
IND Vs SL : પાકિસ્તાનને હરાવી એશિયા કપમાં જીતની શરુઆત કરનાર ટીમ ઈન્ડિયા સુપર-4માં સારી શરુઆત કરી શકી નહિ. સુપર-4માં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હાર આપી હતી. ભારત માટે હવે ફાઈનલમાં સફર થોડી મુશ્કિલ થઈ ગઈ છે. રોહિત શર્માની ટીમને ફાઈનલની ટિકીટ લેવા માટે હવે પોતાની આગામી બંન્ને મેચ જીતવી પડશે.જે શ્રીલંકા અને અફધાનિસ્તાન સામે થશે.
ભારત અને શ્રીલંકા વચ્ચે 6 સપ્ટેમ્બરે દુબઈમાં મેચ રમાશે. શ્રીલંકાની ટીમ ગ્રુપ બીમાં બીજા સ્થાને રહી હતી, પરંતુ તે પછી તેણે સુપર 4ની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું અને હાલમાં તે 2 પોઈન્ટ સાથે સુપર 4ની યાદીમાં ટોચ પર છે. પાકિસ્તાન એટલા જ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ભારત ત્રીજા સ્થાને અને અફઘાનિસ્તાન ચોથા સ્થાને છે.
ભારત માટે હવે શ્રીલંકા પર કોઈ પણ સંજોગોમાં જીત મેળવવી જરૂરી છે. સુપર 4 મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રોહિત શર્માની ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે 181 રન બનાવ્યા હતા. 182 રનનો ટાર્ગેટ પાકિસ્તાને પ્રથમ બોલમાં 5 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો.
મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી
ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ-2022ની મેચ 6 સપ્ટેમ્બર મંગળવારના રોજ રમાશે.
ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ-2022ની મેચ દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ-2022ની મેચ રાત્રે 7:30 વાગ્યે શરુ થશે અને ટૉસ 7 વાગ્યે થશે.
ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ-2022ની મેચનું લાઈવ ટેલીકાસ્ટ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર થશે .
ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ-2022ની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની હોટસ્ટાર પર થશે. લાઈવ અપટેડ્સ tv9gujarati.com પર વાંચી શકો છો.