IND vs SL: અક્ષર પટેલે ચિત્તા જેવી છલાંગ લગાવી ઝડપ્યો કેચ, ઈડન ગાર્ડન્સમાં કમાલનો કેચ, જુઓ Video

India Vs Sri Lanka, 2nd ODI: અક્ષર પટેલે ઈડન ગાર્ડન્સમાં ઉમરાન મલિકના બોલ પર ચમિકા કરુણારત્નેનો શાનદાર કેચ ઝડપ્યો હતો. અક્ષરનો વિડીયો ખૂબ વાયરલ થવા લાગ્યો છે.

IND vs SL: અક્ષર પટેલે ચિત્તા જેવી છલાંગ લગાવી ઝડપ્યો કેચ, ઈડન ગાર્ડન્સમાં કમાલનો કેચ, જુઓ Video
Axar Patel catch Video
| Edited By: | Updated on: Jan 12, 2023 | 7:23 PM

ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સિરીઝની બીજી મેચ કોલકાતાના ઈડનગાર્ડન્સમાં રમાઈ રહી છે. કમાલની બોલિંગ કરી રહેલ અક્ષર પટેલ બેટથી શાનદાર પ્રદર્શન હાલમાં કરી રહ્યો છે. તે ફિલ્ડીંગમાં પણ ખૂબજ ચપળ જોવા મળી રહ્યો છે. તે ભારત માટે દરેક રીતે કાબેલ ઓલરાઉન્ડર તરીકે છાપ બનાવી રહ્યો છે. ઈડન ગાર્ડન્સમાં આવી જ ચપળતા ભરી ફિલ્ડીંગ અક્ષર પટેલ દ્વારા જોવા મળી હતી. તેણે ચમિકા કરુણારત્નેનો શાનદાર કેચ ઝડપ્યો હતો.

અક્ષર પટેલ પોઈન્ટ ફિલ્ડમાં હતો. એ દરમિયાન ઝડપી બોલર ઉમરાન મલિકના બોલ પર ચમિકાએ શોટ લગાવ્યો હતો. જે વિજળી ગતીથી આવેલા બોલને ડાઈવ લગાવીને અક્ષર પટેલે કેચના રુપમાં ઝડપવી લીધો હતો. તેનો કેચનો વિડીયો હવે ખૂબ વાયરલ થવા લાગ્યો છે.

જબરદસ્ત ડાઈવ લગાવી ઝડપ્યો કેચ

કોલકાતામાં અક્ષર પટેલે એક બાદ એક ત્રણ શાનદાર કેચ ઝડપ્યા હતા. જેમાં કરુણારત્નેનો શિકાર તેણે જબરદસ્ત કર્યો હતો. ઉમરાન મલિક ઓવર કરી રહ્યો હતો. તેણે ઓફ સ્ટંપ પર બહારની તરફનો બોલ ડિલિવર કર્યો હતો. કરુણારત્ને તે બોલને પોઈન્ટ વિસ્તારમાં શોટ લગાવ્યો હતો. ઉમરાનના બોલની ગતિ પર શોટ લગાવ્યો હોય એટલે સ્વાભાવિક જ બોલ તિવ્ર ગતિથી બેટથી નિકળ્યો હોય. અક્ષર પટેલે પોતાની ડાબી બાજુ પર ડાઈવ લગાવીને બોલને કેચના રુપમાં ઝડપી લીધો હતો.

બીસીસીઆઈ એ અક્ષર પટેલનો આ કેચનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જોત જોતામાં ખૂબ લોકોએ કેચને પસંદ કર્યો છે. જબરદસ્ત કેચનો વિડીયો ખૂબ વાયરલ થવા લાગ્યો છે.

 

 

શ્રીલંકાને સસ્તામાં સમેટ્યુ

પ્રથમ વનડેમાં શ્રીલંકા સામે 300થી વધુ રન ભારતીય બોલરોએ ગુમાવ્યા હતા. જોકે બીજી વનડે મેચમાં જ ભારતીય બોલરોએ પોતાની તાકાત બતાવતી બોલિંગ કરીને ઝડપથી શ્રીલંકાને સમેટી લીધુ હતુ. 215 રનના સ્કોર પર જ શ્રીલંકાનો દાવ સમેટાઈ ગયો હતો. મોહમ્મદ સિરાજે શ્રીલંકાની પ્રથમ વિકેટ ઝડપી હતી અને ત્યારબાદ કુલદીપ યાદવે શ્રીલંકાના મિડલ ઓર્ડરને ખતમ કરી દીધો હતો. કોલકાતામાં શ્રીલંકાની ટીમ 39.4 ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી મોહમ્મદ સિરાજે 30 રનમાં 3 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે પણ 51 રન આપીને 3 વિકેટ મેળવી હતી. ઉમરાન મલિકને 2 વિકેટ મળી હતી. અક્ષર પટેલને એક સફળતા મળી હતી.

Published On - 7:13 pm, Thu, 12 January 23