IND vs SL: ભારતનો 317 રને રેકોર્ડ વિજય, વનડે શ્રેણીમાં શ્રીલંકા ક્લીન સ્વીપ, સિરાજનો તરખાટ

|

Jan 15, 2023 | 7:53 PM

IND Vs SL ODI Match Report Today: ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા વિરાટ કોહલી અને શુભમન ગિલની સદીની મદદથી 390 રનનો સ્કોર ખડક્યો હતો.

IND vs SL: ભારતનો 317 રને રેકોર્ડ વિજય, વનડે શ્રેણીમાં શ્રીલંકા ક્લીન સ્વીપ, સિરાજનો તરખાટ
India Vs Sri Lanka 3rd ODI Match Report

Follow us on

ભારત અને શ્રીલંકા વચ્ચેની 3 મેચોની વનડે સિરીઝનુ ટીમ ઈન્ડિયાએ 317 રનના મોટા અંતરના વિશાળ વિજય સાથે સમાપન કર્યુ છે. વિશાળ જીત વનડે ક્રિકેટમાં વિક્રમી જીત નોંધાઈ છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 390 રનનો સ્કોર ખડક્યો હતો. જેની સામે ભારતીય બોલરોએ તરખાટ મચાવતા બે આંકડાના સ્કોર પર જ શ્રીલંકન ટીમનુ પતન થયુ હતુ. ભારત તરફ થી મોહમ્મદ સિરાજે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. ઈજાને લઈ એશન બાંદરા બેટિંગ કરવા ઉતર્યો નહોતો, આમ તમામ  9 વિકેટ શ્રીલંંકાની ભારતે 73 રનમાં જ ઝડપી લીધી હતી.

ભારતીય સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને મોટુ લક્ષ્ય આપીને તેનો બચાવ કરવાની યોજના બનાવી હતી. રોહિતનો આ નિર્ણય સફળ રહ્યો હતો. ભારતે વિશાળ લક્ષ્ય ખડક્યા બાદ બોલિંગ આક્રમણ જબરદસ્ત કરીને ઝડપથી શ્રીલંકન ટીમને સમેટી લીધી હતી. 3 મેચોની વનડે સિરીઝમાં ભારતે શ્રીલંકન ટીમને ક્લીન સ્વીપ કરી રોહિત શર્માની ટીમ શાનદાર શ્રેણી વિજય મેળવ્યો છે.

મોહમ્મદ સિરાજે મચાવ્યો તરખાટ

ભારતીય ટીમના બેટ્સમેનોએ પહેલા બેટિંગમાં ધમાલ મચાવી દીધી. ભારત તરફથી બે સદી નોંધાઈ તો, વળતા જવાબમાં ભારતીય બોલરોએ શ્રીલંકન બેટ્સમેનોને ક્રિઝ પર પગ જમાવવાનો કોઈ જ મોકો નહોતો. આપ્યો. મોહમ્મદ સિરાજે ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. શમી અને કુલદીપ યાદવે પણ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. શમીએ 2 અને કુલદીપે 2 વિકેટ ઝડપી હતી.

આજનું રાશિફળ તારીખ : 11-01-2025
ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો

સિરાજે શ્રીલંકન ઓપનીગ જોડીને 7 રનના સ્કોર પર જ તોડી દેવામાં સફળતા મેળવી હતી. ત્યાર બાદ કુશલ મેન્ડિસની વિકેટ ઈનીંગની ચોથી અને પોતાની બીજી ઓવરમાં ઝડપતા જ શ્રીલંકન ટીમની મુશ્કેલીઓ શરુ થઈ ગઈ હતી. સિરાજ આટલેથી જ મુશ્કેલીના વાદળો શ્રીલંકા પર ઉતારવાથી અટક્યો નહીં, ઓપનર ફર્નાન્ડોને પણ ક્લીન બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આમ શ્રીલંકાના ટોપ થ્રી બેટ્મસેનોને ઝડપથી પેવેલિયન પરત મોકલીને સિરાજે ભારત માટે મોટી જીતની સ્ક્રિપ્ટ લખી દીધી હતી.

શ્રીલંકનએ શરણાગતિ સ્વિકારી લીધી

આવિષ્કા ફર્નાન્ડો અને નાવિન્દુ ફર્નાન્ડો ઓપનીંગ જોડીના રુપમાં આવ્યા હતા. ઓપનીંગ જોડી 7 રનના સ્કોર પર તૂટી ગઈ હતી. આવિષ્કા માત્ર 1 રન નોંધાવી પ્રથમ વિકેટના રુપમાં પરત ફર્યો હતો. ત્યાર બાદ 22 રનના સ્કોર પર શ્રીલંકાએ કુશલ મેન્ડિસની વિકેટ ગુમાવી હતી. તેણે 4 રન નોંધાવ્યા હતા. 31 રનના સ્કોર પર ચરિથ અસલંકાએ વિકેટ ગુમાવી હતી. આમ ત્રીજી વિકેટ શ્રીલંકાએ ગુમાવી હતી. નાવિન્દુએ 35 રનના સ્કોર પર 19 રન નોંધાવી આઉટ થયો હતો.

પાંચમી વિકેટ વાનિન્દુ હસારંગાના રુપમાં ભારતને ઝડપવામાં સફળતા મળી હતી. હસારંગાએ 1 રન નોંધાવ્યો હતો. કરુણારત્ને પણ 1 જ રન નોંધાવી વિકેટ ગુમાવી હતી. સુકાની દાસુન શનાકાએ 11 રન નોંધાવ્યા હતા. જ્યારે દુનિથે 3 રન નોંધાવ્યા હતા. આમ 51 રનમાં જ 8 વિકેટ શ્રીલંકાએ ગુમાવી દીધી હતી. આમ વિશાળ લક્ષ્ય સામે પહેલાથી જ શરણાગતિ સ્વિકારી લીધી હતી.

Published On - 7:42 pm, Sun, 15 January 23

Next Article