IND vs SL: અર્શદીપ સિંહે 1 જ બોલમાં 14 રન ગુમાવ્યા, અર્શદીપ સિંહના નામે નોંધાયો અણગમતો રેકોર્ડ

India vs Sri Lanka: એક મહિના બાદ ટીમ ઈન્ડિયા સાથે અર્શદીપ સિંહ પરત ફર્યો છે. તેની શરુઆત ખરાબ રહી હતી, આમ એક બાદ એક તેણે સળંગ 3 નો બોલ કરી દીધા હતા.

IND vs SL: અર્શદીપ સિંહે 1 જ બોલમાં 14 રન ગુમાવ્યા, અર્શદીપ સિંહના નામે નોંધાયો અણગમતો રેકોર્ડ
Arshdeep Singh પ્રથમ ઓવરમાં જ ત્રણ નો બોલ કર્યા
| Edited By: | Updated on: Jan 05, 2023 | 9:13 PM

પુણેમાં રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી20 મેચમાં અર્શદીપ સિંહ એક માસના સમય બાદ પરત ફર્યો છે. 3 મેચોની ટી20 શ્રેણીની પ્રથમ મેચમાં અર્શદીપ સિંહ ઉપલબ્ધ રહ્યો નહોતો. બીજી ટી20માં તે પરત ફરતા હર્ષલ પટેલે બહાર બેસવુ પડ્યુ છે. જોકે અર્શદીપ સિંહની નવા વર્ષની શરુઆત સારી રહી નથી. તેણે વર્ષની પોતાની પ્રથમ મેચમાં પોતાની પ્રથમ ઓવર ખર્ચાળ કરીને શરુઆત ખરાબ કરી દીધી હતી.. જોકે આ ઓવર ખર્ચાળ જ નહીં પરંતુ નો બોલના હેટ્રીક કરી દીધી હતી. આ સાથે જ તેણે એક અણગમતો રેકોર્ડ પોતાના નામે નોંધાવી લીધો હતો. જે ઓછી મેચોમાં

શ્રીલંકની ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરી હતી. જેની બીજી ઓવર લઈને અર્શદીપ સિંહ આવ્યો હતો.. જોકે આ ઓવરમાં તેણે સળંગ એક બાદ એક ત્રણ નો બોલ કરી દીધા હતા. આ ત્રણ નો બોલની કિંમત ભારે ચુકવવી પડી હતી. કારણ કે શ્રીલંકાનો સ્કોર આગળ વધી રહ્યો હતો અને ભારતની ચિંતા વધી રહી હતી.

બીજી ઓવરમાં અર્શદીપે નો-બોલની હેટ્રિક નોંધાવી

ગુરુવારનો દિવસ અર્શદીપ સિંહ માટે ખરાબ રહ્યો હતો. તેણે માત્ર 2 જ ઓવર શ્રીલંકા સામે પુણેમાં કરી હતી. જોકે તેણે આ 2 ઓવર દરમિયાન કુલ 5 નો બોલ કર્યા હતા. આ દરમિયાન તેણે 37 રન ગુમાવ્યા હતા. ઈનીંગમાં પોતાની પ્રથમ ઓવરમાં તેણે પ્રથમ પાંચ બોલમાં 5 રન જ ગુમાવ્યા હતા. પંરતુ અંતિમ બોલ પર તેને સમસ્યા સર્જાઈ ગઈ અને તેણે સળંગ 3 નોબોલ કરી દીધા હતા.

હવે જ્યારે એક બાદ એક ત્રણ નો બોલની ફ્રિ હિટની લોટરી લાગી હોય ત્યારે બેટ્સમેન પણ કેવી રીતે આ લાભ ચુકે. કુસલ મેન્ડિસે આ તકનો પુરો ફાયદો ઉઠાવતા એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો. આમ 10 રન તેણે નિકાળી લીધા હતા. અંતિમ ફ્રિ હિટ પર બોલ હવામાં ઉછળી ને ઈશાનના ગ્લોવ્ઝમાં ગયો હતો અને જ્યાં કિશને કેચ તો કર્યો પરંતુ વિકેટ ભારતના ખાતામાં નહોતી.

અર્શદીપના નામે અણગમતો રેકોર્ડ

બીજી ઓવરમાં ભારતે કુલ 19 રન ગુમાવ્યા હતા, જેમાંથી 14 રન તો માત્ર અંતિમ બોલ પર જ શ્રીલંકાના ખાતામાં જમા થયા હતા.. એટલ કે ત્રણ નો બોલ પર તેણે 14 રન ગુમાવ્યા હતા. તો વળી અર્શદીપની 22 મેચોની કરિયરમાં 13 નો બોલ કર્યા છે. જે હવે તેના નામે વિશ્વવિક્રમના રુપમાં લખાઈ ચુક્યુ છે. આમ નો બોલ કરવાને લઈ હવે અર્શદીપ સિંહ ખરાબ બોલર તરીકે લખાઈ ગયો છે.

અગાઉ એશિયા કપમાં ભારતીય પેસરે હોંગકોંગ સામે એક જ ઓવરમાં 2 બોલ કર્યા હતા. એ વખતે પણ ચર્ચામાં રહ્યો હતો. આમ ભારતીય ટીમ માટે નો બોલની મોટી કિંમત ચુકવવી પડી રહી છે.

 

 

Published On - 8:22 pm, Thu, 5 January 23