વિરાટ કોહલીએ ફટકારી 73મી સદી, પ્રથમ વનડેમાં જોવા મળી છગ્ગા-ચોગ્ગાની આતશબાજી

ભારતના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ આ મેચમાં પોતાની કરિયરની 73મી સદી ફટકારી છે. વનડે ક્રિકેટમાં કોહલીની આ સતત બીજી સદી છે.

વિરાટ કોહલીએ ફટકારી 73મી સદી, પ્રથમ વનડેમાં જોવા મળી છગ્ગા-ચોગ્ગાની આતશબાજી
Virat Kohli scored 73rd international century
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 10, 2023 | 5:41 PM

આજે ગુવાહાટીના બરસાપરા સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે રમાઈ રહી છે. આ મેચમાં છગ્ગા-ચોગ્ગાની આતશબાજી જોવા મળી રહી છે. ભારતના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ આ મેચમાં પોતાની કરિયરની 73મી સદી ફટકારી છે. વનડે ક્રિકેટમાં કોહલીની આ સતત બીજી સદી છે.શ્રીલંકા સામેની મેચમાં  73મી સદી ફટકારતા પહેલા વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં સદી મારી હતી. આ સાથે જ વિરાટ કોહલીએ પોતાની વનડે કરિયરની 45મી સદી ફટકારી છે. શ્રીલંકા સામેની આ મેચમાં વિરાટ કોહલીને 2 વાર જીવનદાન પણ મળ્યું હતુ.શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી.

ભારતની ધરતી પર વિરાટ કોહલીએ 4 વર્ષ બાદ સદી ફટકારી છે. તેણે ભારતની ધરતી પર છેલ્લી સદી 8 માર્ચ 2019ના રોજ રાંચીમાં ઓસ્ટ્રેલિયા સામે મારી હતી. આજની મેચમાં વિરાટ કોહલીએ 80 બોલમાં સદી ફટકારી હતી. અંતે મેચમાં 113 રન બનાવીને વિરાટ કોહલી કેચ આઉટ થયો હતો. વિરાટ કોહલીએ 87 બોલમાં 113 રન બનાવ્યા હતા, જેમાં તેણે 12 ચોગ્ગા અને 1 છગ્ગો માર્યો હતો.

 

શ્રીલંકા સામે મારી 9મી સદી

વિરાટ કોહલીએ શ્રીલંકા સામે આજે 9મી સદી મારી છે. આ મામલે તેણે ક્રિકેટના ભગવાન સચિનને પણ પાછળ છોડી દીધો છે. સચિને પોતાના કરિયરમાં શ્રીલંકા સામે વનડેમાં 8 સદી મારી હતી. શ્રીલંકા બીજી એવી ટીમ છે જેની સામે વિટાર કોહલીએ 9 સદી મારી હોય.

આ રીતે વિરાટ કોહલી થયો વાયરલ

મેચમાં સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી આક્રમક રુપમાં જોવા મળ્યો હતો. સદી માર્યા બાદ ભારતના સ્કોરને મજબૂત કરવા માટે તે ઝડપથી રન બનાવી રહ્યો હતો. ઝડપથી ઓવર ખત્મ થઈ રહ્યા હતા અને સાથે સાથે સ્કોરબોર્ડમાં રનની ઝડપ પણ વધી રહી હતી. તેવામાં 49મી ઓવરમાં બોલર કાસુન રચિતાના બાઉન્સર પર કોહલી પૂલ શોર્ટ મારવા ગયો પણ બેટના કિનારા પર બોલ વાગ્યો અને હવામાં ગયો. શ્રીલંકાના વિકેટકીપર કુસલ મેંડિસે કોહલીનો કેચ પકડીને તેને આઉટ કર્યો હતો. આ પહેલા તે વિરાટનો કેચ છોડીને તેને જીવનદાન આપી ચૂક્યો હતો. વિરાટ કોહલી આઉટ થતા જ ગુવાહાટીનું બરસાપરા સ્ટેડિયમ તેના પ્રદર્શનની પ્રસંશા કરતા કરતા તાળીઓથી ગૂંજી ઉઠયુ હતુ.

 

Published On - 5:04 pm, Tue, 10 January 23