IND VS SA Playing XI : ભારતની પ્રથમ બોલિંગ, સાઉથ આફ્રિકાનો કેપ્ટન બદલાયો

ભારત વિ સાઉથ આફ્રિકા પ્લેઇંગ XI અને ટોસ વિશે જાણીએ.દિલ્હીમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી ODI, સિરીઝ દાવ પર છે.

IND VS SA Playing XI : ભારતની પ્રથમ બોલિંગ, સાઉથ આફ્રિકાનો કેપ્ટન બદલાયો
IND VS SA Playing XI: ભારતની પ્રથમ બોલિંગ, સાઉથ આફ્રિકાનો કેપ્ટન બદલાયો
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Oct 11, 2022 | 2:56 PM

SA Playing XI: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી અને છેલ્લી વનડે મેચ દિલ્હીમાં રમાઈ રહી છે. ટોસ જીતી ભારતીય ટીમના કેપ્ટન શિખર ધવને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે (Indian Cricket Team) પ્લેઈગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. રાંચીમાં જીતનારી ટીમ દિલ્હીમાં સાઉથ આફ્રિકા (South Africa) સામે રમી રહી છે. બીજી બાજુ સાઉથ આફ્રિકાની ટીમના કેપ્ટનમાં ફેરફાર થયો છે. ડેવિડ મિલરને ત્રીજી વનડેમાં કેપ્ટનશીપ મળી છે. સાઉથ આફ્રિકાની ટીમમાં ત્રણ ફેરફાર થયા છે. કેશવ મહારાજ, તબરેઝ શમ્સી રમી રહ્યા નથી ટેમ્બા બાવુમા હજુ સુધી ફિટ થયો નથી.

તમને જણાવી દઈએ કે,વનડે સિરીઝમાં 1-1ની બરાબરી પર બંન્ને ટીમ હાલમાં છે. પ્રથમ મેચ લખનઉમાં સાઉથ આફ્રિકાએ જીતી હતી તો બીજી વનડે મેચ રાંચીમાં ભારતીય ટીમે જીતી હતી. દિલ્હીમાં જે ટીમ જીતશે તેના નામે સિરીઝ પાક્કી થશે.

 

દિલ્હી વનડેમાં ભારત-સાઉથ આફ્રિકાની પ્લેઈગ ઈલેવન

ભારતીય ટીમની પ્લેઈગ ઈલેવન : શિખર ધવન, શુભમન ગિલ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર , સંજુ સેમસન, વૉશિગ્ટન સુંદર, શાહબાઝ અહમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને આવેશ ખાન

 

 

સાઉથ આફ્રિકા ટીમની પ્લેઈગ ઈલેવન : ક્વિન્ટન ડી કોક, યેનેમન મલાન, રીઝા હેન્ડ્રીક્સ, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો યાનસન, એન્ડીલે ફેહલુકવાયો, ફોર્ટ્યુઈન, લુંગી એનગીડી, એનરિક નોરખિયા.

દિલ્હીમાં આકંડાઓ શું કહે છે ?

તમને જણાવી દઈએ કે, પ્રથમ બેટિંગ ફાયદાકારક છે,જો કે અહીં ત્રણ વર્ષથી વધુ સમય બાદ વનડે મેચ રમાઈ રહી છે, પરંતુ છેલ્લી ત્રણ મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમને ફાયદો મળ્યો છે. છેલ્લી ત્રણ મેચમાં કોઈપણ ટીમ પીછો કરી શકી નથી. દિલ્હીમાં બોલરોને ઘણી મદદ મળે છે અને અહીં સરેરાશ સ્કોર 259 રન છે. આવી સ્થિતિમાં બોલર જીતની સ્ક્રિપ્ટ લખી શકે છે.

મૌસમ બગાડી શકે છે રમત

તમને જણાવી જદઈએ કે, દિલ્હીમાં મંગળવારના રોજ વરસાદ પડવાની આશંકા છે. ત્યારે મેચ દરમિયાન વરસાદ પડી શકે છે બપોર બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે, મેદાન ભીનું હોવાથી ટૉસના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો ત્યારે હવે વરસાદ રમત બગાડી શકે છે.