IND vs SL, 2nd Match: મેન્ડિસ અને શનાકાની તોફાની અડધી સદી, ભારત સામે 207 રનનુ લક્ષ્ય, ઉમરાનની 3 વિકેટ

India vs Sri Lanka, T20 Series Match 1st Inning Report Today: ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી, હાર્દિક પંડ્યાએ શ્રીંલકન ટીમને પ્રથમ બેટિંગ કરવા આમંત્રિત કરી હતી.

IND vs SL, 2nd Match: મેન્ડિસ અને શનાકાની તોફાની અડધી સદી, ભારત સામે 207 રનનુ લક્ષ્ય, ઉમરાનની 3 વિકેટ
પુણેમાં રમાઈ રહી રહી છે શ્રેણીની બીજી મેચ
| Edited By: | Updated on: Jan 05, 2023 | 8:54 PM

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી 3 મેચોની ટી20 સિરીઝની બીજી મેચ પુણેમાં રમાઈ રહી છે. પુણેના એસીએ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચનો ટોસ ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ જીત્યો હતો. પંડ્યાએ શ્રીલંકાને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રિત કરી હતી. આમ ભારતે પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કરી લક્ષ્યનો પિછો કરવાની યોજના પસંદ કરી હતી.. શ્રીલંકન ઓપનીંગ જોડીએ ભારતીય બોલરોને શરુઆતમાં પરેશાન કર્યા હતા. વિકેટકીપર બેટ્સમેન કુસલ મેન્ડિસે અડધી સદી નોંધાવી હતી. સુકાની શનાકાએ 20 બોલમાં અડધી સદી પુરી કરી લીધી હતી. ભારત તરફથી ઉમરાન મલિકે શાનદાર બોલિંગ કરી હતી. શ્રીલંકાએ 206 રનનો સ્કોર 6 વિકેટના નુક્સાને ખડક્યો હતો.

શ્રીલંકન ઓપનીંગ જોડીએ 80 રનની ભાગીદારી રમત રમી હતી. જેમાં મેન્ડિસની અડધી સદી રહી હતી. જોકે ઓપનીંગ જોડી એક વાર તૂટ્યા બાદ શ્રીલંકન બેટ્સમેનોનો આવનજાવનનો સિલસિલો ભારતીય બોલરોએ શરુ કરાવી દીધો હતો. ભારત તરફથી ખાસ કરીને ઉમરાન મલિકની ગતિ પુણેમાં સફળ રહી હતી. તો બીજી તરફ અર્શદીપ સિંહે નો બોલ પર નો બોલ કરીને ટીમને પરેશાન કરી દીધા હતા.

મેન્ડિસની અડધી સદી

પ્રથમ ઓવરમાં માત્ર 2 જ રન ગુમાવવાને લઈ શરુઆત સારી લાગી રહી હતી. પરંતુ તેની આગળની ઓવરમાં અર્શદીપ સિંહના નો બોલને લઈ શ્રીલંકન સ્કોર બોર્ડ ફરતુ જોઈ શકાયુ હતુ. જોકે શ્રીલંકન ઓપનરો એ શરુઆત પોતાની ટીમ માટે સારી કરી હતી. પથુમ નિશંકા અને કુસલ મેન્ડિસે ભારતીય બોલરોને પરેશાન કરી દીધા હતા. બંનેએ 80 રનની પાર્ટનરશિપ 8.2 ઓવરમાં કરી હતી. આ દરમિયાન મેન્ડિસે 31 બોલમાં 52 રન નોંધાવ્યા હતા. મેન્ડિસે 4 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે નિસંકાએ 33 રન 35 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. તેણે આ યોગદાન 4 ચોગ્ગાની મદદથી કર્યુ હતુ.

શ્રીલંકન સુકાનીએ તોફાની રમત દર્શાવી

દાસુન શનાકાએ અંતમાં તોફાની રમત રમી હતી. એક સમયે લાગી રહ્યુ હતુ કે, મેન્ડિસની વિકેટ બાદ ભારતીય બોલરોએ બાજી ફરી પોતાના હાથમા લીધી છે. પરંતુ આ સ્થિતી અંતિમ ઓવરમાં બદલાઈ ગઈ હતી. શ્રીલંકાએ એક બાદ એક છ વિકેટો ગુમાવી દીધા બાદ પણ સુકાની દાસુન શનાકાની રમતે ટીમને 200 પ્લસ સ્કોર પર પહોંચાડી દીધુ હતુ. શનાકાએ 20 બોલમાં જ અડધી સદી પુરી કરી લીધી હતી. તેણે 22 બોલમાં 56 રન 6 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી નોંધાવ્યા હતા.

આ પહેલા ચરિથ અસલંકાએ 19 બોલમાં 37 રન નોંધાવ્યા હતા. તેણે 4 છગ્ગા નોંધાવ્યા હતા. શ્રીલંકાએ ઈનીંગમાં કુલ 14 છગ્ગા નોંધાવ્યા હતા. જેમાં અસલંકાએ 4 છગ્ગા ફટકાર્યા હતા. ભાનુકા રાજપક્ષે એ 3 બોલનો સામનો કરીને 2 રન નોંધાવ્યા હતા. જ્યારે ધનંજ્ય ડી સિલ્વાએ 6 બોલનો સામનો કરીને 3 રન નોંધાવ્યા હતા. ચામિકા કરુણારત્ને 10 બોલમાં 11 રન નોંધાવી અણનમ રહ્યો હતો.

ઉમરાનની ગતિએ 3 શિકાર ઝડપ્યા, અર્શદીપે ‘ભારે’ કરી

અર્શદીપ સિંહ માટે ગુરુવારનો દિવસ ખરાબ રહ્યો હતો. તેણે આજે 5 નોબોલ કર્યા હતા. તેના નામે 1 જ બોલમાં 14 રન ગુમાવવાનો અણગમતો રેકોર્ડ નોંધાઈ ચુક્યો છે. તેણે માત્ર 2 ઓવરમાં 37 રન ગુમાવ્યા હતા. જ્યારે પ્રથમ મેચનો હિરો શિવમ માવી 4 ઓવર કરીને વિના વિકેટ ઝડપી 53 રન ગુમાવ્યા હતા. ઉમરાન મલિકે પણ 3 નો બોલ કર્યા હતા અને તેણે 4 ઓવરમાં 48 રન ગુમાવ્યા હતા. જોકે તેણે 3 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે 4 ઓવરમાં 24 રન નોંધાવી સૌથી ઓછો ખર્ચાળ રહ્યો હતો અને 2 વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલના ખાતામાં પણ 1 વિકેટ રહી હતી.

Published On - 8:43 pm, Thu, 5 January 23