IND vs SL: ઉમરાન મલિકે પોતાનો જ રેકોર્ડ તોડી દીધો, સૌથી ઝડપી બોલ ફેંકવાનો રચ્યો વિક્રમ

|

Jan 11, 2023 | 8:25 AM

ઉમરાન મલિકે પોતાની ઝડપી ગતિના બોલને લઈ શ્રીલંકન ટીમને પરેશાન કરી દઈ 3 વિકેટ ઝડપી હતી. ગુવાહાટીમાં તેણે વનડે ક્રિકેટમાં પોતાનો જ રેકોર્ડ તોડી દેતી ગતિએ બોલ ફેંક્યો હતો.

IND vs SL: ઉમરાન મલિકે પોતાનો જ રેકોર્ડ તોડી દીધો, સૌથી ઝડપી બોલ ફેંકવાનો રચ્યો વિક્રમ
Umran Malik Bowls fastest delivery breaks his own record

Follow us on

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની વનડે સિરીઝની શરુઆત થઈ ચુકી છે. ભારતીય ટીમે જીત સાથે શ્રેણીની સારી શરુઆત કરી છે. ભારતીય બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરીને વિશાળ સ્કોર ખડક્યો હતો. જ્યારે બોલરોએ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી હતી. ખાસ કરીને ઉમરાન મલિક ગુવાહાટીમાં પ્રભાવિત કરનારુ પ્રદર્શન કરી રહ્યો હતો. ઉમરાને ઝડપી ગતિનો બોલ કરવાનો રેકોર્ડ પોતાના નામે આ દરમિયાન કર્યો હતો. હવે મર્યાદીત ઓવર્સની આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતનો સૌથી ઝડપી બોલ કરનારો બોલર બનૂ ચૂક્યો છે.

ઉમરાન મલિકે ગુવાહાટીમાં ઝડપી ગતિના બોલ કરીને શ્રીલંકન ટીમના બેટ્સમેનોને પરેશાન કરી દીધા હતા. મલિકે આ વખતે ઝડપી બોલ કરીને વનડે ક્રિકેટમાં પોતાનો જ એક રેકોર્ડને તોડી દીધો છે. મલિકના નામે હવે નવો રેકોર્ડ નોંધાયો છે જે ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી બોલ છે.

સૌથી ઝડપી બોલ કરનારો ભારતીય બોલર

જમ્મુના 23 વર્ષીય ઉમરાન મલિકે ગુવાહાટીમાં 156 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ બોલ કર્યો હતો. જે ભારતીય ક્રિકેટ ઈતિહાસનો સૌથી ઝડપી બોલ તરીકે નોંધાઈ ચૂક્યો છે. ઉમરાન મલિકે આ પહેલા ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં 155 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ નાંખીને પોતાને નામે રેકોર્ડ નોંધાવ્યો હતો. અગાઉ ઝડપી બોલ નાંખવાનો ભારતીય રેકોર્ડ જસપ્રીત બુમરાહને નામે હતો. જે બોલ બુમરાહે 153.6 કિમી પ્રતિ કલાકની ઝડપે કરીને રેકોર્ડ રચ્યો હતો. જેને ઉમરાને અગાઉ તોડ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

હવે ઉમરાન મલિક ભારત તરફથી સૌથી ઝડપી બોલ ફેંકનારો બોલર નોંધાઈ ચૂક્યો છે. તે ટી20 અને વનડે ફોર્મેટમાં ઝડપી બોલ ફેંકવાનો ભારતીય રેકોર્ડ પોતાને નામે ધરાવે છે. મલિકે ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વન ડેમાં 14 ઓવર જબરદસ્ત ઝડપી બોલ સાથે કરી હતી. ઓવરના બીજા અને ત્રીજા બોલની ગતિ સ્પિડોમીટર પર 151 કિમી પ્રતિકલાકની ઝડપની નોંધાઈ હતી. જ્યારે ચોથો બોલ 156 કિમી પ્રતિ કલાકની ઝડપી નોંધાઈ હતી. જે બોલ સાથે જ મલિકે પોતાનો જ રેકોર્ડ તોડી દીધો હતો.

3 શિકાર ઝડપ્યા, રન આપવામાં મોંઘો રહ્યો

ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વનડેમાં ઉમરાન મલિકે ત્ર વિકેટ ઝડપી હતી. જોકે તે રન ગુમાવવાની બાબતમાં થોડો ખર્ચાળ રહ્યો હતો. તેણે 8 ઓવર કરીને 57 રન ગુમાવ્યા હતા. જોકે આ દરમિયાન તેણે પથુમ નિશંકા, ચરિથ અસલંકા અને દુનિથ વેલાલગેને પેવેલિયનનો રસ્તો મપાવી લીધો હતો. વનડે ક્રિકેટમાં અત્યાર સુધીમાં ઉમરાનના ખાતામાં 10 વિકેટ છે.

 

Published On - 8:13 am, Wed, 11 January 23

Next Article