
ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે ત્રણ મેચોની ટી20 સિરીઝ રમાઈ રહી છે. પ્રથમ ટી20 મેચને ભારતે જીતી લીધી છે. આ સાથે જ ભારતે સિરીઝમાં 1-0 થી સરસાઈ મેળવી છે. ભારતીય ટીમે આ પહેલા ઓસ્ટ્રેલિયાને ઘર આંગણે હરાવ્યુ હતુ. ત્યાર બાદ હવે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચ પણ ભારતે રન ચેઝ કરીને પોતાના નામે કરી લીધી છે. સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) અને ટીમના વાઈસ કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) શાનદાર વિજયી ભાગીદારી રમત નોંધાવી હતી. બંનેએ અડધી સદી નોંધાવી હતી. અંતમાં કેએેલ રાહુલે વિજયી છગ્ગો લગાવી ભારતને 8 વિકેટે જીત અપાવી હતી.
આ પહેલા ભારતીય યુવા બોલર અર્શદીપ સિંહ અને દીપક ચાહરે દક્ષિણ આફ્રિકાની બેટીંગ લાઈનને શરુઆતમાં જ તોડી નાંખી હતી. 15 બોલમાં જ 5 વિકેટ ભારતીય બોલરોએ ઝડપીને અડધી ટીમને પેવેલિયન પરત મોકલી દીધી હતી. પરંતુ બાદમાં એઇડમન માર્કરમ અને ત્યારપછી કેશવ મહારાજની રમતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 100 રનને પાર પહોંચાડ્યો હતો.
ભારતીય ઓપનર કેએલ રાહુલે અણનમ સદી નોંધાવી હતી અને લક્ષ્ય સુધી પહોંચાડતી શાનદાર રમત રમી હતી. તેણે સૂર્યકુમાર યાદવ સાથે 93 રનની પાર્ટનરશિપ કરી હતી. ભારતીય ઓપનર રોહિત શર્માએ શરુઆતમાં જ પોતાની વિકેટ ત્રીજી ઓવરમાં બીજા બોલ પર ગુમાવી દીધી હતી. તે શૂન્ય રનમાંજ પરત ફર્યો હતો. આમ ભારતે 9 રનનો સ્કોર પર પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં વિરાટ કોહલી રમતમાં આવ્યો હતો. તે પણ માત્ર 3 રન નોંધાવીને પરત ફર્યો હતો. કોહલીએ વિકેટ ગુમાવવા સમયે ભારતીય ટીમનો સ્કોર માત્ર 17 રન હતો.
ભારતે પાવર પ્લેમાં માત્ર 17 રન નોંધાવ્યા હતા. કાગિસો રબાડાની ઓવરનો સામનો કરવામાં ભારતીય બેટ્સમેન મુશ્કેલી અનુભવી રહ્યા હતા. જેને લઈ ભારતીય ટીમે મહત્વની બે વિકેટ ગુમાવવા બાદ ધીમી અને રક્ષાણાત્મક રમત રમી હતી. ધીરે ધીરે સૂર્યકુમાર અને રાહુલ બંને ભારતીય ટીમનો સ્કોર લક્ષ્ય આગળ વધારી રહ્યા હતા. બંને અડધી સદીની રમત નોંધાવી હતી. કેએલ રાહુલે 56 બોલમાં 51 રન નોંધાવ્યા હતા. જ્યારે સૂર્યાએ 33 બોલમાં 50 રન નોંધાવ્યા હતા.
બંનેએ નબળા બોલ પર મોટા શોટ સમયાંતરે ફટકાર્યા હતા. રાહુલ અને સૂર્યાએ મળીને 7 છગ્ગા આવી જ રીતે ફટકાર્યા હતા. આમ ભારતીય ટીમ લક્ષ્ય તરફ પહોંચી હતી. અંતમાં કેએલ રાહુલે વિજયી છગ્ગો ફટકારી લક્ષ્યને પાર કરી ભારતને 8 વિકેટે જીત અપાવી હતી.
Published On - 10:17 pm, Wed, 28 September 22