India Vs Sri Lanka : ભારતીય ટીમની પ્રથમ વનડેમાં 67 રનથી ધમાકેદાર જીત, વનડે સિરીઝમાં 1-0થી આગળ

|

Jan 10, 2023 | 10:03 PM

India Vs Sri Lanka 1st odi: આ વિશાળ સ્કોર સામે શ્રીલંકાની ટીમ 50 ઓવર રમ્યા બાદ આઠ વિકેટ ગુમાવીને 306 રન બનાવી શકી હતી. શ્રીલંકાના કેપ્ટન દશુન શનાકાએ સદી ફટકારીને ભારતીય ટીમને હંફાવી હતી.

India Vs Sri Lanka :  ભારતીય ટીમની પ્રથમ વનડેમાં 67 રનથી ધમાકેદાર જીત, વનડે સિરીઝમાં 1-0થી આગળ
India Vs Sri Lanka 1st odi
Image Credit source: Twitter

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમે મંગળવારે ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં શ્રીલંકાને 67 રનથી હરાવ્યું છે. આ સાથે રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ 3 મેચની વન-ડે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે વિરાટ કોહલી (113), રોહિત શર્મા (83) અને શુભમન ગિલ (70)ની મદદથી નિર્ધારિત 50 ઓવરમાં સાત વિકેટે 373 રન બનાવ્યા હતા. આ વિશાળ સ્કોર સામે શ્રીલંકાની ટીમ 50 ઓવર રમ્યા બાદ આઠ વિકેટ ગુમાવીને 306 રન બનાવી શકી હતી. શ્રીલંકાના કેપ્ટન દશુન શનાકાએ સદી ફટકારીને ભારતીય ટીમને હંફાવી હતી.

ગુવાહાટીમાં ચાલી રહેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ધમાકેદાર બેંટિગ કરી હતી. ભારતીય ટીમે 50 ઓવરમાં 7 વિકેટના નુકશના સાથે 373 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે શ્રીલંકાને 374 રનનો ટાર્ગેટ આપ્યો છે.આજની આ મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમ તરફથી કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનર તરીકે મેદાન પર ઉતરર્યા હતા.હાલમાં જ ઝડપી સદી મારનાર ઈશાન કિશનના સ્થાને શુભમન ગિલને સ્થાન આપવમાં આવ્યું હતું

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન

કેપ્ટન રોહિત શર્માએ 67 બોલમાં 83 રન માર્યા હતા. તેણે 9 ચોગ્ગા અને 3 શાનદાન છગ્ગા ફટકાર્યા હતા. શુભમન ગિલે 60 બોલમાં 70 રન બનાવ્યા હતા. તેણે 11 ચોગ્ગા ફટકાર્યા હતા. લાંબા સમય બાદ ફોર્મમાં આવનાર વિરાટ કોહલીએ 87 બોલમાં 113 રન બનાવ્યા હતા. તેણે 12 ચોગ્ગા અને 1 છગ્ગો માર્યો હતો. શ્રેયસ અય્યરે 24 બોલમાં 28 રન માર્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. કે એલ રાહુલે 29 બોલમાં 39 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. વાઈસ કેપ્ટન હાર્દિક પંડયા 14 રન અને અક્ષર પટેલ 9 રન બનાવી આઉટ થયા હતા. અંતે મોહમ્મદ શમી 4 રન અને સિરાજ 7 રન બનાવી ક્રિઝ પર અંત સુધી રહ્યા હતા.


બીજી પારીમાં મોહમ્મદ શમીએ 67 રન આપીને 1 વિકેટ લીધી હતી. સિરાજે 7 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ લીધી હતી. હાર્દિકે 6 ઓવરમાં 33 રન આપીને 1 વિકેટ લીધી હતી. ચહલે 10 ઓવરમાં 58 રન આપીને 1 વિકેટ લીધી હતી. જ્યારે ઉમરાન મલિકે 8 ઓવરમાં 57 રન આપીને સૌથી વધારે 3 વિકેટ લીધી હતી.

વિરાટ કોહલીની 73મી સદી

 


ભારતના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ આ મેચમાં પોતાની કરિયરની 73મી સદી ફટકારી છે. વનડે ક્રિકેટમાં કોહલીની આ સતત બીજી સદી છે.શ્રીલંકા સામેની 73મી સદી પહેલા વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં સદી મારી હતી. આ સાથે જ વિરાટ કોહલીએ પોતાની વનડે કરિયરની 45મી સદી ફટકારી છે.ભારતની ધરતી પર વિરાટ કોહલીએ 4 વર્ષ બાદ સદી ફટકારી છે. તેણે ભારતની ધરતી પર છેલ્લી સદી 8 માર્ચ 2019ના રોજ રાંચીમાં ઓસ્ટ્રેલિયા સામે મારી હતી. આજની મેચમાં વિરાટ કોહલીએ 80 બોલમાં સદી ફટકારી હતી.

 

Published On - 9:25 pm, Tue, 10 January 23

Next Article