IND vs SL, 3rd ODI, LIVE Streaming: આજે શ્રેણીની અંતિમ વનડે, જાણો ક્યાં, ક્યારે, અને કેવી રીતે જોઈ શકાશે

IND vs SL 3rd ODI Match: સિરીઝની ત્રીજી અને અંતિમ વનડે તિરુવનંતપુરમમાં રમાશે. પ્રથમ અને બીજી વનડે ભારતે જીતી લીધી છે, હવે ટીમ ઈન્ડિયાની નજર શ્રીલંકાને ક્લીન સ્વીપ કરવા પર છે.

IND vs SL, 3rd ODI, LIVE Streaming: આજે શ્રેણીની અંતિમ વનડે, જાણો ક્યાં, ક્યારે, અને કેવી રીતે જોઈ શકાશે
IND vs SL, 3rd ODI, LIVE Streaming
| Edited By: | Updated on: Jan 15, 2023 | 9:03 AM

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની વનડે સિરીઝ રમાઈ રહી છે. જેની અંતિમ અને ત્રીજી મેચ તિરુવનંતપુરમમાં રમાનાર છે. ભારતે શરુઆતની બંને મેચ જીતી લઈને શ્રેણી 2-0થી પોતાને નામ કરી લીધી છે, હવે અંતિમ વનડે જીતી શ્રેણીમાં શ્રીલંકાને ક્લીન સ્વીપ કરવાનો ઈરાદો છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતે ગુવાહાટીમાં શ્રીલંકાને પ્રથમ વનડેમાં 67 રને હાર આપી હતી, જ્યારે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી બીજી વનડેમાં 4 વિકેટે હાર આપી હતી. આમ ટીમ ઈન્ડિયાની વિશ્વકપ માટેની તૈયારીઓનુ અભિયાન આત્મવિશ્વાસ સભર શરુ થયુ છે.

2-0ની અજેય લીડ હોવા હોવા છતાં આજની મેચને હળવાશથી નહીં લેવાય. ભારત વિશ્વકપ સુધી દરેક વનડે મેચને પૂરી ગંભીરતાથી રમશે અને ક્ષતીઓને દૂર કરવા પૂરો પ્રયાસ કરશે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને પહેલા T20 સિરીઝમાં 2-1 થી હાર આપી હતી. આ સાથે જ T20 વિશ્વકપના અભિયાન માટે સારી શરુઆત કરી હતી. ત્યાર બાદ હવે ભારતે વર્ષની પ્રથમ વનડે સિરીઝ જીતવામાં સફળતા મેળવી છે. આમ ભારતીય ટીમમાં આત્મવિશ્વાસ સભર 2023 ના વર્ષની શરુઆત થઈ છે. હવે ન્યુઝીલેન્ડની ટીમ ભરાત પ્રવાસે આવી રહી છે અને 18 જાન્યુઆરીથી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સિરીઝ રમાશે. આ પહેલા ભારત દરેક મોર્ચે શાનદાર પ્રદર્શન કરવાનો પ્રયાસ આજે કરશે.

 

IND vs SL 3rd ODI મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી?

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ODI ક્યારે રમાશે?

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વનડે મેચ 15 જાન્યુઆરી, રવિવારના રોજ રમાશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ODI ક્યાં રમાશે?

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વનડે મેચ તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ODI ક્યારે શરૂ થશે?

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ODI બપોરે 1:30 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ બપોરે 1 વાગ્યે થશે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી ODI મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકાશે?

તમે Star Sports નેટવર્કની ચેનલો પર ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી ODI મેચ વિવિધ ભાષાઓમાં જોઈ શકો છો.

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી ODI મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે?

તમે સબ્સ્ક્રિપ્શન સાથે Hotstar પર મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. આ સિવાય tv9gujarati.com પર પણ મેચના લાઈવ અપડેટ્સ વાંચી શકાશે.

 

 

Published On - 8:57 am, Sun, 15 January 23