમા બોલ પર હોપને આઉટ કર્યો હતો. સિરાજ શોર્ટ બોલ ફેંક્યો હતો અને હોપ તેને શાર્દુલ ઠાકુરના હાથમાં કેચ આપ્યો હતો.

  • 22 Jul 2022 11:39 PM (IST)

    IND vs WI Live Score: મેયર્સનો વધુ એક ચોગ્ગો

    આ વખતે પ્રસિદ્ધ કૃષ્ણાએ ચોગ્ગો સહન કરવો પડ્યો હતો. ચોથી ઓવર લઈને તે આવ્યો હતો, જેના પ્રથમ બોલ ખાલી રહ્યા હતા પરંતુ પાંચમાં બોલ પર ડીપ મિડ વિકેટ તરફ બોલને સરળતાથી મોકલી દીધો હતો.

  • 22 Jul 2022 11:38 PM (IST)

    IND vs WI Live Score: મેયર્સે બાઉન્ડરી ફટકારી

    સિરાજને ત્રીજી ઓવર લઈને આવવા માટે બોલાવવામાં આવ્યો હતો. તેણે શરુઆતના બે બોલમાં તો એક પણ રન ના આપ્યો, પરંતુ ત્રીજા બોલ પર તેણે બાઉન્ડરી સહન કરવી પડી હતી. મેયર્સે બેટની કિનારી વડે કટ કરીને બોલને થર્ડ મેનની બાજુમાથી બાઉન્ડરી માટે બોલને મોકલ્યો હતો.

  • 22 Jul 2022 11:33 PM (IST)

    IND vs WI Live Score: પ્રસિદ્ધ કૃષ્ણાએ મેડન ઓવર કરી

    પ્રસિદ્ધ કૃષ્ણા ઈનીંગની બીજી ઓવર અને મેચમાં પોતાની પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. સામનો કરવા માટે શે હોપ તૈયાર હતો. પરંતુ તેણે મીડલ અને ઓફ સ્ટંપની લાઈનમાં જ બોલ કર્યા હતા. હોપે શાંતીથી તેનો સામનો કર્યો પરંતુ કોઈ જ રન તે લઈ શક્યો નહોતો. આમ કૃષ્ણાએ મેચમાં પોતાની શરુઆત મેડન ઓવર સાથે કરી હતી.

  • 22 Jul 2022 11:20 PM (IST)

    IND vs WI Live Score: વેસ્ટ ઈન્ડિઝની બેટીંગ શરુ

    કાયલ માયર્સ અને શે હોપની જોડી ક્રિઝ પર આવી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે 309 રનનુ લક્ષ્ય છે. ભારતીય ટીમના સામે જીત મેળવવા માટે વિશાળ લક્ષ્યને પાર કરવાનુ છે. મોહમ્મદ સિરાજ ભારત તરફથી પ્રથમ ઓવર લઈ આવ્યો છે.

  • 22 Jul 2022 11:02 PM (IST)

    IND vs WI Live Score: ભારતે 308 રનનો સ્કોર કર્યો

    ભારતીય ટીમે 7 વિકેટ ગુમાવીને 308 રનનો સ્કોર નોંધાવ્યો છે. ભારતે ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા ઓપનીંગ જોડીમાં શિખર ધવન અને શુભમન ગિલે શાનદાર ઈનીંગ રમી હતી. બંનેની ઈનીંગને લઈ ભારતીય ટીમ ત્રણસોના આંકડાને પાર કરવા માટે મજબૂત પાયો જમાવ્યો હતો. ભારત તરફથી ધવન, ગિલ અને અય્યરે અડધી સદી નોંધાવી હતી.

  • 22 Jul 2022 10:49 PM (IST)

    IND vs WI Live Score: દીપક હૂડા આઉટ

    દીપક હુડ્ડા આઉટ થઇ ગયો છે. જોસેફે તેને બોલ્ડ કર્યો. જોસેફે 49મી ઓવરના છેલ્લા બોલ પર હુડાને બોલ્ડ કર્યો હતો. આ ઓવરમાં ભારતે બે વિકેટ ગુમાવી છે.

  • 22 Jul 2022 10:43 PM (IST)

    IND vs WI Live Score: અક્ષર પટેલ આઉટ

    અક્ષર પટેલ આઉચ થયો છે. 49મી ઓવરના ત્રીજા બોલ પર અલ્ઝારી જોસેફે તેને બોલ્ડ કર્યો હતો. આ સાથે ભારતે તેની છઠ્ઠી વિકેટ ગુમાવી હતી.

  • 22 Jul 2022 10:42 PM (IST)

    IND vs WI Live Score: અક્ષર પટેલ અને હૂડાએ છગ્ગા ફટકાર્યા

    ભારતીય ઇનિંગ્સની છેલ્લી સાત ઓવરમાં એક પણ બાઉન્ડ્રી આવી નથી. અક્ષર પટેલ 48મી ઓવરના પ્રથમ બોલે સિક્સર ફટકારી હતી, પરંતુ ત્યારપછી ઓવરના બીજો બોલ વાઈડ રહ્યો હતો અને ત્યાર પછીના બોલને બાઉન્ડરીની પાર મોકલ્યો હતો. ઓવરના અંતમાં હૂડાએ છગ્ગો લગાવ્યો હતો. આમ ઓવરમાં 20 રન આવ્યા હતા.

  • 22 Jul 2022 10:39 PM (IST)

    IND vs WI Live Score: સાત ઓવરમાં કોઈ બાઉન્ડ્રી નહીં

    ભારતીય ઇનિંગ્સની છેલ્લી સાત ઓવરમાં એક પણ બાઉન્ડ્રી આવી નથી. સંજુ સેમસને 39મી ઓવરના બીજા બોલે સિક્સર ફટકારી હતી, પરંતુ ત્યારપછી 46 ઓવર પૂરી થઈ ગઈ છે પરંતુ બાઉન્ડ્રી થઈ શકી નથી.

  • 22 Jul 2022 10:11 PM (IST)

    IND vs WI Live Score: સંજૂ સેમસન આઉટ

    સંજુ સેમસન આઉટ. શેફર્ડે તેને 42મી ઓવરના બીજા બોલે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. સંજુએ તેની સામે રિવ્યુ લીધો પરંતુ તેને અમ્પાયરનો કોલ કહેવામાં આવ્યો અને સંજુને પેવેલિયનમાં જવું પડ્યું.

  • 22 Jul 2022 10:03 PM (IST)

    IND vs WI Live Score: હુડાને જીવત દાન મળ્યુ

    દીપક હુડ્ડા આવતાની સાથે જ જીવત દાનની ભેટ મળી. હુડ્ડાએ 38મી ઓવરના છેલ્લા બોલ પર શોટ રમ્યો અને બોલ ડીપ મિડવિકેટ પર ઉભેલા મોતીના હાથમાં ગયો, જેણે કેચ છોડ્યો.

  • 22 Jul 2022 09:55 PM (IST)

    IND vs WI Live Score: સૂર્યકુમાર આઉટ

    સૂર્યકુમાર યાદવ આઉટ થયો છે. અકીલ હુસૈને તેની વિકેટ લીધી હતી. 39મી ઓવરના ચોથા બોલ પર સૂર્યકુમારે કટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના બેટની કિનારી લઈને સ્ટમ્પ સાથે અથડાયો અને તે આઉટ થઈ ગયો.

  • 22 Jul 2022 09:54 PM (IST)

    IND vs WI Live Score: સંજૂ સેમસને છગ્ગો જમાવ્યો

    39મી ઓવરના બીજા બોલ પર સંજૂ સેમસને છગ્ગો જમાવી દીધો હતો. ઓવર લઈને અકીલ હુસેન આવ્યો હતો અને તેના બોલ પર ડીપ મીડ વિકેટ પરથી છગ્ગો જમાવી દીધો હતો.

  • 22 Jul 2022 09:52 PM (IST)

    IND vs WI Live Score: સૂર્યકુમાર યાદવે ચોગ્ગો લગાવ્યો

    38મી ઓવરના અંતિમ બોલ પર સૂર્ય કુમાર યાદવે બેકવર્ડ સ્કેવર લેગ પર બાઉન્ડરી ફટકારી હતી. અજીબ પોઝિશનમાં સૂર્યાએ લગાવ્યો હતો અને બોલ જોકે જબરદસ્ત શોટ વડે સીધો જ બાઉન્ડરીની પાર પહોંચ્યો હતો.

  • 22 Jul 2022 09:51 PM (IST)

    IND vs WI Live Score: વિન્ડીઝ તરફથી શાનદાર ફિલ્ડિંગ

    વિન્ડીઝ ટીમની બોલિંગ સારી ન હતી પરંતુ તેની ફિલ્ડિંગે શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધી વિન્ડીઝે જે ત્રણ વિકેટ લીધી છે તે માત્ર તેમની શાનદાર ફિલ્ડિંગના કારણે જ મેળવી શકી છે.

  • 22 Jul 2022 09:40 PM (IST)

    IND vs WI Live Score: અય્યર આઉટ

    મોતી 36મી ઓવર લઈને આવ્યો હતો અને તેની ઓવરના પાંચમા બોલ પર એક્સ્ટ્રા કવર તરફ શોટ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નિકોલસ પૂરને સ્પાઈડર મેનની જેમ કેચ ઝડપી લીધો હતો. આમ 57 બોલનો સામનો કરીને અય્યર 54 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 22 Jul 2022 09:39 PM (IST)

    IND vs WI Live Score: અય્યરે અડધી સદી પૂરી કરી

    35 મી ઓવરમાં શ્રેયસ અય્યરે અકીલ હુસેનના બોલ પર બાઉન્ડરી લગાવી હતી. ઓવરના ત્રીજા બોલ પર બાઉન્ડરી ડીપ બેકવર્ડ પોઈન્ટ તરફ લગાવી હતી. ત્યાર બાદ સિંગલ રન લઈને અય્યરે અડદી સદી પુરી કરી હતી. ઓવરના પાંચમાં બોલે સૂર્યકુમારે પણ બેકવર્ડ સ્કેવર લેગ તરફ બાઉન્ડરી ફટકારી હતી..

  • 22 Jul 2022 09:35 PM (IST)

    IND vs WI Live Score: શિખર ધવન નાઈન્ટી નર્વસ

    શિખર ધવન આઉટ. ધવન તેની આઠમી ODI સદી ત્રણ રનથી ચૂકી ગયો. ધવને મોતીના ઓફ સ્ટમ્પની બહાર બોલને રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શારમાહ બ્રુક્સે એક હાથે તેનો શાનદાર કેચ લઈને ભારતીય કેપ્ટનને સદી ફટકારવા દીધી ન હતી.

  • 22 Jul 2022 09:34 PM (IST)

    IND vs WI Live Score: ધવને છગ્ગો ફટકાર્યો

    ધવને ફરી એકવાર શાનદાર સિક્સ ફટકારી છે. ધવને 34મી ઓવરના ત્રીજા બોલ પર સિક્સર ફટકારી હતી. મોતીના બોલ પર ધવને તેને બેસીને ફટકાર્યો અને બોલને ડીપ મિડવિકેટ પર સિક્સર ફટકારી.

  • 22 Jul 2022 09:14 PM (IST)

    IND vs WI Live Score: અય્યરે છગ્ગો ફટકાર્યો

    30મી ઓવરના ત્રીજા બોલ પર શ્રેયસ અય્યરે છગ્ગો ફટકાર્યો હતો. ફુટવર્ક સાથે અય્યરે લોંગ ઓન તરફ છગ્ગો જમાવી દીધો હતો. નિકોલસ પૂરન ઓવર લઈને આવ્યો હતો અને તેની ઓવરમાં જ છગ્ગો જમાવી દીધો હતો. ઓવરમાં 9 રન આવ્યા હતા.

  • 22 Jul 2022 09:06 PM (IST)

    IND vs WI Live Score: ધવને શાનદાર સિક્સર ફટકારી

    28 મી ઓવરના પ્રથમ બોલે જ શિખર ધવને શાનદાર છગ્ગો જમાવી દીધો હતો. ડીપ સ્કેવર લેગની દીશામાં ઉઠાવીને બોલને સીધો બાઉન્ડરીની પાર મોકલવા માટે ફટકારી દીધો હતો. ઓવરમાં 7 રન આવ્યા હતા.

  • 22 Jul 2022 08:59 PM (IST)

    IND vs WI Live Score: અય્યરે ચોગ્ગો ફટકાર્યો

    26મી ઓવર લઈને મોતી આવ્યો હતો. તેના ખરાબ લેન્થના બોલનો શ્રેયસ અય્યરે પુરો ફાયદો ઉઠાવ્યો હતો. શ્રેયસે ચોથા બોલને બેકફુટ જઈને તાકાત સાથે પંચ કરી દીધો હતો અને ડીપ કવર તરફથી બાઉન્ડરી મેળવી હતી.

  • 22 Jul 2022 08:57 PM (IST)

    IND vs WI Live Score: અય્યરનો શાનદાર શોટ

    અય્યરે 25મી ઓવરના બીજા બોલ પર લેટ કટ રમ્યો હતો, પરંતુ તે બોલને ચાર રન માટે આગળ પહોંચાડી શક્યો ન હતો. હોસેને ઓફ-સ્ટમ્પની બહાર બોલ ફેંક્યો જે ઐયરે થર્ડમેન તરફ હળવો રમ્યો અને ત્રણ રન લીધા.

  • 22 Jul 2022 08:57 PM (IST)

    IND vs WI Live Score: અય્યર બચ્યો

    અય્યર 23મી ઓવરના ત્રીજા બોલ પર રન આઉટ થવા થી બચ્યો હતો. અકીલ હુસૈનનો બોલ, ગિલ પોઈન્ટ તરફ રમ્યો અને રન આપ્યા પરંતુ ફિલ્ડરે બોલ સીધો નોન-સ્ટ્રાઈકર એન્ડ પર થ્રો કર્યો, પરંતુ અય્યર યોગ્ય સમયે ક્રીઝ પર પહોંચી ગયો.

  • 22 Jul 2022 08:45 PM (IST)

    IND vs WI Live Score: જોસેફ પર ધવનની બાઉન્ડરી

    ધવને 22મી ઓવરના બીજા બોલે જોસેફ પર ચોગ્ગો ફટકાર્યો હતો. જોસેફે ઓફ-સ્ટમ્પની બહાર બોલ ફેંક્યો અને ધવને તેને ચાર રન માટે કટ કર્યો હતો.

  • 22 Jul 2022 08:43 PM (IST)

    IND vs WI Live Score: જોસેફનું ચાર રન સાથે સ્વાગત

    20મી ઓવર લાવનાર અલ્ઝારી જોસેફનું ધવને ચોગ્ગા સાથે સ્વાગત કર્યું હતું. જોસેફ બોલને ઓફ-સ્ટમ્પ પર આગળ ફેંક્યો હતો અને ધવને તેને સરળતાથી ચાર રન માટે મોકલી દીધો હતો.

  • 22 Jul 2022 08:26 PM (IST)

    IND vs WI Live Score: શુભમન ગિલ રન આઉટ

    અલ્ઝારી જોસેફની ઓવર ચાલી રહી હતી. ગિલે ચોથા બોલને સ્કેવર લેગ પર શોટ લગાવ્યો હતો અને સિંગલ લેવા માટે દોડ્યો હતો. મિડ વિકેટ પર હાજર પૂરને દોડીને બોલને ઝડપી નોન સ્ટ્રાઈકર એન્ડ પર થ્રો કરી દીધો હતો. સીધો હીટ થતા થર્ડ અંપાયરે ગિલને રન આઉટ આપ્યો હતો. 53 બોલનો સામનો કરીને તેણે 2 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદ થી 64 રનની શાનદાર ઈનીંગ રમી હતી. તેની ઈનીંગને લઈ ભારતને સારી શરુઆત મળી હતી.

  • 22 Jul 2022 08:24 PM (IST)

    IND vs WI Live Score: ધવને અડધી સદી પુરી કરી

    18મી ઓવરના બીજા બોલ પર એક રન લઈને શિખર ધવને પોતાની અડદી સદી પુરી કરી હતી. શિખર ધવને શાનદાર ઈનીંગ રમી છે. ધવને 53 બોલમાં 1 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદ થી ફીફટી નોંધાવી હતી.

  • 22 Jul 2022 08:14 PM (IST)

    IND vs WI Live Score: ધવનને ફટકારી બાઉન્ડરી

    16 મી ઓવરના ચોથ બોલ પર ભારતના ખાતામાં બાઉન્ડરી આવી છે. શિખર ધવને ગુડ લેન્થ બોલને કટ કરીને થર્ડ મેનની તરફ ફટકારી દીધો હતો. ભારતને ઓવરમાં 8 રન મળ્યા હતા.

  • 22 Jul 2022 08:11 PM (IST)

    IND vs WI Live Score: 15 ઓવરના અંતે ભારતનો સ્કોર

    ભારતીય ટીમના ઓપનર શિખર ધવન અને શુભમન ગિલે સારી શરુઆત અપાવી છે. ગિલે શાનદાર અડધી સદી પૂર્ણ કરી લીધી છે. ભારતે વિના કોઈ વિકેટ ગુમાવીને 15 ઓવરના અંતે 103 રનનો સ્કોર કર્યો છે. આમ ભારતીય ટીમના ઓપનરોએ વેસ્ટ ઈન્ડિઝ સામે મોટો સ્કોર ખડકવાનુ મન બનાવી લીધુ છે.

  • 22 Jul 2022 08:00 PM (IST)

    IND vs WI Live Score: શુભમન ગિલની અડધી સદી

    શુભમન ગીલે પોતાના 50 રન પૂરા કર્યા છે. આ માટે તેણે 36 બોલ લીધા. 12મી ઓવરના છેલ્લા બોલ પર ગિલે એક રન લઈને પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ મેચ પહેલા ગિલના વનડેમાં કુલ 49 રન હતા.

  • 22 Jul 2022 07:58 PM (IST)

    IND vs WI Live Score: ગિલે છગ્ગો ફટકાર્યો

    ગિલે 11મી ઓવરના બીજા બોલ પર સિક્સર ફટકારી હતી. ડાબા હાથના સ્પિનર ​​મોતી એ બોલને ઉપરના તરફ નાંખ્યો હતો અને તેના પર આગળ નિકળીને છ રનમ માટે ગિલ રમ્યો હતો રમ્યો.

  • 22 Jul 2022 07:57 PM (IST)

    IND vs WI Live Score: ગિલે લગાવી ફોર

    10મી ઓવરના પહેલો બોલ પર કાયલ માયર્સ દ્વારા ફેંકવામાં આવતા ગિલે ચોગ્ગો ફટકાર્યો હતો. આ બોલ ઓફ-સ્ટમ્પની બહાર હતો જેને ગિલ દ્વારા કટ કરવામાં આવ્યો હતો અને પોઈન્ટ પર ઉભેલા ફિલ્ડરે છોડી દીધો હતો અને ચાર રન લીધા હતા. ચોથા બોલ પર પણ ગિલે ચોગ્ગો ફટકાર્યો હતો. આ વખતે બોલ શોર્ટ હતો, જેને ગિલે આગળ જઈને પુલ કર્યો હતો.

  • 22 Jul 2022 07:55 PM (IST)

    IND vs WI Live Score: ધવન તરફથી વધુ એક ચોગ્ગો

    ધવને નવમી ઓવરના બીજા બોલે વધુ એક ચોગ્ગો ફટકાર્યો હતો. શેફર્ડ ઓફ-સ્ટમ્પની ઉપર બોલને નાંખ્યો હતો અને ધવને તેના પર ફોર ફટકારી હતી.

  • 22 Jul 2022 07:41 PM (IST)

    IND vs WI Live Score: ધવનનો શાનદાર શોટ

    ધવને શાનદાર કવર ડ્રાઇવથી ચાર રન લીધા છે. સાતમી ઓવરનો ચોથો બોલ રોમરિયા શેફર્ડે ઓફ-સ્ટમ્પ પર ફેંક્યો હતો અને ધવને કવર્સ તરફ ચાર રન લીધા હતા.

  • 22 Jul 2022 07:30 PM (IST)

    IND vs WI Live Score: શિખર ધવને છગ્ગો ફટકાર્યો

    પાંચમી ઓવરના અંતિમ બોલ પર શિખર ધવને છગ્ગો જમાવી દીધો હતી. ધવને હૂક શોટ વડે બોલને સીધો જ બાઉન્ડરીની પાર મોકલી દીધો હતો. ફાઈન લેગના ફિલ્ડરની નજીક થી છગ્ગો ફટકાર્યો હતો.

  • 22 Jul 2022 07:27 PM (IST)

    IND vs WI Live Score: બાઉન્ડ્રી સાથે ઓવરનો અંત

    શુભમન ગિલે ત્રીજી ઓવરનો અંત ચોગ્ગા સાથે કર્યો છે. જોસેફે શોર્ટ બોલ નાખ્યો અને ગીલે તેના પર બેકફૂટ પંચ વડે બોલને પોઈન્ટની દિશામાં ચાર રન માટે મોકલ્યો.

  • 22 Jul 2022 07:18 PM (IST)

    IND vs WI Live Score: ગિલે છગ્ગો ફટકાર્યો

    શુભમન ગિલે શાનદાર છગ્ગો ફટકાર્યો છે. ત્રીજી ઓવરનો ચોથો બોલ જોસેફે લેગ સાઇડ પર આપ્યો હતો અને તેને ગીલે છ રન માટે મોકલ્યો હતો. અગાઉ, આવા જ બોલ પર ગિલે ફાઇન લેગ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 22 Jul 2022 07:11 PM (IST)

    IND vs WI Live Score: શુભમન ગિલે પણ બાઉન્ડરી થી શરુઆત કરી

    શુભમન ગિલે ચોગ્ગા સાથે પોતાનું ખાતું ખોલ્યુ છે. ગિલે સીલ્સના ઓફ સાઇડના બહારના બોલ પર કવર ડ્રાઇવ પર ચાર રન લીધા હતા.

  • 22 Jul 2022 07:09 PM (IST)

    IND vs WI Live Score: શિખર ઘવને ફટકાર્યા સળંગ ચોગ્ગા

    અલ્ઝારી જોસેફ પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. ઓવરના પ્રથમ ત્રણ બોલ ખાલી રહ્યા હતા. જે મેચના પણ પ્રથમ ત્રણ બોલ હતા. ચોથા બોલ પર શિખર ધવને સ્કવેર ડ્રાઈવ કરપીને ગેપ નિકાળી ચોગ્ગા માટે બોલને મોકલ્યો હતો. આ સાથે જ ધવન અને ભારતનુ ખાતુ ચાર રન વડે ખુલ્યુ હતુ. ત્યાર બાદ આગળના બોલ પર પી થી અપર કટ કરીને બાઉન્ડરી ફટકારી હતી, જે વન બાઉન્સ ચોગ્ગો હતો. આમ પ્રથમ ઓવરમાં 8 રન આવ્યા હતા.

  • 22 Jul 2022 07:07 PM (IST)

    IND vs WI Live Score: મેચ શરુ

    ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચ શરૂ થઈ ગઈ છે. શિખર ધવન સાથે શુભમન ગિલ ઇનિંગ્સની શરૂઆત કરવા આવ્યો છે. અલઝારી જોસેફ વિન્ડીઝ માટે શરૂઆત કરી રહ્યો છે.

  • 22 Jul 2022 07:07 PM (IST)

    Black Lives Matter અભિયાનને સમર્થન

    વેસ્ટ ઈન્ડિઝે મેચની શરૂઆત પહેલા એક ઘૂંટણિયે બેસીને બ્લેક લાઈવ્સ મેટર અભિયાનને સમર્થન આપ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ દરેક મેચ પહેલા આવું કરે છે.

  • 22 Jul 2022 06:56 PM (IST)

    IND vs WI Live Score: વેસ્ટ ઇન્ડિઝની પ્લેઇંગ-11

    વેસ્ટ ઈન્ડિઝ: નિકોલસ પૂરન (કેપ્ટન), શે હોઈ, શમરાહ બ્રૂક્સ, બ્રેન્ડન કિંગ, કાયલ મેયર્સ, રોવમેન પોવેલ, જેડન સીલ્સ, અલઝારી જોસેફ, રોમારિયો શેફર્ડ, ગુડકેશ મોતી, અકીલ હુસૈન.

  • 22 Jul 2022 06:55 PM (IST)

    IND vs WI Live Score: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11

    ભારત: શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ

  • 22 Jul 2022 06:54 PM (IST)

    IND vs WI Live Score: રવિન્દ્ર જાડેજા બહાર

    રવિન્દ્ર જાડેજાના મામલામાં BCCI એ મોટું અપડેટ આપ્યું છે. તે પ્રથમ બે વનડેમાંથી બહાર થઈ ગયો છે. BCCIએ કહ્યું છે કે તેને જમણા ઘૂંટણમાં ઈજા છે અને તે BCCI ની મેડિકલ ટીમની દેખરેખમાં છે.

  • 22 Jul 2022 06:42 PM (IST)

    IND vs WI Live Score: વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીત્યો

    ભારત સામેની પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે બહાર છે. શુભમન ગિલને તક મળી છે.

Published On - 6:41 pm, Fri, 22 July 22