IND vs SL: ઇશાન કિશન અને શ્રેયસ અય્યરની આક્રમક ઇનીંગ, ઘાતક બનેલા ભૂવનેશ્વરના કમાલ સહિત આ 5 કારણોથી ભારતની જીત

|

Feb 25, 2022 | 9:07 AM

ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) શ્રીલંકા સામેની પ્રથમ T20I 62 રને જીતીને શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી હતી.

IND vs SL: ઇશાન કિશન અને શ્રેયસ અય્યરની આક્રમક ઇનીંગ, ઘાતક બનેલા ભૂવનેશ્વરના કમાલ સહિત આ 5 કારણોથી ભારતની જીત
India Vs Sri Lanka: ભારત સિરીઝમાં 1-0 ની સરસાઇ મેળવી ચુક્યુ છે

Follow us on

ભારતે ગુરુવારે લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકા (India Vs Sri Lanka) ને 62 રને હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0 ની સરસાઈ મેળવી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી વ્હાઇટ-બોલ સિરીઝમાં સ્વીપ કર્યા બાદ આત્મવિશ્વાસથી ભરેલી ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) આ શ્રેણીમાં પણ સકારાત્મક શરૂઆત કરી. T20 ઈન્ટરનેશનલમાં ભારતની આ સતત 10મી જીત છે. રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટન્સીમાં ભારતને વધુ એક જીત મળી છે. આ જીતમાં ટીમના બેટ્સમેન અને બોલરો બંનેએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજી તરફ શ્રીલંકાને નબળી બોલિંગનો માર સહન કરવો પડ્યો હતો.

ટીમની જીતમાં ઓપનર ઈશાન કિશન અને રોહિત શર્માની ઈનિંગ્સ મહત્વની રહી હતી. ટીમને રોહિત-ઈશાન દ્વારા સારી શરૂઆત અપાઈ હતી, જેના કારણે ભારતની મજબૂત સ્થિતિ થઇ શકી હતી. બાકીનું કામ શ્રેયસ અય્યરે પૂરું કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ માત્ર બેટિંગ જ નહીં પરંતુ બોલિંગમાં પણ કમાલ કર્યો હતો અને શ્રેણીની પ્રથમ મેચ એકતરફી રીતે જીતી હતી.

1. રોહિત શર્મા-ઈશાન કિશનની ભાગીદારી

રોહિત શર્મા અને ઈશાન કિશને પ્રથમ વિકેટ માટે 71 બોલમાં 111 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીએ શ્રીલંકાના બોલરોનો આત્મવિશ્વાસ તોડી નાખ્યો હતો. એક તરફ ઈશાન આક્રમક બેટિંગ કરી રહ્યો હતો તો બીજી તરફ રોહિત પણ ખરાબ બોલને છોડતો નહોતો. તેના સંયમના કારણે જ ઈશાનને મુક્તપણે રમવાની તક મળી અને શ્રીલંકાની ટીમ 12મી ઓવર સુધી વિકેટ માટે ઝંખતી રહી હતી.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

2. ઇશાન કિશનની ધમાકેદાર ઇનિંગ્સ

વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં સંઘર્ષ કરી રહેલા ઈશાન કિશને શ્રીલંકા સામેની પહેલી જ મેચમાં તોફાની બેટિંગ કરી હતી. ઓપનિંગમાં આવતા જ ઈશાને 56 બોલમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 89 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 158.93 હતો. ઈશાન ઈનિંગની સમાપ્તિની ત્રણ ઓવર પહેલા જ આઉટ થઈ ગયો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેણે ટીમને સારો સ્કોર અપાવી દીધો હતો. તેણે પોતાનુ અર્ધશતક માત્ર 30 બોલમાં જ ફટકાર્યુ હતુ.

3. શ્રેયસ અય્યરનુ તોફાની અર્ધશતક

શ્રેયસ અય્યરે ઈશાન કિશન અને રોહિત શર્માની આપેલી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવવાનું કામ કર્યું. બંને ઓપનરોની વિદાય બાદ તેણે ગિયર બદલ્યો અને શ્રીલંકાના બોલરોને તોફાની રીતે ધુલાઇ કરી હતી. ઈશાન કિશન આઉટ થયો ત્યાં સુધીમાં ઐય્યરે 14 બોલમાં માત્ર 17 રન બનાવ્યા હતા. જોકે આ પછી તેણે આગામી 14 બોલમાં 40 રન બનાવ્યા હતા. અય્યરે પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. અય્યરનો સ્ટ્રાઈક રેટ 203.57 હતો.

4. ભુવનેશ્વર કુમારે પ્રથમ બોલે જ શ્રીલંકાને ઝટકો આપ્યો

શ્રીલંકાને ખાતું ખોલવાની ભુવનેશ્વર કુમારે પણ તક આપી ન હતી અને તેનો સ્ટાર બેટ્સમેન પથુમ નિસાંકા ઇનિંગના પહેલા જ બોલ પર બોલ્ડ થયો હતો. જનિત સાથે કામિલ મિશારા ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કરે એ પહેલા જ ભુવીએ તેની બીજી ઓવરમાં તેને પણ પેવેલિયન તરફ ચાલતો કર્યો હતો. 15 રન પર ભુવીએ હરીફ ટીમને ઓપનીંગ જોડીને પરત મોકલી દીધી હતી. અહીંથી જ તેમના પર સર્જાયેલા દબાણને કારણે તે અંત સુધી પરત ફરી શક્યા નહોતા.

5. શ્રીલંકાની નબળી બોલિંગ અને ફિલ્ડિંગ

શ્રીલંકાના બોલરોએ ભારતીય બેટ્સમેનોને રન બનાવવાની પૂરી તક આપી હતી. તેમની લાઇન-લેન્થ ખરાબ હતી અને ખરાબ ફિલ્ડિંગ પણ તેમાં સાથ પુરાવતી હતી. ટીમે ઈશાન કિશનને જીવનદાન આપ્યું, જેની કિંમત તેમને મોંઘી પડી. આ સિવાય ટીમ ઈન્ડિયાને ઘણી વખત તેમના ઓવર થ્રોના કારણે વધારાના રન પણ મળ્યા હતા.

 

આ પણ વાંચોઃ IND vs SL: રવિન્દ્ર જાડેજાનુ પુષ્પાનો પ્રભાવ જારી, વિકેટ ઝડપી અલ્લૂ અર્જૂનના અંદાજમાં મનાવ્યો જશ્ન, VIDEO

આ પણ વાંચોઃ IPL 2022: ઇન્ડિયન પ્રિમીયર લીગ 26 માર્ચથી શરુ થશે, આ સ્થળો પર રમાશે ટૂર્નામેન્ટ, દર્શકોના પ્રવેશ મળવાને લઇને પણ BCCI નો નિર્ણય

Published On - 9:03 am, Fri, 25 February 22

Next Article