India vs sri lanka : ભારતીય ટીમે શ્રીલંકાને આપ્યો 374 રનનો ટાર્ગેટ, જોવા મળી વિરાટ-રોહિતની ધમાકેદાર બેટિંગ

|

Jan 10, 2023 | 5:51 PM

ગુવાહાટીમાં ચાલી રહેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ધમાકેદાર બેંટિગ કરી હતી. ભારતીય ટીમે 50 ઓવરમાં 7 વિકેટના નુકશના સાથે 373 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે શ્રીલંકાને 374 રનનો ટાર્ગેટ આપ્યો છે.

India vs sri lanka : ભારતીય ટીમે શ્રીલંકાને આપ્યો 374 રનનો ટાર્ગેટ, જોવા મળી વિરાટ-રોહિતની ધમાકેદાર બેટિંગ
India vs sri lanka 1st Odi
Image Credit source: Twitter

Follow us on

ગુવાહાટીમાં ચાલી રહેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ધમાકેદાર બેંટિગ કરી હતી. ભારતીય ટીમે 50 ઓવરમાં 7 વિકેટના નુકશના સાથે 373 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે શ્રીલંકાને 374 રનનો ટાર્ગેટ આપ્યો છે.આજની આ મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમ તરફથી કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનર તરીકે મેદાન પર ઉતરર્યા હતા.હાલમાં જ ઝડપી સદી મારનાર ઈશાન કિશનના સ્થાને શુભમન ગિલને સ્થાન આપવમાં આવ્યું હતું. શુભમન ગિલને મળેલી આ તકનો તેણે લાભ ઉઠાવ્યો હતો અને પોતાની જાતને સાબિત કરી હતી. રોહિત શર્મા 83 રન અને શુભમન ગિલ 70 રન મારીને આઉટ થયા હતા.

ભારતના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ આ મેચમાં પોતાની કરિયરની 73મી સદી ફટકારી છે. વનડે ક્રિકેટમાં કોહલીની આ સતત બીજી સદી છે.શ્રીલંકા સામેની 73મી સદી પહેલા વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં સદી મારી હતી. આ સાથે જ વિરાટ કોહલીએ પોતાની વનડે કરિયરની 45મી સદી ફટકારી છે.ભારતની ધરતી પર વિરાટ કોહલીએ 4 વર્ષ બાદ સદી ફટકારી છે. તેણે ભારતની ધરતી પર છેલ્લી સદી 8 માર્ચ 2019ના રોજ રાંચીમાં ઓસ્ટ્રેલિયા સામે મારી હતી. આજની મેચમાં વિરાટ કોહલીએ 80 બોલમાં સદી ફટકારી હતી.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

 

ભારતીય ક્રિકેટ ટીમનું પ્રથમ ઈનિંગ્સમાં પ્રદર્શન

કેપ્ટન રોહિત શર્માએ 67 બોલમાં 83 રન માર્યા હતા. તેણે 9 ચોગ્ગા અને 3 શાનદાન છગ્ગા ફટકાર્યા હતા. શુભમન ગિલે 60 બોલમાં 70 રન બનાવ્યા હતા. તેણે 11 ચોગ્ગા ફટકાર્યા હતા. લાંબા સમય બાદ ફોર્મમાં આવનાર વિરાટ કોહલીએ 87 બોલમાં 113 રન બનાવ્યા હતા. તેણે 12 ચોગ્ગા અને 1 છગ્ગો માર્યો હતો. શ્રેયસ અય્યરે 24 બોલમાં 28 રન માર્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. કે એલ રાહુલે 29 બોલમાં 39 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. વાઈસ કેપ્ટન હાર્દિક પંડયા 14 રન અને અક્ષર પટેલ 9 રન બનાવી આઉટ થયા હતા. અંતે મોહમ્મદ શમી 4 રન અને સિરાજ 7 રન બનાવી ક્રિઝ પર અંત સુધી રહ્યા હતા.

શ્રીલંકાના બોલરનું પ્રદર્શન

શ્રીલંકના બોલર કે.રજીથાએ 10 ઓવરમાં સૌથી વધુ 88 રન આપ્યા હતા. સાથે સાથે તેણે શ્રીલંકા માટે સૌથી વધારે 3 વિકેટ પણ લીધી હતી. બ્રેક બાદ હાલ શ્રીલંકાની ટીમ 374 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરી હતી.

Published On - 5:17 pm, Tue, 10 January 23

Next Article